/indian-express-gujarati/media/media_files/2025/12/24/high-protein-breakfast-2025-12-24-22-28-23.jpg)
મસલ્સમાં બધી નસો હોય છે જે શરીરને ચલાવવા માટે એનર્જી સપ્લાઇ કરે છે Photograph: (ફ્રીપિક)
High Protein Breakfast For Muscle Gain : ફિટનેસના ટાર્ગેટમાં સૌથી મહત્ત્વની બાબત મસલ્સ મજબૂત કરવાના હોય છે. મસલ્સ એટલે સ્નાયુઓ શરીરના સંચાલન માટે ઘણી જરુરી હોય છે. મસલ્સમાં બધી નસો હોય છે જે શરીરને ચલાવવા માટે એનર્જી સપ્લાઇ કરે છે.
આજકાલ યુવાઓમાં ઝડપથી સ્નાયુ મેળવવા અને બાયસેપ્સ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે નાસ્તામાં ખાવાથી સ્નાયુઓના વિકાસમાં મદદ કરશે. ચાલો જાણીએ આ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ વિશે.
ઇંડા
જો તમે સવારના નાસ્તામાં પ્રોટીનની માત્રા લેવા માંગતા હો, તો ઇંડા શ્રેષ્ઠ અને સૌથી સસ્તું પ્રોટીન છે. એક મોટા ઇંડામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય ઇંડામાં તમામ 9 આવશ્યક એમિનો એસિડ હોય છે. તે સ્નાયુઓના નિર્માણમાં મદદ કરે છે. નાસ્તામાં તમે બાફેલા ઇંડા ખાઈ શકો છો. તમે ઓમલેટ અથવા ઇંડા ભૂરજી બનાવી શકો છો.
પનીર
પનીર માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પ્રોટીનનો એક શાનદાર શાકાહારી સ્રોત છે. તેની ખાસ વાત એ છે કે તે ધીમે ધીમે પચે છે, જેથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. નાસ્તામાં તમે પનીર ભૂરજી, પનીર પરાઠા અથવા પનીર સલાડ ખાઈ શકો છો.
આ પણ વાંચો - શિયાળાની સિઝન માટે ખાસ 5 અલગ-અલગ રાયતાની રેસીપી, ટેસ્ટી અને હેલ્ધી બનશે
ઓટ્સ અને પીનટ બટર
ઓટ્સમાં ફાઇબર અને કોમ્પ્લેક્સ કાર્બ્સ હોય છે. તેને ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે. ઉપરાંત તમે તેમાં પીનટ બટર ઉમેરી શકો છો. સવારે નાસ્તામાં તમે દૂધમાં ઓટ્સ પકાવો. આ પછી તેમાં એક ચમચી પીનટ બટર ઉમેરો. ઉપરથી બદામ અથવા અખરોટ નાખો. હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તૈયાર છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us