scorecardresearch

હેલ્થ અપડેટ : ગરમ પીણાં જેમ કે ચા-કોફી અને અન્નનળીના કેન્સર વચ્ચે શું છે સંબંધ

કેન્સરના પ્રકારો અન્નનળી સ્ક્વામસ સેલ કાર્સિનોમા (ESCC) અને અન્નનળી એડેનોકાર્સિનોમા (EAC) કે જે અન્નનળી સાથે સંકળાયેલ હોઈ શકે છે.

Don't have too hot beverages
ખૂબ ગરમ પીણાં ન લો

જો તમે ગરમ-ગરમ ચાનો પીવો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. એમ શારદા હોસ્પિટલ, નોઇડાના એમડી (આંતરિક દવા) ડૉ. શ્રેય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ખુબ જ ગરમ પીણાં પીવાથી “અન્નનળીના મુખમાં થર્મલ અને રસાયણોની ઇજાઓને કારણે તમને અન્નનળીના કેન્સરનું જોખમ થઈ શકે છે” જો કે, તેમણે ઉમેર્યું હતું કે સીધો સંબંધ સ્થાપિત કરતા પહેલા કેટલાક વધારાના પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ.

ડો. પરાગ દશતવાર, વરિષ્ઠ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને હેપેટોલોજિસ્ટ, કામિનેની હોસ્પિટલ, હૈદરાબાદ, સહમત થયા અને ઉલ્લેખ કર્યો કે કેટલાક અભ્યાસો એવી ધારણા કરે છે કે કોફી અથવા ચા જેવા ગરમ પીણાં પીવાથી અન્નનળી (ઓસોફેજલ એપિથેલિયમ) ની અંદરની આવરણને નુકસાન થઈ શકે છે.

ડૉ. દશતવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) હેઠળના કેન્સર પર સંશોધન માટે આંતરરાષ્ટ્રીય એજન્સીના 2016ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, “આ ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયા દરમિયાન, અન્નનળીના કોષોને પુનર્જીવિત કરવાની જરૂર છે. ઇજા અને ઉપચારના આ રિપિટેડ સાયકલ દરમિયાન કોષો કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે અને કેન્સરગ્રસ્ત થઈ શકે છે. પરંતુ આ અભ્યાસોમાં લોકો સામાન્ય રીતે જે પીતા હતા તેના કરતા ઘણા વધુ તાપમાનવાળા પીણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,”

આ પણ વાંચો: બપોરના ભોજન પછી યોગ્ય શોર્ટ નૅપ કેવી રીતે લઇ શકો?

ધ લેન્સેટ ઓન્કોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ચીન, ઈરાન અને તુર્કી જેવા દેશોમાં જ્યાં પરંપરાગત રીતે ચા ખૂબ જ ગરમ (લગભગ 70 ° સે) પીવામાં આવે છે ત્યાં તાપમાનમાં વધારા સાથે અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.

કેન્સરના પ્રકારો કે જે અન્નનળી સાથે સંકળાયેલ હોઈ શકે છે તે છે અન્નનળી સ્ક્વામસ સેલ કાર્સિનોમા (ESCC) અને અન્નનળી એડેનોકાર્સિનોમા (EAC).

જો કે, ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે “એકલા ગરમ પ્રવાહી અન્નનળીના કેન્સરનું જોખમ વધારશે”. ડૉ. દશતવાર પણ સંમત થયા અને કહ્યું હતું કે , “વાસ્તવિક-વિશ્વના પુરાવા એટલા સ્પષ્ટ નથી. ડ્રિન્કનું હાનિકારક તાપમાન, તેની માત્રા (વોલ્યુમ) અને તે પીવામાં આવે તે સમયગાળો નક્કી કરવા માટે કોઈ પ્રાયોગિક અભ્યાસ નથી. અત્યાર સુધી કરાયેલા અભ્યાસો અવલોકનાત્મક છે. આ અભ્યાસોમાં વસતી કેન્સરના અન્ય જોખમી પરિબળો, જેમ કે તમાકુ, આલ્કોહોલ, સોપારી, સ્મોકી મીટ( માંસ), અસ્વસ્થ્ય ભોજન તેમજ પર્યાવરણીય દુષક વધારે સંપર્કમાં રહેવાનું વલણ ધરાવે છે. આ અન્ય પરિબળોની હાજરી એ ખાતરી કરવી મુશ્કેલ બનાવે છે કે વધેલા જોખમ માટે માત્ર ગરમ ચા જ જવાબદાર હતી. આ પોઇન્ટ પર, તે માત્ર એક સૂચન છે કે જે લોકો તમાકુનો ઉપયોગ કરે છે અથવા આલ્કોહોલનું સેવન કરે છે તેમ લોકોમાં ગરમ પીણાંનું જોખમ વધારે છે.”

અન્નનળીના કેન્સર

તેમ છતાં, નિષ્ણાતો ઉલ્લેખ કરે છે કે તમારા ગરમ પીણાંને પીતા પહેલા સુરક્ષિત તાપમાન (60 – 65 ° સેથી નીચે) એટલે કે થોડું ઠંડુ થવા દેવું એ સારો વિકલ્પ છે. ડૉ. દશતવારે કહ્યું હતું કે, “લોકોએ તમાકુ (કોઈપણ સ્વરૂપમાં), આલ્કોહોલ, સ્થૂળતા અને ગેસ્ટ્રો-અન્નનળી રીફ્લક્સ રોગ (GERD) જેવા જોખમ પરિબળો પર વધુ ધ્યાન આપવું જોઈએ.”

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : એન્ક્ઝાઈટી અટેક અને પેનિક અટેક વચ્ચે શું છે તફાવત? જાણો અહીં

અન્નનળીના કેન્સરના ચિહ્નો અને લક્ષણો

  • ગળવામાં મુશ્કેલી (ડિસફેગિયા)
  • વજનમાં અચાનક ઘટાડો થવો
  • છાતીમાં દુખાવો, દબાણ અથવા બળતરા
  • અપચો અથવા હાર્ટબર્ન થવું
  • ઉધરસ અથવા ગળામાં ખરાશ

કોમ્પ્લિકેશન

  • અન્નનળીમાં અવરોધ.
  • દુખાવો
  • અન્નનળીમાં રક્તસ્ત્રાવ.

નિવારણ

તમે અન્નનળીના કેન્સરનું જોખમ ઘટાડવા માટે ક્યા પગલાં લઈ શકો?

ધૂમ્રપાન છોડો :
જો તમે ધૂમ્રપાન કરો છો, તો છોડવા માટના પ્લાન વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમને છોડવામાં મદદ કરવા માટે દવાઓ અને કાઉન્સેલિંગ ઉપલબ્ધ છે. જો તમે તમાકુના સેવન કરવાથી બચવું જોઈએ.મધ્યમ માત્રામાં આલ્કોહોલનું સેવન કરો, સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે, તેનો અર્થ એ છે કે મહિલાઓ માટે દિવસમાં એક ડ્રિન્ક અને પુરુષો માટે દિવસમાં ડ્રિન્ક જેના વિષે ડૉ. શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

વધુ ફળો અને શાકભાજી ખાઓ. તમારા આહારમાં વિવિધ રંગબેરંગી ફળો અને શાકભાજી ઉમેરો.

સ્વસ્થ વજન જાળવી રાખો. જો તમારું વજન વધારે હોય અથવા મેદસ્વી હોય, તો તમને વજન ઘટાડવામાં મદદ કરવા માટેની પ્લાન વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો. ડૉ. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અઠવાડિયામાં થોડું થોડું વજન ઘટાડવાનું લક્ષ્ય રાખો.

Web Title: Hot beverages esophageal cancer risk hot tea health tips benefits awareness updates ayurvedic life style

Best of Express