/indian-express-gujarati/media/media_files/2026/03/04/holi-colors-remove-tips-2026-03-04-14-55-02.jpg)
હોળી અને ધૂળેટી પર રંગોથી મોજ મસ્તીથી રમવામાં આવે છે. લોકો એકબીજાને રંગ લગાવીને હોળીની ઉજવણી કરે છે
Holi colors remove tips : હોળી અને ધૂળેટી પર રંગોથી મોજ મસ્તીથી રમવામાં આવે છે. લોકો એકબીજાને રંગ લગાવીને હોળીની ઉજવણી કરે છે. કોઈ હોળીની શરૂઆત અબીર-ગુલાલથી કરે છે તો કોઈ મિત્રો માટે પાકા કલર લાવે છે. દરેકને હોળીમાં રંગ લગાવવાનું પસંદ છે, પરંતુ ચહેરા અથવા શરીરમાંથી રંગો દૂર કરવા કેટલીકવાર મુશ્કેલ બની જાય છે.
ચહેરા ઉપરાંત તમે કાન, ગરદન પરથી રંગ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ માટે તમારે અહીં જણાવેલ રીતોનું પાલન કરવું જોઈએ. સાથે જ તમે ઘરે પેસ્ટ બનાવીને રંગો દૂર કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારની ત્વચાની એલર્જી અથવા ત્વચાની સમસ્યા છે, તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બેસન અને દહીં
હોળીના રંગથી છુટકારો મેળવવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો. બેસન અને દહીંની પેસ્ટ તમને પાકા રંગોથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં 4 થી 5 ચમચી ણાનો લોટ લો અને તેમાં 2-3 ચમચી દહીં મિક્સ કરી સારી રીતે હલાવો. હવે તૈયાર કરેલી પેસ્ટને હાથની મદદથી સર્કુલર મોશનમાં સ્કિન પર લગાવતા મસાજ કરો અને લગભગ 3 મિનિટ માટે રહેવા દો. જ્યારે પેસ્ટ હળવી સુકાઈ જાય ત્યારે કોટન રર ગુલાબજળ લગાવી ચણાના લોટ અને દહીંની પેસ્ટને ચહેરા અને અન્ય ભાગો પર સાફ કરો.
નાળિયેર તેલ
તમે નાળિયેર તેલ દ્વારા પણ હોળીનો રંગ પણ દૂર કરી શકો છો. આ માટે નાળિયેર તેલમાં એક મોટા કોટન બોલને સારી રીતે ડુબાડી લો. હવે કોટન બોલને ચહેરા પર સર્કુલર મોશનમાં ફેરવીને રંગ ઉતારવાનો પ્રયાસ કરો. તમારે આ ત્રણથી ચાર વખત કરવું પડશે અને તે ચહેરાના દરેક ભાગ પર કરવું પડશે જ્યાં રંગ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હોળી પર ચહેરાની સુરક્ષા જરુરી, રંગોથી રમતા પહેલા આવી રીતે રાખો ત્વચાની કાળજી
આ રીતે પેસ્ટ બનાવો
બેસન અને દહીંનું પેસ્ટ : 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં ઉમેરો. તેને ચહેરા અને હાથ પર લગાવો અને હળવા હાથથી ઘસો. તે રંગ દૂર કરવાની સાથે ત્વચાને મુલાયમ પણ બનાવે છે.
બેસન, હળદર અને દૂધ : ચણાના લોટમાં એક ચપટી હળદર અને થોડું કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. સૂકાઈ જાય ત્યારે હળવા હાથે ઘસીને ધોઇ લો.
મુલતાની માટી અને ગુલાબજળ: મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવો. તે ત્વચાને ઠંડક આપે છે અને રંગને સાફ કરવામાં મદદ કરે છે.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us