/indian-express-gujarati/media/media_files/2026/02/03/dental-health-care-tips-2026-02-03-14-46-52.jpg)
Dental Health Care Tips : દાંત સાફ કરતી વખતે બ્રશ કરવા માટે વધારે ટૂથપેસ્ટ વાપરવાથી દાંતને નુકસાન થઇ શકે છે. પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Dental Health Care Tips In Gujarati: દાંત સાફ અને મજબૂત રાખવા માટે મોટાભાગના લોકો ટૂથપેસ્ટ વડે બ્રશ કરે છે. ઘણા લોકો એવું વિચારે છે કે, બ્રશ કરવા માટે વધારે ટૂથપેસ્ટ વાપરવાથી દાંત માટે ફાયદાકારક રહે છે. પરંતુ શું ખરેખર સાચું છે? શું વધુ પડતી ટૂથપેસ્ટ લગાવવાથી દાંત સાફ થાય છે કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે? ચાલો જાણીએ ડો.સલીમ ઝૈદી પાસેથી કે બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટની યોગ્ય માત્રા કેટલી હોવી જોઈએ?
બ્રશ કરવા માટે કેટલી ટૂથપેસ્ટ વાપરવી જોઇએ?
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સારી રીતે બ્રશ કરવા માટે વધારે ટૂથપેસ્ટની જરૂર નથી. દાંતને સાફ રાખવા માટે વટાણાના દાણા જેટલી બ્રશ પર ટૂથપેસ્ટ લગાવવી પૂરતી છે. આટલી માત્રામાં દાંત સારી રીતે સાફ થાય છે અને મોઢામાં તાજગી પણ જળવાઈ રહે છે. હકીકતમાં, દાંતની સફાઈ ટૂથપેસ્ટની માત્રા પર આધારિત નથી, પરંતુ બ્રશ કરવાની યોગ્ય રીત અને સમય પર આધારિત છે.
વધારે ટૂથપેસ્ટ લગાવવાથી દાંતને નુકસાન થઈ શકે છે?
ઘણી વાર લોકોને લાગે છે કે વધુ પેસ્ટ લગાવવાથી દાંત વધુ ચમકશે, પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. જ્યારે તમે બ્રશ પર વધુ ટૂથપેસ્ટ લગાવો છો, ત્યારે મોઢામાં ઘણું ફીણ આવે છે. વધુ પડતા ફીણને કારણે બે સમસ્યાઓ થાય છે. પ્રથમ, ફીણને કારણે, તમે ઝડપથી બ્રશ કરવાનું શરૂ કરો છો અને દાંત યોગ્ય રીતે સાફ થતા નથી. બીજું, વધુ પડતા ફીણને કારણે, બ્રશના ફાઇબર દાંત અને પેઢા સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. કેટલાક કિસ્સાઓમાં, વધુ પડતા ટૂથપેસ્ટથી બળતરા થાય છે, સંવેદનશીલતા અને દાંતના ઉપરના સ્તરને નુકસાન થઈ શકે છે.
જાહેરાતોમાં બ્રશ પેસ્ટથી ભરેલા કેમ બતાવવામાં આવે છે?
તમે જોયું હશે કે ટૂથપેસ્ટની જાહેરાતોમાં બ્રશ પર પેસ્ટની લાંબી લાઇન બતાવવામાં આવે છે. તેની પાછળનું કારણ દાંતની તંદુરસ્તી નથી, માર્કેટિંગ છે. કંપનીઓ ઇચ્છે છે કે લોકો ટૂથપેસ્ટનો વધુ ઉપયોગ કરે, જેથી પેસ્ટ ઝડપથી ખતમ થઈ જાય અને તેમને વારંવાર નવું પેક ખરીદવું પડે. આમ ટૂથપેસ્ટ વધારે વેચાય અને કંપનીની કમાણી વધે. આ કારણોસર, જાહેરાતોમાં જરૂરિયાત કરતાં વધુ ટૂથપેસ્ટ બતાવવામાં આવે છે. પરંતુ ડોકટરોની સલાહ જાહેરાતોથી તદ્દન અલગ છે.
બાળકો માટે કેટલી ટૂથપેસ્ટ યોગ્ય છે?
બાળકોના કિસ્સામાં, વધુ સાવચેતી રાખવી જરૂરી છે. નાના બાળકો ઘણીવાર બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટ ગળી જાય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, બાળકો માટે ચોખાના દાણા જેટલી ટૂથપેસ્ટ કરવા માટે પૂરતી છે. આ તેમના દાંતને પણ સ્વચ્છ રાખે છે અને ટૂથપેસ્ટ ગળી જવાનું જોખમ ઘટાડે છે. માતાપિતાએ બ્રશ કરતી વખતે બાળકોને દેખરેખ હેઠળ રાખવું જોઈએ અને તેમને યોગ્ય માત્રામાં પેસ્ટનો ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ.
બ્રશ કરવાની સાચી રીત શું છે?
સારા મૌખિક સ્વાસ્થ્ય માટે માત્ર ટૂથપેસ્ટની માત્રા જ નહીં, બ્રશ કરવાની રીત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાંતને યોગ્ય રાખવા માટે, દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ, સવારે અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું. દર વખતે ઓછામાં ઓછા બે મિનિટ માટે આરામથી બ્રશ કરો. બ્રશ હળવા હાથે દાંત પર ગોળ ગોળ ફેરવો, જેથી દાંતના પેઢાની પણ સારી રીતે સફાઇ થાય. બહુ વધારે ભાર આપીને બ્રશ કરવાથી દાંત અને પેઢાને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો | બ્લેક કોફી કે દૂધ અને ખાંડ વાળી કોફી? સ્વાસ્થ્ય માટે કઈ સારી? એક્સપર્ટએ સરખામણી કરી જણાવ્યા ફાયદા ગેરફાયદા
ડિસ્ક્લેમર : અહીં આપેલી જાણકારી માટે સામાન્ય માહિતી છે. કોઇ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા કે સવાલ હોય તો હેલ્થ એક્સપર્ટ્સનો સંપર્ક કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us