/indian-express-gujarati/media/media_files/2026/02/15/tea-benefits-and-side-effects-2026-02-15-12-29-42.jpg)
Tea Benefits And Side Effects : ચા પીવાના ફાયદા અને ગેરલાભ. Photograph: (Freepik)
How Much Cup of Tea A Day Safe For Health: ચા ભારતમાં સૌથી વધુ પીવાતું પીણું છે. કેટલાક લોકો ચા ને એનર્જી બૂસ્ટર માને છે અને જો તેમને સવારે ચા ન મળે તો તેઓ આખો દિવસ આળસ, તણાવ અને અશક્તિ અનુભવે છે. સવારે અને સાંજે પીવાથી ચા હવે ધીમે ધીમે ત્રણથી ચાર કપ કરતા વધી જાય છે. આવી સ્થિતિમાં વધુ પડતી ચા પીવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. કરીના કપૂરના ડાયેટિશિયન અને ફેમસ ડાયેટિશિયન ઋજુતા દિવાકરે ચા વિશે કેટલાક નિયમો આપ્યા છે, જેનું પાલન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડાયેટિશિયન ઋજુતા દિવેકરના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્યનું ગણિત આપણી રોજિંદી આદતોમાં છુપાયેલું છે અને ચા પણ તેમાં અપવાદ નથી. તેમણે ચા વિશે કેટલીક સરળ, પરંતુ મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે જે આપણી રોજિંદી જીવનની આદતોને બદલી શકે છે. નિષ્ણાતે જણાવ્યું કે એક દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ અને ડાયાબિટીસ અને અપચો પર ચાની શું અસર પડે છે.
એક દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
ડાયેટિશિયન ઋજુતા દિવાકરે કહ્યું કે દિવસમાં બેથી ત્રણ કપ ચા પૂરતી છે. આનાથી વધુ ચા પીવાથી વધુ પડતું કેફીન શરીર સુધી પહોંચી શકે છે, જેની વિપરીત અસર થઈ શકે છે. જેવી રીતે યોગ્ય માત્રામાં મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ વધુ પડતું નમક હાનિકારક હોય છે, તેવી જ રીતે ચા સાથે પણ આવું જ થાય છે. તમે દિવસમાં કેટલી ચા પી રહ્યા છો તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે.
એક અઠવાડિયામાં કેટલી ચા પી શકાય? મેડિકલ રિસર્ચમાં સમજો
યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના સંશોધન મુજબ, જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ચા પીવે છે તેઓ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ 20% સુધી ઘટાડે છે. જો કે, આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે ઓછી ખાંડ અને દૂધ વગરની ચા પીવો છો.
ચા પીવાના સાચા નિયમો
સવારની શરૂઆત ચાથી ન કરો
ઘણા લોકોને ખાલી પેટે ચા અથવા કોફી પીવાની આદત હોય છે, પરંતુ કેફીન શરીરને ઊંઘમાંથી જગાડે છે. તેનાથી બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અને શ્વાસ ઝડપથી વધે છે, જેનાથી આપણને તાજગી જેવો અનુભવ થાય છે, પરંતુ હકીકતમાં તે તણાવ વધારે છે. સવારે તાજા ફળ ખાવું એ ચા કરતાં વધુ સારો વિકલ્પ છે. તે પાચનમાં સુધારો કરે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે અને શરીરને દિવસ માટે પુષ્કળ ઊર્જા આપે છે.
યોગ્ય સમયે પીવી
ઘણીવાર આપણે અભ્યાસ કરતી વખતે, કામ કરતી વખતે અથવા મિત્રો સાથે વાત કરતી વખતે મોડી રાત સુધી ચા પીતા રહીએ છીએ, પરંતુ સાંજે 4 વાગ્યા પછી ચા પીવાથી આપણી ઊંઘમાં ખલેલ પડી શકે છે. અનિદ્રા, બેચેની અને ચીડિયાપણું જેવા લક્ષણો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, એક કપ ચા પીવાની પહેલા ઘડિયાળમાં સમય જોવો મહત્વપૂર્ણ છે. લોકો ઘણીવાર જમવાના સમયે ચા પીવે છે. લોકો ખાધા પછી અથવા ખોરાક સાથે ચા પીવાનું પસંદ કરે છે. ગેસ્ટ્રિકને કારણે ચા પેટ પર દબાણ લાવે છે, તેથી તેનું મર્યાદિત સેવન કરો.
ચા સાથે શું ખાવું?
ચા સાથે બિસ્કિટ, ફરસાણ, બ્રેડ જેવી ચીજો ખાવાની આદત હોય છે, પરંતુ આ ખોરાકમાં તેલ, મીઠું અને ખાંડ ભરપૂર પ્રમાણમાં હોય છે. આને કારણે વજન વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે અને થાક વધે છે. તેના બદલે, શેકેલા મખાના, કાળા ચણા, સીડ્સ જેવા હળવા પરંતુ પૌષ્ટિક વિકલ્પો પસંદ કરીને, તમે ચાનો આનંદ અને સ્વાસ્થ્ય બંને જાળવી શકો છો.
આ પણ વાંચો | વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવું કેટલું અસરકારક છે? જાણો સોશિયલ મીડિયાના વાયરલ દાવા અને વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે
(ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારના વિકલ્પ તરીકે લેવી જોઈએ નહીં. તમારા આહાર, કસરત અથવા દવાઓમાં કોઈ ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા લાયક આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us