/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Rumali-Roti-Recipe-In-Gujarati.jpg)
હોટેલ સ્ટાઇલ રૂમાલી રોટલી રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)
Homemade Rumali Roti Recipe:: ઘઉંના લોટની રોટલી સામાન્ય રીતે ભારતીય રસોડામાં બનાવવામાં આવે છે. જોકે, ઘણા લોકો દરરોજ એક જ રોટલી ખાવાથી કંટાળી જાય છે. આવામાં તેઓ ઘઉંના લોટની રોટલી કરતાં બીજો કોઈ વિકલ્પ શોધતા હોય છે. જો તમે પણ બીજો વિકલ્પ શોધી રહ્યા છો તો તમે ઘરે હોટલ જેવી રૂમાલી રોટલી બનાવી શકો છો.
રૂમાલી રોટલી તેની પાતળી, કોમળ અને ખાસ સુગંધ માટે જાણીતી છે. ઘણીવાર લોકો તેને હોટલ અથવા ઢાબા પર ખાય છે. ક્યારેક તેને ઘરે બનાવવી ખૂબ મુશ્કેલ હોય છે. જોકે તમે કેટલીક સરળ ટિપ્સની મદદથી તેને સરળતાથી તૈયાર કરી શકો છો.
રૂમાલી રોટી બનાવવા માટે સામગ્રી
- 1 કપ મેદાનો લોટ
- અડધો કપ ઘઉંનો લોટ
- મીઠું
- બે ચમચી દહીં
- 1 ચમચી તેલ
- પાણી
- રોલિંગ માટે સૂકો લોટ
- રૂમાલી રોટલી બનાવવાની સરળ રીત
રૂમાલી રોટી બનાવવાની રીત
રૂમાલી રોટી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં રિફાઇન્ડ લોટ, ઘઉંનો લોટ, મીઠું અને દહીં નાખો અને પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. હવે એક ચમચી તેલ ઉમેરો અને તેને ગ્રીસ કરો. હવે આ લોટને લગભગ 30 મિનિટ સુધી ઢાંકીને રાખો.
આ પણ વાંચો: વિટામિન બી12 ની ઉણપને દૂર કરવા માંગો છો, તો દરરોજ પીવો ઔષધીય ગુણથી ભરપૂર આ જ્યુસ
હવે લોટમાંથી નાના ગોળા બનાવો અને તેને સૂકા લોટની મદદથી પાતળી રોટલી જેવો રોલ કરો. હવે તેને બેક કરવા માટે લોખંડની ઊંધી કઢાઈ અથવા તવો ગરમ કરો. જ્યારે તે ગરમ થાય ત્યારે આંચ મધ્યમ કરો. તેને રોલ કર્યા પછી તેના પર બેક કરો. ગરમ તવો અથવા ઊંધી કઢાઈ પર મૂક્યા પછી રોટલી પર પરપોટા દેખાવા લાગશે. હવે તેને પલટાવીને બીજી બાજુ પણ બેક કરો. બંને બાજુ થોડું સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. અંતે તમે તેના પર માખણ અથવા ઘી પણ લગાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us