/indian-express-gujarati/media/media_files/2026/03/02/skin-care-tips-for-holi-in-gujarati-2026-03-02-15-14-11.jpg)
હોળીમાં સ્કીન કેર માટે સિક્રેટ ટિપ્સ | Skin Care Tips for Holi in Gujarati Photograph: (Canva)
જીવનશૈલી | beauty tips | હોળી (Holi) પર રંગોમાં ભીંજાઈ જવું દરેકને ગમે છે, પરંતુ ખરી મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે કલર જલ્દીથી નીકળતા નથી. કલાકો સુધી ચહેરાને સ્ક્રબ કર્યા પછી પણ, હઠીલા ડાઘ રહે છે, જે ફોલ્લીઓ અથવા લાલાશનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક નાનો ઘટક તમારા ચહેરા પર એવો પ્રોએકટીવ લેયર બનાવી શકે છે કે હઠીલા કલરને પણ પાણીના છાંટાથી સાફ કરી શકાય છે?
હોળી પહેલા એક ખાસ વસ્તુનો ઉપયોગ તમને હઠીલા કલરથી છુટકારો અપાવશે. જો તમે કલરથી રમવાના માત્ર 10 મિનિટ પહેલા આ ઉપાય લાગુ કરો છો, તો તમારી સ્કિનને નુકસાન નહિ થાય અને કલર દૂર કરવામાં સખત મહેનત પણ નહીં કરવી પડે.
હોળી સ્કીન કેર ટિપ્સ
હોળી રમતા પહેલા તમારા ચહેરા અને શરીર પર નાળિયેર તેલ લગાવવું એ એક જૂની અને અસરકારક પદ્ધતિ છે. આ તેલ તમારી ત્વચા પરના ખુલ્લા છિદ્રોને બંધ કરે છે, રંગોને અંદર પ્રવેશતા અટકાવે છે. જ્યારે તમે રમ્યા પછી સ્નાન કરો છો, ત્યારે આ તેલ રંગોને તમારી ત્વચા પર ચોંટતા અટકાવે છે.
નાળિયેર તેલનો ઉપયોગ
સૌ પ્રથમ કલરથી હોળી રમવા માટે બહાર જવાના ઓછામાં ઓછા 15-20 મિનિટ પહેલાં તેલ લગાવો જેથી સ્કિન તેને થોડું શોષી શકે. ચહેરાની સાથે, કાન, ગરદન અને નખ પાછળ તેલ લગાવવાનું ભૂલશો નહીં. જો તમારી સ્કિન ખૂબ જ ઓઈલી હોય, તો તમે નાળિયેર તેલને બદલે વોટરપ્રૂફ સનસ્ક્રીન અથવા પેટ્રોલિયમ જેલી (વેસેલિન) પણ વાપરી શકો છો.
હોળીમાં કલરથી રમતા પહેલા આટલું ધ્યાન રાખો
પુષ્કળ પાણી પીઓ: ગ્લો અને રક્ષણ માટે હાઇડ્રેટેડ રહો, જેથી સ્કિન કલરમાં રહેલા રસાયણોથી ઝડપથી સ્વસ્થ થઈ શકે.
ગ્લોઈંગ સ્કીન અને હેલ્થ માટે ભાગ્યશ્રીનો આ ઘરેલું ઉપાય અજમાવો, થોડા દિવસમાં ફેરફાર દેખાશે!
નખનું રક્ષણ: કલરને કારણે નખ ગંદા ન થાય તે માટે, તેમના પર ઘેરા રંગનો નેઇલ પેઇન્ટ લગાવો અને નખની કિનારીઓ પર થોડું વેસેલિન ઘસો.
હોઠનું રક્ષણ: હોળીના કલર હોઠને ખૂબ જ ઝડપથી સુકાવી નાખે છે, તેથી કલરથી રમતા પહેલા સારી ગુણવત્તાનો લિપ બામ અથવા ઘી લગાવો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us