નાકના બ્લેકહેડ્સથી પરેશાન છો તો ડેઇલી રુટીનમાં અપનાવો આ 4 કારગર ઉપાય

જો તમે પણ બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છો તો તમે કેટલાક ખાસ ઉપાય ફોલો કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલાક ખાસ ઉપાય લાવ્યા છીએ, જેને તમે તમારી ડેઇલી સ્કિન કેયર રુટિનમાં સામેલ કરી શકો છો

જો તમે પણ બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છો તો તમે કેટલાક ખાસ ઉપાય ફોલો કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલાક ખાસ ઉપાય લાવ્યા છીએ, જેને તમે તમારી ડેઇલી સ્કિન કેયર રુટિનમાં સામેલ કરી શકો છો

author-image
Ashish Goyal
New Update
nose blackheads

નાક પર જોવા મળતા બ્લેકહેડ્સ ત્વચાની સુંદરતાને બગાડે છે Photograph: (પિન્ટરેસ્ટ)

how to get rid of your nose blackheads : નાક પર જોવા મળતા બ્લેકહેડ્સ ત્વચાની સુંદરતાને બગાડે છે, તેના કારણે આત્મવિશ્વાસમાં ઉણપ આવે છે. બ્લેકહેડ્સને ઘણીવાર લોકો ગંદકી સમજી લેશે. જોકે આવું નથી. સ્કિન કેયર નિષ્ણાંત ડો.નિરુપમા પરવાંડાના જણાવ્યા અનુસાર, તે છિદ્રોમાં જામેલા ઓઇલ અને ડેડ સ્કિનને કારણે થાય છે.

Advertisment

આવી સ્થિતિમાં જો તમે પણ બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છો તો તમે કેટલાક ખાસ ઉપાય ફોલો કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલાક ખાસ ઉપાય લાવ્યા છીએ, જેને તમે તમારી ડેઇલી સ્કિન કેયર રુટિનમાં  સામેલ કરી શકો છો.

દિવસમાં બે વાર ચહેરો ધોઈ લો

બ્લેકહેડ્સથી બચવા માટે ત્વચાને સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં સવારે અને રાત્રે હળવા અને ઓઇલ ફ્રી ફેસવોશથી ચહેરાને ધોઈ લો. જો કસરત પછી તમને વધુ પરસેવો આવે છે તો પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લો.

પોર સ્ટ્રીપનો ઉપયોગ કરો

નાકના બ્લેકહેડ્સને દૂર કરવા માટે તમે પોર સ્ટ્રીપનો ઉપયોગ પણ કરી શકો છો. તેને અઠવાડિયામાં 1-2 વખત લગાવવાથી ત્વચાનું વધારાનું તેલ દૂર થાય છે અને છિદ્રોમાં રહેલી ગંદકી સાફ થાય છે. સ્કિન કેયર વિશેષજ્ઞ ડો.નિરુપમાના જણાવ્યા અનુસાર પોર સ્ટ્રીપ્સનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ નહીં.

Advertisment

આ પણ વાંચો - રાતની વધેલી રોટલીમાંથી બનાવો ક્રિસ્પી રોટી રોલ, જાણો સ્વાદીષ્ટ રેસીપી

ઓઇલ ફ્રી સનસ્ક્રીન લગાવો

ઘણા લોકો તૈલી ત્વચાને કારણે સનસ્ક્રીન છોડી દે છે. જોકે આ યોગ્ય નથી. ઓઇલ ફ્રી સનસ્ક્રીન લગાવવાથી પોર્સ બંધ થતા નથી. આ ત્વચાને પણ સુરક્ષિત રાખે છે.

વારંવાર નાકને સ્પર્શ કરવાનું ટાળો

ઘણા લોકોને વારંવાર નાકને સ્પર્શ કરવાની આદત હોય છે. હાથની ગંદકી અને બેક્ટેરિયા નાકના પોર્સમાં પ્રવેશ કરી શકે છે અને બ્લેકહેડ્સ વધારી શકે છે. આવી સ્થિતિમાં જરૂરી હોય ત્યારે જ ચહેરા અને નાકને સ્પર્શ કરો.

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

જીવનશૈલી