Lifestyle Desk :એવા ઘણા પરિબળો છે જે નક્કી કરે છે કે વ્યક્તિ કેટલું વજન ઘટાડી શકે છે, વજન ઘટાવવું એ એક ધીમી પ્રોસેસ છે અને તેમાં ઘણી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે, જેમ કે વ્યક્તિ કેવો આહાર લે છે, તેમની ફિઝિકલ એકટીવટી કેટલી છે, તેમની ઉંમર, રાત્રે કેટલી ઊંઘ લે છે એન આવી અન્ય બાબતો. પરંતુ, શું તમે જાણો છો કે વજન ઘટાડવા માટે બ્લડ ગ્રુપ પણ એક અગત્યનું પરિબળ છે?
ઇન્સ્ટાગ્રામ પર, ન્યુટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જીએ એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે ઘણા લોકોનો અભિપ્રાય છે કે વજન ઘટાડવાની કઠિન પ્રક્રિયા છે. અને અતિશય આહાર અને વર્કઆઉટ કરવાની જરૂર પડે છે.”પરંતુ, તે કર્યા પછી પણ તેઓ ઘણીવાર વજન ગુમાવતા નથી.
ન્યુટ્રિશનિસ્ટે લખ્યું, “તમારા વજન વધવાનું કારણ શું હોઈ શકે છે તે પહેલા ઓળખવું અને ઉંમર કેટલી છે, ત્યારબાદ મેટાબોલિઝ્મ કેવું છે, હોર્મોનલ અસંતુલન અને અન્ય મેડિકલ કન્ડિશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય સર્વગ્રાહી અભિગમનો સમાવેશ કરવો પણ મહત્વપૂર્ણ છે.”

આ પણ વાંચો: શું તમારા બાળકને પણ માટી ખાવાની આદત છે? આ ટિપ્સ અપનાવો
મુખર્જીની પોસ્ટની પોસ્ટ દાવો કરે છે કે, જો કોઈ વ્યક્તિ તેના બ્લડ ગ્રુપ પ્રમાણે ખાય તો તેનું વજન ઘટી શકે છે. ” હા, બ્લડ ગ્રુપ પ્રમાણે ડાયટ લેવાથી અમુક કેસમાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારું બ્લડ ગ્રુપ નક્કી કરે છે કે તમે અમુક પોષક તત્વોને કેવી રીતે એબ્સોર્બ કરો છો, તમે તણાવને કેવી રીતે હેન્ડલ કરો છો, તમારા વજન ઘટાડવા માટે કયો ખોરાક વધુ અનુકૂળ છે, કયા પ્રકારની કસરત તમને વધુ ફાયદો કરશે.”
તેણીએ વધુમાં સમજાવ્યું કે આ ચાર બ્લડ ગ્રૂપના પ્રકારો ડાયટમાંથી દરેક ફૂડ્સ જેમ કે ” બ્રેડ અને અનાજ, ડેરી ઉત્પાદનો અથવા માંસ અને ચિકન જેવા ચોક્કસ ખોરાકને દૂર કરશે જે વજન વધારવામાં ફાળો આપે છે.”
A બ્લડ ગ્રુપ: આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી, કઠોળ અને કઠોળ અને આખા અનાજ જેવો ઓર્ગેનિક અને ફ્રેશ આહાર લઇ શકાય છે.
B બ્લડ ગ્રુપ: આ બ્લડ ગ્રુપ ધરવતા લોકોએ મકાઈ, ઘઉં, દાળ, ટામેટાં, મગફળી, તલ, ચિકન જેવો આહાર ટાળવો જોઈએ. લીલા શાકભાજી,ઈંડા, અમુક નોન વેજ ફૂડ અને ઓછું ફેટ ધરાવતા ડેરી પદાર્થોનું સેવન કરવું જોઈએ.
AB બ્લડ ગ્રુપ : આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ ડાયટમાં ટોફુ, સીફૂડ, ડેરી અને લીલા શાકભાજી વગેરે લઇ શકે છે. કેફીન, આલ્કોહોલ અને ધૂમ્રપાન અને નોન વેજ ફૂડનું સેવન કરવાનું ટાળવું.
આ પણ વાંચો: Winter Drinks: ખૂબ ઠંડી લાગે છે? આ પાંચ પીણાં દ્વારા શરીરને રાખો ગરમ
જો કે, મુખર્જીએ એમ કહ્યું કે, લાંબા ગાળાનું વજન ઘટાડવા માટે ” માત્ર બ્લડ ગ્રુપ જ નહિ પરંતુ મેટાબોલિઝ્મ, હોર્મોનલ ઈમબેલન્સ અને મેડિકલ કન્ડિશન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.”
વેબએમડી અનુસાર, નેચરોપેથ પીટર જે. ડી’અડામો દ્વારા બનાવવામાં આવેલ ‘બ્લડ ટાઈપ ડાયેટ’ નામનું કંઈક અસ્તિત્વમાં છે. તે મુજબ, તમારા બ્લડ ગ્રુપ પર આધારીત ડાયટ લેવાથી તમે સ્વસ્થ રહી શકો છો અને વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
D’Adamo દરેક બ્લડ ગ્રૂપના ટાઈપ્સ માટે આ ભલામણ કરે છે:
O બ્લડ ગ્રુપ : O બ્લડ ગ્રુપ ઘરાવતા લોકોએ નોન વેજ, ચિકન, ફિશ અને શાકભાજી વેગેરે ઉપરાંત પ્રોટીનયુક્ત ડાયટ, અનાજ, કઠોળ અને ડેરી પ્રોડક્ટસનું સેવન કરવું જોઈએ.
તેના વિશે વધુ સમજવા માટે, indianexpress.com એ ફોર્ટિસ હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતાના ડાયેટિશિયન સોહિની બેનર્જીનો સંપર્ક કર્યો, જેમણે કહ્યું કે આને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ બ્લડ ગ્રૂપ એક પરિબળ છે જ્યારે વજનની વાત આવે છે ત્યારે તે હકીકતને સાબિત કરવા માટે પૂરતા કેસ સ્ટડીઝ છે.
તેમણે સમજાવ્યું કે, “એ સાચું છે કે બ્લડ ગ્રુપ સ્થૂળતા અને અન્ય ઘણા પ્રકારની બીમારીઓ સાથે સંબંધિત છે. દાખલા તરીકે, O અથવા B બ્લડ ગ્રૂપ ધરાવતી સ્ત્રીઓ મોટાભગે સ્થૂળતાનો વધુ ભોગ બને છે. એ જ રીતે, બ્લડ ગ્રુપ A ધરાવતા લોકોમાં હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસ વધારે જોવા મળે છે. AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સૌથી વધુ એલર્જીથી પીડાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ મેદસ્વી હોય, તો તેનું ડાયટ નેચરલી બદલાશે,તેઓએ વધુ ફળો અને શાકભાજી ખાવા પડશે અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો પડશે.”
ડાયટિશયનએ જણાવ્યું હતું કે, ડાયટ ઉપરાંત, લોકોએ તેમના વર્ક આઉટ રૂટિનમાં પણ ફેરફાર કરવો જોઈએ, ” આ સાબિત થયું નથી, પરંતુ જો બ્લડ ગ્રુપ O ધરાવતી કેટલીક મહિલાને ખબર હોય કે તેને મેદસ્વિતાનું જોખમ છે તો તેણે તેના ડાયટ પર કંટ્રોલ કરવાનું શરૂ કરવું જોઈએ, વધુ વર્ક આઉટ, વધુ ફ્રૂટ્સ અને શાકભાજી ખાવા, કેમ કે આ બધું તેને વજન ઘટવામાં મદદ કરે છે.