ધાધરથી રાહત અપાવશે આ આયુર્વેદિક ઉપાયો, મળશે કાયમી છુટકારો

ધાધર થાય તો તેના માટે હળદર ફાયદાકારક છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિફંગલ ગુણધર્મો જોવા મળે છે જે ખંજવાળ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. હળદરની જાડી પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો.

Written by Rakesh Parmar
October 05, 2025 18:01 IST
ધાધરથી રાહત અપાવશે આ આયુર્વેદિક ઉપાયો, મળશે કાયમી છુટકારો
આયુર્વેદિક ઉપાયો ધાધરથી અપાવશે કાયમી છુટકારો. (તસવીર: સોશિયલ મીડિયા)

Dhadhar Ayurvedic treatment: ધાધર થવી તે એક પ્રકારનો ફંગલ ચેપ છે, જે હાથ, કમર, પગ અથવા શરીરના અન્ય કોઈપણ ભાગ પર થઈ શકે છે. ધાધરમાં લાલ રિંગ જેવી વસ્તુ બને છે જેનાથી તીવ્ર ખંજવાળ આવે છે. ધાધર એ ઝડપથી ફેલાતો ચેપ છે જેની સારવાર કરવી જરૂરી છે.

ધાધર મટાડવા માટેની ઘરેલુ દવા

નાળિયેર તેલ ધાધર માટે અસરકારક સારવાર છે. નારિયેળ તેલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે જે ધાધર મટાડે છે અને ખંજવાળ ઘટાડે છે. નાળિયેર તેલ લગાવવાથી બળતરા પણ ઓછી થાય છે. અસરગ્રસ્ત વિસ્તારમાં દિવસમાં ચાર વખત નાળિયેર તેલ લગાવવાથી ફાયદો થશે.

ધાધર થાય તો હળદરની પેસ્ટ લગાવો

ધાધર થાય તો તેના માટે હળદર ફાયદાકારક છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિફંગલ ગુણધર્મો જોવા મળે છે જે ખંજવાળ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. હળદરની જાડી પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આમ કરવાથી રાહત મળશે.

આ પણ વાંચો: આ ઝાડના પાનને નિષ્ણાતો કહે છે, ‘ઝાડ પર ઉગતી વિટામિનની ગોળીઓ’, જાણો તેને ખાવાના ફાયદા

ધાધર પર લીમડો અસરકારક

લીમડાનો ઉપયોગ ફોલ્લા મટાડવા માટે થાય છે. તેવી જ રીતે લીમડો ધાધર માટે કોઈપણ દવા કરતાં ઓછો અસરકારક નથી. લીમડામાં ફૂગ વિરોધી ગુણ હોય છે જે ચેપ દૂર કરે છે. ધાધરના કિસ્સામાં તમે લીમડાના પાનની પેસ્ટ લગાવી શકો છો. તમે લીમડાનું તેલ પણ લગાવી શકો છો.

ધાધર મટાડવા માટે એલોવેરાનો ઉપયોગ

ત્વચાના ચેપને દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ સારો માનવામાં આવે છે. જો તમને ધાધર થાય તો તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરામાં જોવા મળતા એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો ત્વચાના ચેપને દૂર કરે છે. આ ત્વચાને ઠંડક આપે છે અને ખંજવાળને શાંત કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ