/indian-express-gujarati/media/media_files/2026/01/19/triphala-benefits-2026-01-19-23-14-39.jpg)
આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ ત્રિફલાના ફાયદા વર્ણવ્યા છે
Triphala Benefits : હાલના ભાગદોડભર્યા જીવનમાં ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે હેલ્થને લગતી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં સૌથી પહેલા પેટ સાથે જોડાયેલી સમસ્યા થાય છે. ભારતમાં આંતરડા અને પાચનની સમસ્યાઓથી પીડાતા પીડિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે આહારમાં ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આ સમસ્યાઓથી રાહત મળી શકે છે.
આ સિવાય આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ ત્રિફલાના ફાયદા વર્ણવ્યા છે, જે આંતરડામાં જમા થતી ગંદકીને દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
ત્રિફળાના લાભો
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે ત્રિફળા એક પ્રાકૃતિક ઔષધ છે જે શરીરને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આંતરડાને સાફ કરવા માટે ત્રિફળા ખૂબ અસરકારક હોઈ શકે છે. ત્રિફળા એ આંતરડાના ચેપ, કબજિયાત અને ગેસ માટેનો રામબાણ ઇલાજ છે.
આ ઉપરાંત શુગર, મેદસ્વિતા અને શારીરિક કમજોરી દૂર કરવા માટે પણ ત્રિફળા ખૂબ ફાયદાકારક છે. આચાર્યએ જણાવ્યું હતું કે કોઈ સમસ્યા ન હોય તો પણ ત્રિફળાનું સેવન કરી શકાય છે.
વજન નિયંત્રણ માટે ફાયદાકારક
ત્રિફળાના સેવનથી વજનને નિયંત્રિત કરી શકાય છે. ત્રિફળા મેટાબોલિજ્મને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાની ચરબી અને ટોક્સિનને બહાર કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી પેટની ચરબી ઘટાડી શકાય છે.
આ પણ વાંચો - શું સ્માર્ટફોન કંટ્રોલ કરી રહ્યો છે તમારું જીવન? આ 7 સંકેતોથી જાણો તમને મોબાઇલની લત છે કે નહીં
લિવર માટે તંદુરસ્ત
ત્રિફળા પાવડરનું સેવન ખાલી પેટ કરવું જોઈએ. એક ગ્લાસ ગરમ પાણીમાં 7થી 10 ગ્રામ ત્રિફળા પાવડર મિક્સ કરી સવારે 10 દિવસ સુધી પીવાથી લીવરને દિવસમાં બે વાર આંતરડામાં જમા થયેલી ગંદકી દૂર કરવામાં મદદ મળે છે. જોકે યાદ રાખો કે આ માટે તમારે સવારે ખાલી પેટે માત્ર 5 ગ્રામ ત્રિફળા અને સાંજે ખાલી પેટ 5 ગ્રામ ત્રિફળાનું સેવન કરવું જોઈએ. એક શબ્દમાં કહીએ તો તમારે એક દિવસમાં વધુમાં વધુ 10 ગ્રામ ત્રિફળાનું સેવન કરવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us