Monsoon skin care: ચોમાસાની ઋતુમાં વધુ પડતા ભેજ અને ઉમસના કારણે ત્વચા ચીકણી થઈ જાય છે. આ કારણે ત્વચા પર ખીલ, બ્લેકહેડ્સ જેવી ઘણી સમસ્યાઓ પણ વધી જાય છે. ત્યાં જ ચીકણી ત્વચા ધરાવતા લોકોને વધુ મુશ્કેલી પડે છે.
ચોમાસાની ઋતુમાં ત્વચાની વધુ કાળજી લેાની જરૂર પડે છે. જો તમને પણ આ ઋતુમાં આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ. જેને તમે ફોલો કરી શકો છો. આ તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખશે.
ચહેરો સાફ કરો
વરસાદની ઋતુમાં પરસેવા અને તેલને કારણે ત્વચા ગંદી થઈ જાય છે. આવામાં સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા, ફેસ વોશથી ચહેરો ધોઈ લો. જો તમારી ત્વચા તૈલી હોય તો તમે જેલ આધારિત અથવા સેલિસિલિક એસિડ યુક્ત ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો.
ટોનરનો ઉપયોગ કરો
તમે આ ઋતુમાં ટોનરનો પણ ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને છિદ્રોને પણ ટાઈડ કરે છે. તમે ચોમાસામાં ગુલાબજળ અથવા એસ્ટ્રિજન્ટ ટોનરનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી ત્વચા પર જામેલી ગંદકી સરળતાથી દૂર થઈ જશે.
મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં
ચોમાસામાં મોઇશ્ચરાઇઝરનો ચોક્કસ ઉપયોગ કરો. ઘણા લોકો માને છે કે ચોમાસામાં મોઇશ્ચરાઇઝરની જરૂર નથી, જે ખોટું છે. આ ઋતુમાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે તેલ-મુક્ત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ શ્રેષ્ઠ છે.
આ પણ વાંચો: જમરૂખ છે ઔષધિય ગુણોનો ભંડાર, ચોમાસામાં ખાવાથી થશે અઢળક ફાયદા
વધુ પાણી પીવો
જોકે દરરોજ મર્યાદિત માત્રામાં પાણી પીવું જોઈએ. આવામાં આ ઋતુમાં પણ પુષ્કળ પાણી પીવું જોઈએ. આ ત્વચાને અંદરથી સાફ કરે છે. તમારે લીલા શાકભાજી અને ફળોનું પણ સેવન કરવું જોઈએ. આ ત્વચાને ચમકદાર અને હાઇડ્રેટેડ રાખે છે.
ડિસ્ક્લેમર: લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લો.