/indian-express-gujarati/media/media_files/2026/02/11/home-flooring-tiles-cleaning-tips-2026-02-11-15-49-53.jpg)
Flooring Tiles Cleaning Tips : ઘર ફ્લોર ટાઇલ્સ સાફ કરવાની ટીપ્સ Photograph: (Freepik)
Flooring Tiles Cleaning Tips In Gujarati : ઘરની ટાઇલ્સ સાફ કરવી ખુબ મુશ્કેલ કામ છે. દરરોજ ઝાડું અને પોતું કરવા છતાં જો એક દિવસ સાફ ન થાય તો ઘર - ઓફિસ ટાઇલ્સ બહુ ગંદી અને મેલી દેખાવા લાગે છે. કોઇ ખાસ ટ્રીક્સ વગર ટાઇલ્સ સાફ કરવામાં આવે તો તે ગંદી દેખાય છે. આવી સ્થિતિમાં તમે ઘરના ફ્લોરની ટાઇલ્સ સાફ કરવા માટે અહી આપેલી 3 ખાસ ટીપ્સ અનુસરી શકો છો. જે ઘર હોય કે ઓફિસ ફ્લોરની ટાઇલ્સ કાચ જેવી ચમકવા લાગસે.
ટાઇલ્સ પરના ડાઘ અને ચીકાશ દૂર કરવા માટે લોકો મોંઘી પ્રોડક્ટોનો ઉપયોગ કરે છે, જેમા કેમિકલ હોય છે. ઘણી વખત આ કેમિકલોને કારણે ફ્લોર પરની ટાઇલ્સને પણ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમે અમુક સરળ ટીપ્સ અનુસરી તેને સરળતાથી સાફ કરી શકો છો.
સરકો અને પાણીનો ઉપયોગ કરો
ફ્લોર ટાઇલ્સ પરના ડાઘ અને ચીકાશ દૂર કરવા માટે તમે સરકો અને પાણીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં, સફેદ સરકો એક ઉત્તમ નેચરલ ડિસઇન્ફેક્ટેંડ માનવામાં આવે છે. ફ્લોર ટાઇળ્સ સાફ કરવા માટે અડધી ડોલ નવશેકું પાણીમાં અડધા કપ સરકો ઉમેરી, પછી આ પાણીથી ટાઇલ્સ પર પોતું લગાવો. તેનાથી ટાઇલ્સ સાફ થશે સાથે સાથે દુર્ગંધ અને બેક્ટેરિયા દૂર થશે.
બેકિંગ સોડાથી સાફ કરો
ઘણી વખત રસોડા અથવા મુખ્ય પ્રવેશદ્વારના આજુબાજુની ટાઇલ્સ બહુ ગંદી થઈ જાય છે. આવી સ્થિતિમાં બેકિંગ સોડા તેમને સાફ સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે ડાઘવાળી જગ્યા પર થોડો બેકિંગ સોડા છાંટી લો. થોડા સમય પછી, ભીના કપડા અથવા બ્રશની મદદથી તે જગ્યા પર હળવા હાથે ઘસો. હવે ચોખ્ખા પાણીથી સાફ કરો. તેનાથી ફ્લોર ટાઇલ્સની ચીકાશ અને મેલ સાફ થઇ જશે.
લીંબુ અને નમકનો ઉપયોગ કરો
લીંબુ અને મીઠું વડે પણ ફ્લોર ટાઇલ્સ સાફ કરી શકાય છે. તે ટાઇલ્સ પરના હઠીલા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે પાણીમાં એક લીંબુનો રસ અને એક કે બે ચમચી મીઠું મિક્સ કરો. પછી આ પાણીથી પોતું લગાવો. જો ડાઘ વધારે જીદ્દી હોય તો ત્યાં લીંબુ ઘસો, તેનાથી મેલ અને ચીકાશ નીકળી જશે.
આ પણ વાંચો | પ્રેશર કુકર કેમ ઉભરાય છે? આ 6 કુકિંગ ટીપ્સ કુકર અને કિચન ગંદુ થતું અટકાવશે
આ બાબતોને ધ્યાનમાં રાખો
જો તમારા ઘરે કે ઓફિસનું ફ્લોરિંગ લાકડાનું કે વધારે પોલિશ વાળું છે, તો વધારે પાણી વડે સાફ કરવાનું ટાળો. ઘણીવાર એસિડિક વસ્તુઓ આવા ફ્લોરિંગને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ કરતા પહેલા, ચોક્કસપણે તેને એક ખૂણામાં અજમાવો. આ રીતે, તમે વધુ ખર્ચ કર્યા વિના ઘરની ફ્લોર ટાઇલન્સને સ્વચ્છ, ચમકદાર અને કાચ જેવી રાખી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us