/indian-express-gujarati/media/media_files/2026/03/06/pen-pencil-marks-from-walls-2026-03-06-18-23-52.jpg)
દિવાલો પરથી હઠીલા ડાઘ દૂર કરવા માટે 5 સરળ અને સલામત રીત અહીં જાણો Photograph: (freepik)
Wall cleaning tips : ઘણી વખત દિવાલો પર ધૂળ-માટી, હાથના નિશાન અથવા અન્ય પ્રકારના હઠીલા ડાઘ લાગી જાય છે, જેને સાફ કરવા સરળ નથી. તેમને દૂર કરતી વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે દિવાલ પેઇન્ટને નુકસાન ના થાય. તેથી દિવાલોની સફાઈ કરતી વખતે યોગ્ય પદ્ધતિનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી ડાઘ પણ સાફ થાય અને પેઇન્ટ પણ સલામત રહે.
જરુરી સામાન
- મલ્ટી સરફેસ ફ્લોર સ્વીપર
- લિક્વિડ ડિશ સોપ
- ક્લીનિંગ સ્પંજ
- ડ્રાય ક્લીનિંગ સ્પંજ
કલર બગડી નહીં તે રીતે સાફ કરવાની રીત
એગશેલ, ફ્લેટ અને સેટિન ફિનિશ પેઇન્ટ્સ સૌથી નાજુક હોય છે, તેથી તેમને સાફ કરતી વખતે હળવા હાથનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે ગ્લોસ અને સેમી-ગ્લોસ પેઇન્ટ્સ સહેજ મજબૂત હોય છે અને તેમને સાફ કરતી વખતે થોડું વધારે દબાણ અથવા મજબૂત ક્લીનરનો ઉપયોગ કરી શકાય છે.
ધૂળને સાફ કરવાની રીત
દિવાલની ધૂળને સાફ કરવા માટે લાંબા હેન્ડલ વાળા સૂકા ફ્લોર મોપનો ઉપયોગ કરો, જેમાં માઇક્રોફાઇબર પેડ અથવા ડિસ્પોજેબલ કાપડ લાગેલું હોય. અથવા સુતરાઉ કપડું લો. મોપ પર સુતરાઉ કપડા લગાવીને દિવાલને ઉપરથી નીચે સુધી સાફ કરો. જ્યારે કપડું ગંદું થાય ત્યારે તેની ધૂળ સાફ કરો, જેથી ધૂળ ફરીથી દિવાલ પર ના આવી જાય.
ગંદકી અને આંગળીના નિશાન કેવી રીતે સાફ કરવા
આ માટે નવશેકા પાણીમાં થોડું લિક્વિડ ડીશ સાબુ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં એક સ્વચ્છ સ્પંજ અથવા કપડું ડૂબાડો અને તેને બહાર કાઢો. હવે ડાઘવાળી જગ્યા પર હળવા હાથથી સાફ કરો. ત્યારબાદ સ્પંજને ચોખ્ખા પાણીથી ધોઈને ફરી એકવાર હળવા હાથે દિવાલને લૂછી લો. દિવાલને વધુ ભીની ના કરો અથવા તેને જોરથી ઘસશો નહીં. આમ કરવાથી પેઇન્ટ બગડી શકે છે.
હઠીલા ડાઘ અને નિશાન કેવી રીતે દૂર કરવા
ઘણી વખત બાળકો દિવાલ પર પેન્સિલ અથવા પેનથી લખે છે, જે જોવામાં ઘણું ખરાબ લાગે છે. તેને સાફ કરવા માટે મેજિક ઇરેઝર કામમાં આવી શકે છે. જ્યાં પેન, પેન્સિલ અથવા અન્ય હઠીલા ડાઘ હોય ત્યાં જાદુઈ ઇરેઝરને તમારા હાથથી હળવેથી ઘસો. જોકે તે પહેલાં ક્યાક ટેસ્ટ કરી લો કે કલર ઉખડતો નથીને.
આ પણ વાંચો - 5 શાકાહારી ફુડ્સ જેમાં ઇંડા કરતા વધુ પ્રોટીન હોય છે, ડાયેટમાં આવી રીતે કરો સામેલ
ક્રેયોન અને અન્ય રંગના ડાઘથી કેવી રીતે છુટકારો મેળવવો
જ્યાં સુધી બાળકનો હાથ જાય છે ત્યાં સુધી દિવાલ પર ચોક્કસપણે ડાઘ હોય છે. ખાસ કરીને બાળકોના અભ્યાસ ખંડમાં ક્રેયોન, પેન્સિલ, પેન અથવા અન્ય રંગોના ડાઘ હોય છે. આ રંગોને સાફ કરવા માટે બેકિંગ સોડા કામમાં આવી શકે છે. આ માટે થોડા પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પેસ્ટ બનાવો. પહેલા આ પેસ્ટને બાલ્કનીની દિવાલ પર અથવા કોઈ પણ જગ્યા પર લગાવીને ટેસ્ટ કરો. આ પછી જ્યાં-જ્યાં ડાઘ હોય ત્યાં કપડા અથવા સ્પંજ ક્લીનરની મદદથી સોડાની પેસ્ટ લગાવી તેને હળવા હાથથી ઘસો. ત્યારબાદ દિવાલને સ્વચ્છ, હળવા ભીના કપડાથી સાફ કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us