knead flour Side effect: જો તમે પણ સવારે લોટ બાંધીને ફ્રિજમાં રાખી મુકો છો અને એજ લોટમાંથી આખો દિવસની રોટલી બનાવો છો તો આ લોટથી બનેલી રોટલી સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. તમે જાણો છો કે કેટલોક ખોરાક એવો હોય છે જેને ફ્રિજમાં રાખી મુકવાથી તેની તાસીર બદલાઈ જાય છે અને તે સ્વાથ્ય માટે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. મહિલાઓની આદત હોય છે કે તેઓ એક વાર વધારે લોટ બાંધીને મૂકી દે છે અને ફ્રિજમાં મૂકી દે છે જે લોટનો તેઓ 7-8 કલાક ઉપયોગ કરે છે.
શું તમે જાણો છો કે લોટને ફ્રિજમાં સ્ટોર કરવાથી ઠંડા વાતાવરણ (cold environment) માં લોટના પોષક તત્વો રહેતા નથી. રાજીવ દીક્ષિત આયુર્વેદિક નુસખાના જાણકાર છે તેમણે પોતાના વીડિયોમાં જાણવાયું હતું કે લોટને ફ્રિજમાં લાંબો સમય સુધી પડ્યો રાખીને તેની રોટલી બનાવી ખાવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ લોટ માંથી બનેલ રોટલી પાચન તંત્રને નબળું કરે છે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેટલીક મહિલાઓ લોટ 2-2 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરે છે. જે લોટ ખાવાને લાયક હોતો નથી.
આ પણ વાંચો: શું વજન ઘટાવવામાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ કંઈ ભૂમિકા ભજવે છે ખરા? જાણો એક્સપર્ટ શું કરે છે
આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર પ્રતાપ ચૌહાણ (Ayurvedic Expert Dr. Pratap Chauhan) મુજબ વાસી લોટનું સેવન કરવાથી તેના માઈક્રોન્યૂટ્રિએન્ટ કેપેસીટી ઓછી થવા લાગે છે. શરીર અને મન સ્વસ્થ્ય રાખવા માટે તાજા લોટનું સેવન કરવું ખુબજ જરૂરી છે. તમે જાણો છો કે ફ્રિન્જમાં રાખેલ ભોજન (refrigerated food) તાજું હોતું નથી.
આ પણ વાંચો: Side Effect of Rusk: જો તમે પણ ચા સાથે ટોસ્ટ ખાઓ છો તો ચેતજો
ફ્રિજમાં લોટ રાખવાથી તેના ગુણ ઓછા થઇ જાય છે જેનાથી સ્વાસ્થ્ય બગડવા લાગે છે અને પાચન ખરાબ થવા લાગે છે. વાસી લોટ (stale flour) અપચો,ગેસ, એસીડીટીનું કારણ બને છે. આવો જાણીએ કે આ લોટ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઇ શકે છે,
કેટલી વાર સુધીનો લોટ સ્વાસ્થ્ય માટે ઉપયોગી:
આયુર્વેદિક એક્સપર્ટ મુજબ તાજું ભોજન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, જો તમે લોટ બાંધીને 6-7 કલાક સુધી ફ્રિજમાં રાખો છો તો લોટમાં રાસાયણિક પદાર્થ બનવા લાગે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ મુજબ લોટને બાંધીને તરત એજ સમયે તેની રોટલી બનાવી ફાયદાકારક છે. ફ્રેશ લોટમાંથી બનતી ગરમ રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આયુર્વેદમાં ફ્રેશ લોટની રોટલીના સેવનની વાત કરી છે. ફ્રેશ બાંધેલો લોટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પાચન સંબંધી બીમારીથી દૂર રાખે છે.