scorecardresearch

ક્રિતી સેનન ફિટ રહેવા આ પડકારજનક વર્કઆઉટને કરે છે સરળતાથી

Kriti sanon work out : ક્રિતી સેનન વર્કઆઉટ (Kriti sanon work out) માં સુપિન લેગ રેઇઝનું પુનરાવર્તન કરે છે અને કોર સ્નાયુઓ પર અપાતા બળનો ટોટલ સમય વધારે છે અને વચ્ચે વચ્ચે જરૂર જણાય તો રેસ્ટ પણ કરે છે.

ક્રિતી સેનન ફિટ રહેવા આ પડકારજનક વર્કઆઉટને કરે છે સરળતાથી
અહીં કૃતિ સેનન કેટલાક ફિટનેસ ગોલ આપી રહી છે (Source: Kriti Sanon/Instagram)

Lifestyle Desk : ક્રિતી સેનન બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે જે ક્યારેય તેનું વર્ક આઉટ સ્કિપ કરતી નથી. ક્રિતીના ટ્રેનર કરણ સાહનીના ઇન્સ્ટાગ્રામ પરની અપડેટ મુજબ, તે “10જાન્યુઆરી, 2023 સુધીમાં ખરેખર ફિટ અને હોટ દેખાવાની” પ્લાન ધરાવે છે. અભિનેત્રી એક પડકારરૂપ કોર વર્કઆઉટ કરતી જોવા મળી હતી જે વર્ક આઉટ જોવામાં સહેલું લાગે છે પરંતુ ખરેખર અઘરું છે.

32 વર્ષીય સેનોન એક વિડિયોમાં સુપાઈન લેગ રેઇઝ અથવા લેગ લિફ્ટ્સ ટ્વિસ્ટ સાથે કરતી જોવા મળી હતી. આ વર્કઆઉટના, તે ફ્લોર પર સૂઈ ગઈ અને તેના પગ છત તરફ ઉંચા કર્યા. પછી ધીમે ધીમે 10 ગણતા નીચે તેના પગ જમીનને સમાંતર લાવ્યા હતા. દરેક ગણતરીમાં તેના પગને (થોડી સેકંડ માટે) સ્ટોપ કરીને, ક્રિતિએ પેટના સ્નાયુઓ પર કામ કરવા માટે જાણીતી કોર કસરતમાં એક આકર્ષક વળાંક ઉમેર્યો હતો.

આ પણ વાંચો: શું વજન ઘટાવવામાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ કંઈ ભૂમિકા ભજવે છે ખરા? જાણો એક્સપર્ટ શું કહે છે

આ વર્ક આઉટ તે કેવી રીતે કરવું?

  • તમારી પીઠ પર સપાટ સૂઈ જાઓ.
  • તમારા પગને સીધા રાખીને આકાશ તરફ ઉંચા કરો.
    *પગને જમીનની સમાંતર રાખો, પછી 10 કાઉન્ટ કરવા અને ધીમે ધીમે પગ ઉપર લઇ જવા અને નીચે લાવવા. આ પ્રોસેસ ફરી કરવી.
View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

વર્ક આઉટમાં દરેક ગણતરીમાં હોલ્ડ કેટલું ફાયદાકારક

ક્રિતી સુપિન લેગ રેઇઝનું પુનરાવર્તન કરે છે અને કોર સ્નાયુઓ પર અપાતા બળનો ટોટલ સમય વધારે છે અને વચ્ચે વચ્ચે જરૂર જણાય તો રેસ્ટ પણ કરે છે. ધ બોડી સાયન્સ એકેડેમીના સહ-સ્થાપક વરુણ રતને indianexpress.comને જણાવ્યું હતું કે, આનાથી વધુ શક્તિ મળે છે. આ વર્ક આઉટથી વધુ શક્તિ મળે છે.

આ પણ વાંચો: શું તમે લોટ બાંધીને ફ્રિજમાં મૂકી રાખો છો?આ લોટની રોટલી સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન

રતન મુજબ, આ જ રુલ તમારી બધી કસરતો પર લાગુ કરી શકાય છે. “જ્યારે તમે તમારી ટ્રેનિંગ શરૂ કરશો ત્યારે તમને તાકાત, લાભો અને મજબૂતી અનુભવશો. તરંગી કસરત (eccentric exercise) ની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે જેઓ આ પ્રકારની ટ્રેનિંગ માટે નવા હોય છે અથવા શરૂઆત કરી હોય છે તેઓને શરૂઆતમાં સ્નાયુઓ દુ:ખવા લાગે છે. આ તરંગી કસરત તમને ચાલવા કરતા વધારે દુખાવો કરી શકે છે કેમ કે આ પ્રવૃત્તિમાં પગને વળાંક આપવાના હોય છે અને બેલેન્સ રાખવું પણ પડે છે.

Web Title: Kriti sanon fitness work out video intagram post fitness news health tips

Best of Express