Peanut Ladoo Recipe: શિયાળામાં ઘરે બનાવો મગફળી દાણાના લાડુ, ઠંડીમાં શરીરને રાખશે ગરમ

શિયાળામાં મગફળીના લાડુનું સેવન કરવાથી તમે તમારી બોડીને અંદરથી ગરમ કરી શકો છો. આ સિવાય મગફળી દાણાના લાડુ તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં કારગર સાબિત થઈ શકે છે. તો આ છે મગફળીના લાડુ બનાવવાની સરળ રીત…

Written by Rakesh Parmar
November 28, 2025 22:01 IST
Peanut Ladoo Recipe: શિયાળામાં ઘરે બનાવો મગફળી દાણાના લાડુ, ઠંડીમાં શરીરને રાખશે ગરમ
મગફળી દાણાના લાડુ બનાવવાની રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)

Moongfali Ladoo Recipe: શું તમે જાણો છો કે શિયાળામાં મગફળીના દાણાના લાડવા ખાવા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક સાબિત થઈ શકે છે? જો તમે એખ યોગ્ય મર્યાદામાં રહીને તેનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી ઈમ્પ્રૂવ કરી શકો છો. શિયાળામાં મગફળી દાણાના લાડુનું સેવન કરવાથી તમે તમારી બોડીને અંદરથી ગરમ કરી શકો છો. આ સિવાય મગફળી દાણાના લાડુ તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં કારગર સાબિત થઈ શકે છે. તો આ છે મગફળીના લાડુ બનાવવાની સરળ રીત…

સૌથી પહેલા એક કપ મગફળી દાણાને ધીમી આચે સારી રીતે શેકી લો. તેના પછી શેકેલી મગફળીના ફોતરા નિકાળી દો. હવે શેકેલી મગફળીના દાાને મિક્સરમાં નાંખીને બરછટ ગ્રાઇન્ડ કરો. તેના પછી એક કઢાઈમાં 2 ચમચી ઘી નાંખીને ગરમ કરી લો. તમને આ કઢાઈમાં અડધો કપ ગોળ નાંખવાનો છે અને પછી ધીમી આંચે ઓગળવા દો. ગોળના ઓગળી ગયા બાદ ગેસ બંધ કરી દો.

how to make Peanut Ladoo
મગફળી દાણાના લાડુ બનાવવા માટે રેસીપી.

જ્યારે ગોળ પીગળી જાય ત્યારે તમારે તેની અંદર પીસેલી મગળફળીના દાણા એડ કરવાના છે. આ સાથે જ ઈલાયચી પાઉડર અને અડધો કપ ઘસેલુ નાળિયેર પણ એડ કરવાનું છે. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે આ મિક્સચરને લાડુઓનો શેપ આપી શકો છો.

આ પણ વાંચો: અંબાણી પરિવાર છે શુદ્ધ શાકાહારી, જાણો દરરરોજ શું ખાય છે?

જ્યારે મગફળીના દાણાના લાડુ ઠંડા થઈ જાય ત્યારે તમે તેને સર્વ કરી શકો છો.તેનો ટેસ્ટ બાળકોથી લઈ મોટા, તમામ લોકોને ખુબ જ પસંદ આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ લાડુઓને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આ રીતે લગભગ એક અઠવાડિયા સુધી મગફળીના લાડુ ખરાબ નહીં થાય. દરરોજ એકથી બે મગફળીના લાડુ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ