Home Remedies for Whiter Teeth: સફેદ અને ચળકતા દાંત દરેકને જોઈએ છે. પીળા દાંત દેખાવમાં ખુબજ ખરાબ લાગે છે. દાંત પીળા થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે દાંતની સરખી સફાઈ ન કરવી, વધારે ચા અને કોફીનું સેવન કરવું, સિગરેટ પીવી, ગુટખા કે તમાકુનું સેવન કરવું વગેરેથી દાંત ખરાબ થઇ જાય છે. ઘણી વાર જેનેટિક કારણોથી ભરપૂર દાંત પીળા થઇ જાય છે. દાંતને સફેદ રાખવા માટે લોકો ઘણા પ્રકારના નુસખા અપનાવતા હોય છે જેનો ઉપયોગ કરવાથી ઘણીવાર દાંત પર તેની સાઈડ ફફેક્ટ પણ જોવા મળે છે.
કન્ટેન્ટ ક્રિએટર અર્મેન અદમજાન કહે છે કે મોંમાંથી ખરાબ બેક્ટેરિયા દૂર કરવા અને દાંતને સફેદ કરવા માટે કીવી, કાકડી અને બેન્કિંગ સોડા એક સરળ અને શક્તિશાળી કોમ્બિનેશન છે.
આ પણ વાંચો: ભારતમાં કોરોનાની સાથે સાથે કેન્સરનો કહેર, છેલ્લા બે વર્ષમાં કેન્સરના સૌથી વધુ કેસ અને મોત
અદમજાનએ ઈન્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે એક બ્લેન્ડરમાં 3 વસ્તુની પેસ્ટ બનાવીને અને તેનું દાંત પર બ્રશ કરવાની વાત કરી છે. આવો જાણીએ કે કેવી રીતે પેસ્ટ તૈયાર કરવી અને તેનાથી દાંતને ક્યાં- ક્યાં ફાયદા થાય છે.
કીવી, કાકડી અને બેકીંગ સોડાની પેસ્ટ કેવી રીતે તૈયાર કરવી:
એક બ્લેન્ડરમાં કીવીની સ્લાઈસ, થોડી કાકડીની સ્લાઈસ અને એક ચમચી બેકીંગ સોડા નાખવા, બધાને મિક્ષ કરીને બ્લેન્ડ કરી લેવું, ત્યારબાદ પેસ્ટ તૈયાર થશે તેને બ્રશ કરવા માટે ઉપયોગમાં લઇ શકો છો. દાંત સાફ કરવાનો એક આ પ્રાકૃતિક ઉપાય છે. કીવી કેલ્શિયમથી ભરપૂર હોય છે, અને કાકડી તમારા મોં બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને દાંતને સફેદ કરે છે.
આ પણ વાંચો: 9-14 વર્ષની છોકરીઓ માટે આવતા વર્ષે આવશે સર્વાઈકલ કેન્સરની વેક્સીન, જાણો આ બીમારીના લક્ષણો
એક્સપર્ટએ કહ્યું કે તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત દાંતને સાફ કરવા માટે કરી શકો છો.આ પેસ્ટનો ઉપયોગ તમારા દાંત પર કરવાથી સાફ થશે. એક્સપર્ટએ ઉપાય કહ્યું છે કે તમે દાંત પર બિન જરૂરી ખર્ચ કરશો નહિ અને આ દેશી નુસખાને અપનાવો. કાકડી અને કીવી ન માત્ર ખાવામાં ટેસ્ટી હોય છે પરંતુ તે ઓરલ હેલ્થનું પણ ધ્યાન રાખે છે.
બીડીએસ( ડબ્લ્યુબીડીસી), કોલકતાના ડો. અરિજિત સેનગુપ્તા મુજબ એક્સપર્ટના આ હેક સાચા છે. કીવી વિટામિન સીનો બેસ્ટ સ્ત્રોત છે જે પ્લેગ(plaque) અને દાગ(stains) હટાવવામાં મદદ કરે છે. જયારે કાકડી એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર ફળ છે જો દાંતના હેલ્થમાં સુધારો કરે છે. બેકીંગ સોડા(baking soda) એક ખુબજ ક્ષારીય યોગિક(alkaline compound) છે અને તે દાંત અને મોંની પીએચ જાળવી રાખવામાં મદદ કરે છે.