ગરદન પરનો કાળો મેલ કેવી રીતે હટાવવો? આ 3 ઘરેલું ઉપાયથી આસાનીથી સાફ થઇ જશે

dark neck home remedies : લોકો ગરદન પરનો કાળો મેલ સાફ કરવા માટે વિવિધ પ્રકારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેને કેટલાક સરળ ઘરેલું ઉપચારની મદદથી પણ સાફ કરી શકાય છે.

dark neck home remedies : લોકો ગરદન પરનો કાળો મેલ સાફ કરવા માટે વિવિધ પ્રકારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેને કેટલાક સરળ ઘરેલું ઉપચારની મદદથી પણ સાફ કરી શકાય છે.

author-image
Ashish Goyal
New Update
dark neck home remedies

ગરદનનો કાળો મેલ સામાન્ય રીતે ધૂળ, પરસેવો અને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે ત્યારે જામી જાય છે Photograph: (પિન્ટરેસ્ટ)

dark neck home remedies : ગરદનનો કાળો મેલ સામાન્ય રીતે ધૂળ, પરસેવો અને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે ત્યારે જામી જાય છે. જોકે ઘણા લોકો માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. મોટાભાગના લોકો ચહેરાની સંભાળ રાખે છે, પરંતુ ગરદનની અવગણના કરે, જેના કારણે કાળાશ વધી જાય છે.

Advertisment

ગરદનની કાળાશ જોવામાં તો ખરાબ લાગે છે સાથે તે આત્મવિશ્વાસ પણ ઘટાડે છે. લોકો તેને સાફ કરવા માટે વિવિધ પ્રકારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેને કેટલાક સરળ ઘરેલું ઉપચારની મદદથી પણ સાફ કરી શકાય છે. અહીં 3 ઘરેલું ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને તમે ફોલો કરી શકો છો.

ચણાના લોટ અને દહીંનું પેક

ગરદનમાંથી કાળો મેલ દૂર કરવા માટે તમે ચણાના લોટ અને દહીંના પેકનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટ ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરે છે અને દહીં ત્વચાને ભેજ આપે છે.

ચણાનો લોટ અને દહીંનું પેક કેવી રીતે બનાવવું?

ચણાનો લોટ અને દહીંનું પેક બનાવવા માટે એક બાઉલમાં સૌ પ્રથમ 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં અને એક ચપટી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ગરદન પર લગાવો અને તેને લગભગ 20 મિનિટ સુધી સૂકવવા દો. થોડા સમય પછી આ પેક સુકાઈ જશે. આ પછી હળવા હાથથી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેના ઉપયોગ કાળો મેલ સાફ થઇ જાય છે.

Advertisment

લીંબુ અને ખાંડનું સ્ક્રબ

લીંબુ અને ખાંડના સ્ક્રબથી કાળા મેલને સરળતાથી દૂર કરી શકાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે ડેડ સ્ક્રિનને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ખાંડ કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે.

આ પણ વાંચો - આ મસાલો આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરશે, આચાર્ય બાલકૃષ્ણએ ગણાવ્યા ફાયદા

લીંબુ અને ખાંડનું સ્ક્રબ કેવી રીતે બનાવવું?

લીંબુ અને ખાંડનું સ્ક્રબ બનાવવા માટે પહેલા અડધું લીંબુ લો અને તેના પર થોડી ખાંડ નાખો. હવે તેને હળવા હાથથી ગરદન પર 1-2 મિનિટ સુધી ઘસો. આ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. આનાથી ગરદન પર જામેલો કાળો મેલ સરળતાથી સાફ થઇ જાય છે.

બટાકાના રસનો ઉપયોગ કરો

બટાકાના રસથી પણ ગરદન પરના મેલને સરળતાથી દૂર કરી શકાય છે. તેમાં નેચરલ બ્લીચિંગ ગુણો હોય છે, જે ત્વચાની કાળશ ઘટાડવામાં મદદ કરે છે. આ માટે પહેલા કાચા બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો. હવે આ રસને કોટનની મદદથી ગરદન પર લગાવો. થોડી વાર પછી તેને ધોઈ લો. તેનાથી ત્વચા ક્લિન થાય છે.

જીવનશૈલી