Children Eating Soil Habits: નાના બાળકોનું જો ધ્યાન ન અપાય તો બાળકોને માટી ખાવાની આદત પડી જાય છે. તેમની આ આદતના લીધે બાળકો ઘણી દીવાલમાંથી માટી ખોતરીને ખાવાનું શરૂ કરી દે છે. માટી કહેવાની આદત બાળકોના સ્વાસ્થ્યને બગાડી શકે છે. માટીમાં કોઈ સ્વાદ હોતો નથી તો પણ બાળકો માટી ખાવાનું પસંદ કરે છે. કેટલાક બાળકો ચોક પણ ખાતા હોય છે.
બાળકોની આ આદતોને મેડિકલ ભાષામાં પાઈકા (pica) કહેવાય છે. આયુર્વેદક શિશુ અને બાલ રોગ વિષેયજ્ઞ ભોપાલના ડોક્ટર પુનિત દ્રિવેદી મુજબ બાળકોની માટી કે ચોક ખાવાની આદત તેમને બોડીમાં પોષક તત્વોની ઉણપને કારણે થાય છે. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી કે બાળકો ક્યા પોષક તત્વોની ઉણપના લીધે માટી ખાય છે એન બાળકોની આ આદતને કેવી રીતે સુધારી શકાય?
આ પણ વાંચો: Side Effect of Rusk: જો તમે પણ ચા સાથે ટોસ્ટ ખાઓ છો તો ચેતજો,
કેમ બાળકો માટી ખાય છે? (why does a child eat soil?) :
આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર બાળકો માટી એટલા માટે ખાય છે કેમ કે બોડીમાં કેલ્શિયમ (calcium), ઝીંક (Zinc) અને આયર્ન (Iron) ની ઉણપના લીધે બાળકોની બોડી પોષક તત્વોની ડિમાન્ડ કરે છે તેથી બાળકો માટી ખાવાનું શરૂ કરી દે છે. કુપોષિત બાળકો (malnourished children) પણ માટી ખાવાનું શરૂ કરી દે છે. બાળકોની ઉંમર અનુસાર ડાયટ ન મળતા બાળકો માટી ખાવા લાગે છે. કેટલાક બાળકો એવા પણ છે જે ઉંમર વધે તો પણ દૂધજ પીવે છે એવા બાળકો માટી ખાવા લાગે છે.
માટીમાં દેખાતા લક્ષણો:
માટી ખાતા બાળકોના શરીરમાં બ્લડની ઉણપ (Anaemia) થવા લાગે છે. બાળકને થાક લાગે, ચિડિયાપણું રહે છે. બાળકોને ભૂખ લાગતી નથી અને બાળક ભૂખ્યું રહે છે. બાળકના પગમાં દુખાવો અને સુસ્તી રહે છે. બાળકનું પેટ સાફ રહેતું નથી. ઉષા ક્લિનિકના Dr.Ravikant Nirankari M.D. Pediatrician’s Advice એ કહ્યું હતું કે બાળકોની બોડીમાં દેખાતા આ લક્ષણોને અવગણવા જોઈએ નહિ પરંતુ તેમની આદતમાં સુધાર કરવો કરવો જોઈએ.
આ પણ વાંચો: ડાયબિટીસ ડાયટ: ડાયબિટીસ દર્દીનું ડાયટ કેવું હોવું જોઈએ? જાણો શું છે Healthy Plate Concept?
બાળકોની માટી ખાવાની આદતથી કેવી રીતે છૂટવું:
- જો બાળક માટી ખાય છે તો તેને પોષક તત્વોથી ભરપૂર ડાયટ (nutrient rich diet) આપવું જોઈએ. જયારે બાળકને ડાયટમાંથી આયર્ન, વિટામિન, મેગ્નેશિયમ અને પ્રોટીન મળશે તો બાળકને માટી ખાવાનું મન થશે જ નહીં.
- હેલ્થી ડાયટ બાળકની માટી ખાવાની આદતમાં સુધારો કરે છે. બાળકોને લીલા પાન વાળા શાકભાજીનું સેવન કરાવવું જોઈએ જેથી બાળકને આયર્ન અને પોષક તત્વો મળી રહે.
- બાળકના ડાયટમાં વિટામિન સીનો સમાવેશ કરવો જોઈએ. વિટામિન સીની ઉણપને પુરી કરવા માટે સીઝનલ ફ્રૂટ ખાવા જોઈએ.
- બાળકોના ડાયટમાં બદલાવ કરો. રોજ એક જ પ્રકારનું જમવાનું આપવું જોઈએ નહિ નહીંતર બોડીમાં પોષક તત્વોની ઉણપ ( nutritional deficiencies) ઉભી થાય છે.
- બાળકને એકલું મઝવું ન જોઈએ. બાળકનું ધ્યાન રખવું જેથી બાળક માટી ન ખાય.
- બાળકને દવા ખવડાવો.
- બાળકને આયર્ન સપ્લીમેન્ટનું સેવન કરાવવું જોઈએ.