Diabetes Diet: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને મૂળથી મટાડી શકાતી નથી, આ બીમારીને માત્ર કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માટે ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ટ્રેસ, ખરાબ ડાયટ અને બગડતી લાઇફસ્ટાઇલ આ બીમારી થવાનું મુખ્ય કારણ છે. ડાયબિટીસના દર્દી માટે બ્લડ સુગર(blood sugar) ને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. જો બ્લડ સુગરને કોન્ટ્રલ ન કરો તો ઘણી ઘાતક બીમારી(deadly diseases)નું જોખમ રહે છે.
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને કંટ્રોલમાં રાખવી ખુબજ જરૂરી છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન (National Library of Medicine) દ્વારા કરાયેલ રિચર્સ અનુસાર ડાયાબિટીસના દર્દીમાં મહિલાઓ (1.4%) ની તુલનામાં પુરુષોમાં (2.3%) ની સંખ્યા વધારે છે. WHO ની એક રિપોર્ટ મુજબ દુનિયામાં વર્ષ 2025 સુધી ડાયબિટીસના દર્દીની સંખ્યામાં 170% વધારો થયો છે.
ડાયબિટીસના દર્દી બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આખા દિવસના ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. દાળ આપણા ડાયટનો મુખ્ય ભાગ છે. જેનું સેવન આપણે કરતા હોઈએ છીએ. દાળ પ્રોટીનનું મુખ્ય સ્ત્રોત (best source of protein) છે અને પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ ડાયબિટીસના દર્દીઓ માટે બધા પ્રકારની દાળનું સેવન કરવું યોગ્ય નથી.
આ પણ વાંચો: તમે વાઈન અને બિયર કેટલા ટેવાયેલા છો? શું અલ્કોહોલના સેવનની કોઈ સેફ લિમિટેશન ખરી?
દાળમાં ખુબજ ખાસ દાળનું સેવન ડાયબિટીસને કંટ્રોલ કરી શકે છે, જનરલ ફિઝિશિયન, ડો પાખી શર્માએ phablecare પર પ્રકાશિત એક લેખમાં કહ્યું હતું કે ડાયાબિટીસના દર્દી મસૂરની દાળનું સેવન (Masur lentils) કરી શકે છે. મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને બ્લડ સુગર પણ કંટ્રોલ કરે છે. આવો જાણીએ એક્સપર્ટ મસૂરની દાળ વિષે શું કહે છે,
મસૂર દાળ કેવી રીતે બ્લડ સુગર કંટ્રોલ કરે છે?
હેલ્થલાઇન મુજબ ડાયાબિટીસના દર્દી મસૂરની દાળનું સેવન કરી શકે છે તેનાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. મસૂરની દાળનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ (glycemic index) 25 હોય છે જે ખુબજ ઓછું છે. મસૂરની દાળ પ્રોટીન અને ફાઈબર (Protein and Fiber) વધારે પ્રમાણમાં હોય છે જે બોડીને હેલ્થી રાખે છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
એન્ટી- ઓકિસડેન્ટ (anti-oxidant) થી ભરપૂર મસૂરની દાળની તાસીર ગરમ છે જે શિયાળામાં બોડીને ગરમ રાખે છે. આ દાળનું સેવન કરવાથી પર્યાપ્ત ઇન્સ્યુલિન (enough insulin) પેદા થાય છે. આ દાળ પેન્ક્રીયાઝની કોશિકાઓને નુકસાનથી બચાવે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.
મસૂર દાળના સ્વાસ્થ્ય ફાયદા:
મસૂરની દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે જે માંસપેશીઓ અને હાડકા મજબૂત રાખે છે, ડાયાબિટીસના દર્દી માટે આ દાળનું સેવન ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર આ દાળ સુગરના દર્દીને પાચન તંદુરસ્ત રાખે છે. શુગરના દર્દી મોટેભાગે પાચન સંબંધી સમસ્યા રહેતી હોય છે તેથી આ દાળનું સેવન પાચનને તંદુરસ્ત રાખે છે.
લો ફેટ આ દાળનું સેવન વજન કંટ્રોલ કરે છે. જો ડાયાબિટીસમાં વજન કંટ્રોલ રહે તો આ બીમારીનું જોખમ ઓછું રહે છે. આ દાળનું સેવન સવારે નાશ્તામાંથી લઈને બપોરે અમે રાત્રે પણ લઇ શકો છો.