/indian-express-gujarati/media/media_files/2026/02/09/jackfruit-cut-and-peel-tips-2026-02-09-17-02-44.jpg)
Jackfruit Cut And Peel Tips : ફણસ કાપવાની અને છોલવાની સરળ રીત. Photograph: (Freepik)
How To Cut Jackfruit Easily At Home : ફણસ તેના પોષક તત્વો અને સ્વાદ માટે પસંદ કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ફણસની વાનગી બનાવતા નથી કારણ કે તેની છાલ કાઢવી મુશ્કેલ છે અને તેનો ચીકણો દૂધનો રસ કાપતી વખતે હાથ, ચાકુ અને રસોડાના સ્લેબ પર જામી જાય છે, જે સાફ કરવું મુશ્કેલ હોય છે.
આ સમસ્યાના કારણે ઘણા લોકો ઘરે ફણસ બનાવવાનું ટાળે છે. જો કે, યોગ્ય પદ્ધતિ અને કેટલાક સરળ પગલાઓ સાથે, ફણસ કાપવું જરા પણ મુશ્કેલ નથી. આ કિસ્સામાં, અમે તમને ફણસ કાપવાની અમુક સરળ રીતો વિશે જણાવીશું, જેને તમે અનુસરી શકો છો.
સરસવના તેલનો ઉપયોગ કરો
જેકફ્રૂટ કાપવા માટે, તેને સૌથી પહેલા તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. તેની માટે સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ તમારા હાથ, છરી અને કટીંગ બોર્ડ પર સારી રીતે લગાવો. હકીકતમાં, તેલનું સ્તર ચીકણા રસને સપાટી પર ચોંટી જતા અટકાવે છે, જેને સાફ કરવું સરળ હોય છે.
ફણસ બે ટુકડામાં કાપો
ફણસ કાપવા માટે, સૌ પ્રથમ તેને વચ્ચેથી બે ભાગમાં લાબું કાપી લો. જો કે, છરીથી કાપતી વખતે, અગાઉથી તેના પર થોડું તેલ લગાવો. હવે તમે ફણસની અંદર સફેદ તંતુઓ અને મધ્યમાં જાડો ભાગ જોશો. તેને બહાર કાઢો. તે પછી, પીળા ફળોને એક પછી એક અલગ કરો. છેલ્લે, દરેક સ્લાઇસ માંથી બીજ કાઢી લો.
ગરમ પાણીમાં ઉકાળો અને છાલ કાઢો
ફણસની કડક છાલને ઉકાળીને પણ દૂર કરી શકાય છે. હકીકતમાં ગરમ પાણીમાં ઉકાળ્યા બાદ ફણસની છાલ નરમ થઈ જાય છે અને ચીકાશ પણ ઘટી જાય છે, જેના કારણે છાલ કાઢવામાં સરળતા રહે છે.
આ પણ વાંચો | દાળ શાકમાં વધારે મીઠું પડી ગયું? આ 5 કિચન ટીપ્સ વડે સ્વાદને સંતુલિત કરો
હાથ માંથી ફણસની ચીકાશ કેવી રીતે દૂર કરવી?
ફણસ કાપ્યા પછી, તમે વાસણ અને હાથ પરની ચીકણતા દૂર કરવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા થોડું તેલ હાથ પર લગાવો અને થોડી વાર સુધી ઘસો, ત્યાર બાદ સાબુથી હાથ ધોઈ લો. તેનાથી ગુંદર જેવો રસ સરળતાથી નીકળી જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us