મોઢામાં પાણી લાવી દે તેવી જામફળ-આમલીની ચટણી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, નોંધી લો રેસીપી

Jaamfal Imli Chutney Recipe: આજે અમે તમને મસાલેદાર જામફળ અને આમલીની ચટણી બનાવવાની ખૂબ જ સરળ રીત વિશે જણાવીશું. આ ચટણી તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી અને તમને ઘણી બધી ફેન્સી સામગ્રીની જરૂર પણ નથી.

Written by Rakesh Parmar
December 08, 2025 18:44 IST
મોઢામાં પાણી લાવી દે તેવી જામફળ-આમલીની ચટણી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, નોંધી લો રેસીપી
જામફળ-આમલીની ચટણી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. (તસવીર: Insta)

ભારતમાં વિવિધ પ્રકારની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ રીતે ખાવામાં આવે છે. ચટણી ખોરાકનો સ્વાદ અનેક ગણો વધારી શકે છે. આજે અમે તમને મસાલેદાર જામફળ અને આમલીની ચટણી બનાવવાની ખૂબ જ સરળ રીત વિશે જણાવીશું. આ ચટણીનો સ્વાદ એટલો અદ્ભુત છે કે તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકમાં તે પ્રિય બની શકે છે. આ ચટણી તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી અને તમને ઘણી બધી ફેન્સી સામગ્રીની જરૂર પણ નથી.

guava Tamarind chutney
જામફળ-આમલીની ચટણી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

પ્રથમ સ્ટેપ: જામફળ અને આમલીની ચટણી બનાવવા માટે પહેલા એક મોટું જામફળ લો. ખાતરી કરો કે તે ખૂબ કાચું કે ખૂબ પાકેલું ના હોય.

બીજું સ્ટેપ: જામફળને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરો. આમલીમાંથી બીજ અને દોરા કાઢી લો અને આમલીનો પલ્પ કાઢો.

ત્રીજું સ્ટેપ: તેના પછી દળવાના પથ્થરને સારી રીતે પાણીથી ધોઈ લો, તેને સૂકવી લો અને પછી તેના પર થોડું સરસવનું તેલ રેડો.

ચોથું સ્ટેપ: સમારેલા જામફળ અને આમલીને દળવાના પથ્થર પર પીસી લો. હવે આ મિશ્રણમાં થોડું સરસવનું તેલ, કાળું મીઠું, સફેદ મીઠું, થોડું લાલ મરચું પાવડર અને થોડી ખાંડ ઉમેરો.

આ પણ વાંચો: વધેલા ભાતમાંથી ટેસ્ટી ઉત્તપમ બનાવવાની રેસીપી

પાંચમું સ્ટેપ: આ બધી સામગ્રીને પીસી લો. ખાતરી કરો કે જામફળ અને આમલીની ચટણીને ખૂબ બારીક પીસશો નહીં.

છઠ્ઠું સ્ટેપ: જો તમને મસાલેદાર ચટણી પસંદ છે તો તમે લીલા મરચાં પણ ઉમેરી શકો છો. તમારી મસાલેદાર જામફળ અને આમલીની ચટણી પીરસવા માટે તૈયાર છે.

હવે તમે આ ચટણીના સ્વાદનો આનંદ માણી શકો છો. રોટલી, પરાઠા અછવા પછી પૂરીની સાથે ચટણીને પીરશી શકાય છે. જામફળ અને આમલીની ચટણીમાં રહેલા તમામ પોષણ તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકાર સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ