/indian-express-gujarati/media/media_files/2026/02/11/warm-water-benefits-2026-02-11-14-32-09.jpg)
Hot Water Benefits And Side effects : ગરમ પાણી પીવાના સ્વાસ્થય લાભ અને ગેરફાયદા Photograph: (Freepik)
Hot Water Benefits, Myths VS Scientific : સવારે ગરમ પાણી પીવાના ફાયદા વિશે સોશિયલ મીડિયા પર વેલનેસ ટ્રેન્ડ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર આવા ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે કે દરરોજ સવારે ગરમ પાણીનું સેવન કરવાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે, સ્કીન ટોન સુધરે છે. આટલું જ નહીં, એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે ગરમ પાણીના સેવનથી ગળામાં દુખાવો અને પીડા દૂર થાય છે, તેમજ મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી રાહત મળે છે.
જો કેઆ દાવાઓમાં કેટલું સત્ય છે અથવા ગરમ પાણી પીવું એ માત્ર એક અન્ય વાયરલ વેલનેસ ટ્રેન્ડ છે? ચાલો સંશોધન પરથી સમજીએ કે આજકાલ ગરમ પાણી પીવાથી શરીરમાં કયા ફેરફારો લોકોને આકર્ષિત રહ્યા છે.
ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના લોરેન બોલ અને ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રોસ યુનિવર્સિટી બ્રિસ્બેનની એમિલી બર્ચે જણાવ્યું હતું કે ગરમ પાણી પીવું સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ ઉકાળવામાં આવતું નથી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ગરમ પાણી પીવાના ફાયદા ફક્ત વધુ પાણી પીવાથી, નિયમિત આરોગ્ય દિનચર્યા અપનાવવાથી અથવા હૂંફથી મળતા આરામ અને રાહતને કારણે છે, પાણી ગરમ હોવાને કારણે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, વાસ્તવિક તફાવત પાણી અને આદતથી આવે છે, તાપમાન થી નહીં.
તાપમાન કરતાં હાઇડ્રેશન વધુ મહત્વનું
પાણી ગરમ હોય કે ઠંડું, પાણી પીવું શરીર માટે જરૂરી છે. પૂરતું પાણી પીવાથી પાચન સ્વસ્થ રહે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી કિડની વધુ સારી રીતે કામ કરે છે અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. પાણીનું સેવન આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. 2025ના એક સંશોધન મુજબ, જો દરરોજ પૂરતું પાણી ન પીવામાં આવે તો તણાવ વધી શકે છે. ઠંડા અથવા સામાન્ય તાપમાનના પાણી કરતાં ગરમ પાણી વધુ ફાયદાકારક છે તે સાબિત કરવા માટે અત્યાર સુધી, કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી.
માન્યતા 1 : ગરમ પાણીથી વજન ઘટે છે
એવું કોઈ સંશોધન નથી જેમાં દાવો કરાયો છે કે, ગરમ પાણી પીવાથી શરીરનું વજન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે પાણીનું સેવન કરવાથી પેટ ભરેલું લાગે છે, જેનાથી ખોરાક અને મીઠા પીણાંનું સેવન ઓછું થાય છે. સંશોધન અનુસાર, વજન ઘટાડવાના કિસ્સામાં પાણીના તાપમાન વિશે કોઈ ચોક્કસ પુરાવા નથી. એક નાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમ પાણી આંતરડાની હિલચાલમાં થોડો વધારો કરી શકે છે (પેરિસ્ટાલિસિસ), જે પાચનમાં મદદ કરી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તે ચરબી ઘટાડે છે.
ગેરમાન્યતા 2 : ગરમ પાણી ગળામાં દુખાવો મટાડે છે
અહીં તાપમાનની અસર અમુક અંશે સાબિત થઈ છે. ગરમ પ્રવાહી ગળામાં દુખાવો દૂર કરી શકે છે અને બંધ નાક ખોલવામાં મદદ કરી શકે છે. હૂંફ અને વરાળ લાળને ઢીલી કરવા અને ગળાની બળતરાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ ફાયદો માત્ર સાદા ગરમ પાણી સુધી મર્યાદિત નથી. હર્બલ ટી, લીંબુ શરબત અથવા અન્ય ગરમ પીણાં પણ અસરકારક છે. ગરમ પાણી ચેપની સારવાર નથી કરતું અને બીમારીનો સમયગાળો ઘટાડતો નથી, તે ફક્ત લક્ષણો દૂર કરી શકે છે.
માન્યતા 3: ગરમ પાણી ત્વચા સાફ કરે છે
એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ગરમ પાણી પીવાથી ત્વચા સાફ થાય છે અથવા બોડી ડિટોક્સિફાઇ કરે છે. તે સાચું છે કે પાણીનું પૂરતું સેવન ત્વચામાં સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. પાણીનું પૂરતું સેવન ત્વચાની શુષ્કતાને નિયંત્રણમાં રાખે છે. પાણીનું તાપમાન ત્વચા પર કોઈ વધારાની અસર કરતું નથી. લીવર અને કિડની શરીરને ડિટોક્સિફાઇ કરવાનું કામ કરે છે અને પાણી તેના કાર્યમાં મદદ કરે છે.
માન્યતા 4: ગરમ પાણી પીરિયડ વખતે દુખાવામં રાહત આપે છે
શરીરને બહારથી આપવામાં આવતા ગરમ પાણીની બેગ સ્નાયુઓને આરામ આપે છે અને પીરિયડના દુખાવામાં રાહત આપે છે. પરંતુ એવા કોઈ નક્કર પુરાવા નથી કે ફક્ત ગરમ પાણી પીવાથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. તે સાચું છે કે પીરિયડ્સ દરમિયાન પૂરતું પાણી પીવું એ બળતરા અને દુખાવાને નિયંત્રિત કરવાનું એક સાધન છે. ચા, ગ્રીન ટી, થાઇમ ટી, પ્રોસ્ટાગ્લાન્ડિન લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ એકલા ગરમ પાણીથી પીરિયડના દુખાવામાં રાહત મળી શકતી નથી.
આ પણ વાંચો | ઉંમર પ્રમાણ બીપી કેટલું હોવું જોઇએ? જાણો હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ અને કન્ટ્રોલ કરવાની સરળ રીત
ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી માહિતી રજૂ કરવાનો હેતું માત્ર સામાન્ય જાણકારી આપવાનો છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારના વિકલ્પ તરીકે લેવું જોઈએ નહીં. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરતા પહેલા કે કોઇ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us