/indian-express-gujarati/media/media_files/2026/02/04/crispy-roti-roll-2026-02-04-17-43-35.jpg)
વધેલી રોટલીઓમાંથી તમે ક્રિસ્પી રોટી રોલ્સ બનાવી શકો છો. Photograph: (nehascookbook)
Crispy Roti Roll Recipe : રોટલી વિના ભારતીય થાળી અધૂરી માનવામાં આવે છે. તે દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. ઘણી વાર રોટલીઓ રાત્રે વધે છે. ક્યારેક તેને ફેંકી દેવામાં આવે છે અથવા કેટલીકવાર ફરીથી ગરમ કરીને સવારે ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે રાત્રે વધેલા રોટલીમાંથી ક્રિસ્પી નાસ્તો બનાવી શકો છો. વધેલી રોટલીઓમાંથી તમે ક્રિસ્પી રોટી રોલ્સ બનાવી શકો છો. તેને ખાટી મીઠી આમલીની ચટણી સાથે પીરસો.
ક્રિસ્પી રોટી રોલ બનાવવાની સામગ્રી
4 વધેલી રોટલી
1 કપ ચણાનો લોટ
1/2 કપ પાણી અથવા જરૂર મુજબ
3 લીલા મરચાં
1 ઇંચ આદુ
5-6 લસણની કળી
2 ચમચી જીરું
1 ચમચી
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી હીંગ
1 ચમચી અજમો
1/2 ચમચી ગરમ મસાલા
1 મોટી ચમચી તલ
1 ચમચી ખાંડ
1 મોટી ચમચી લીંબુનો રસ
1/2 કપ કોથમીરના પાન
1/2 કપ ધાણાના
1 કપ સમારેલા પાલક
તળવા માટે તેલ
રોટલીમાંથી ક્રિસ્પી રોલ્સ બનાવવાની રીત
રોટલીમાંથી ક્રિસ્પી રોલ્સ બનાવવા માટે પહેલા એક મોટા વાસણમાં 1 કપ ચણાનો લોટ લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને જાડું ખીરું બનાવો. તેને 2 મિનિટ સુધી ફેટો જ્યાં સુધી તે હળવું અને ફલેલું ના થાય. પછી બ્લેન્ડરમાં 3 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 5-6 લસણની કળી ઉમેરો. જીરું અને એક ચપટી મીઠું ઉમેરીને બરછટ પેસ્ટ બનાવી લો.
હવે આ પેસ્ટને ખીરામાં ઉમેરી દો. પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, કોથમીર પાવડર, હીંગ, અજમો, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો. પછી તેમાં તલ, ખાંડ, લીંબુનો રસ, ધાણા અને સમારેલા પાલકના પાન ઉમેરો. તેને પણ મિક્સ કરો. તમારું ખીરું તૈયાર છે. હવે એક રોટલી લો અને તેના પર ખીરું પાથરો. આ રીતે બધી રોટલી બનાવી લો.
આ પણ વાંચો - શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને? જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે
હવે તમારે એક પેન લેવું પડશે. તેમાં 3-4 કપ પાણી ઉકાળો. પછી તેમાં છિદ્રવાળી પ્લેટ મૂકો અને તેને તેલથી ગ્રીસ કરો. પછી પ્લેટ પર રોટી રોલ મૂકો. આ પછી ઢાંકીને 12-15 મિનિટ સુધી ઉંચી આંચ પર બાફી લો. જ્યારે રોટીલી સારી રીતે રંધાઈ જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરો અને રોટી રોલને ઠંડી થવા દો. પછી રોટી રોલને મધ્યમ જાડાઈના ટુકડાઓમાં કાપી બાજુ પર રાખો.
હવે તેલ ગરમ કરો અને રોટી રોલને મધ્યમ-ઉંચી ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. બધા રોટી રોલ્સને તે જ રીતે ફ્રાય કરો. આ રીતે રોટી રોલ્સ તૈયાર થઇ જશે. ખાટા-મીઠી આમલીની ચટણી રોટી રોલ્સ સાથે ખાઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us