scorecardresearch

હેલ્થી પાસ્તા બનાવવા માટે આ કરો ફૉલો ટિપ્સ, જાણો એક્સપર્ટ પાસેથી ફાયદા

How to Make Pasta Healthy :પાસ્તા ( Pasta) રિફાઈન્ડ લોટના બદલે, આખા અનાજ અથવા બાજરી આધારિત પાસ્તા જેવા આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરો ( replace refined flour pasta with whole grain or millet pasta) , જે લીકી ગટ સિન્ડ્રોમને રોકવામાં મદદ કરે છે, પાસ્તાને વધારે હેલ્થી (Healthy) અને ટેસ્ટી બનાવવા માટે મિક્ષ વેજેટેબલ એડ ( add veggies to pasta)કરો.

As per the expert, the recommended serving size for pasta is just 2 ounce
નિષ્ણાતના જણાવ્યા મુજબ, પાસ્તા માટે ભલામણ કરેલ સર્વિંગ કદ માત્ર 2 ઔંસ છે

ઘણા લોકો માટે, પાસ્તા એ બેસ્ટ કમ્ફર્ટ ફૂડ છે જે માત્ર તેમના સ્વાદબડ્સને નહીં પણ તેમના આત્માને પણ સંતોષી શકે છે! અન્ય લોકો માટે, તે એક ઝડપી બની જતી વાનગી છે જે રસોડામાં વધુ સમય વિતાવ્યા વિના બનાવી શકાય છે. જો કે, આપણને પાસ્તા ખાવાનું ગમે તેટલું ગમે, આપણે સ્વાસ્થ્ય પર તેની સંભવિત પ્રતિકૂળ અસરોને નકારી શકીએ નહીં કારણ કે પાસ્તા, જે મેંદાના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. જો કે, આયુર્વેદ નિષ્ણાત ડૉ. ડિમ્પલ જાંગડા પાસે આ ખૂબ જ પ્રિય ઇટાલિયન વાનગીને હેલ્ધી બનાવવાનો સચોટ ઉપાય છે.

પેસ્ટને હેલ્ધી બનાવવાની ટીપ્સ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી . પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “પાસ્તાનો બાઉલ ખાતા પહેલા યાદ રાખવાની ટોચની 3 બાબતો…. જેને આપણે બધા પ્રેમ કરીએ છીએ.”

નિષ્ણાતના જણાવ્યા મુજબ, પાસ્તા માટે ભલામણ કરેલ સર્વિંગ સાઈઝ માત્ર અડધો કપ છે. “પરંતુ આપણે ઘણીવાર દિવસમાં લગભગ 3 કે 4 કપ પાસ્તા ખાઈએ છીએ, જે એક બિનઆરોગ્યપ્રદ આદત છે. તેથી તમારા પાસ્તા સ્વસ્થ અને સ્વાદિષ્ટ છે તેની ખાતરી કરવા માટે અહીં 3 રીતો છે.”

આ પણ વાંચો: પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી

પાસ્તામાં મિક્સ વેજીટેબલ મિક્ષ કરો

એક્સપેર્ટે જણાવ્યું કે, “પાસ્તા ખાતી વખતે, ખાતરી કરો કે કચુંબર ઓર્ડર કરો, પ્રાધાન્યમાં બાફવામાં આવેલ અથવા ઓલિવ તેલ અને જડીબુટ્ટીઓ સાથે તળેલા પસંદ કરો. આ ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. “જેમ કે આપણે ઘણી વખત કાર્બોહાઇડ્રેટ્સના તેના સ્વાદિષ્ટ સ્વાદને કારણે વધારે લેતા હોઈએ છીએ,ખાતરી કરો કે તમારા પાસ્તાને ફાઈબર સાથે સમાન પ્રમાણમાં શાકભાજી સાથે પીરસવામાં આવે છે કે નહિ”

View this post on Instagram

A post shared by DrDimple, Ayurveda & Gut Health Coach (@drdimplejangda)

મેંદાના લોટના પાસ્તાને બદલે બાજરી કે ઘઉંના લોટના પાસ્તા પસંદ કરો:

ડૉ. જાંગડાએ કહ્યું કે, “રિફાઈન્ડ લોટના પાસ્તાને બદલે, આખા અનાજ અથવા બાજરી આધારિત પાસ્તા જેવા આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરો, જે લીકી ગટ સિન્ડ્રોમને રોકવામાં મદદ કરે છે, આખા અનાજ અથવા બાજરી આધારિત પાસ્તા જે પોષક તત્વોથી ભરપૂર છે અને પચવામાં સરળ છે. “આ પ્રકારનો પાસ્તા લગભગ સંપૂર્ણપણે ફાઇબર અને પ્રોટીન ભરપૂર છે અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તેથી, તમારા રિફાઈન્ડ લોટના પાસ્તાને બદલે આખા અનાજ અથવા બાજરી આધારિત પાસ્તાનું સેવન કરો. જે તમારી ભૂખને સંતોષે છે અને વજન વધતું અટકાવામાં મદદરૂપ સાબિત થાય છે.”

આ પણ વાંચો: Juice For High BP: આ ત્રણ પ્રકારના જ્યુસ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં છે કારગર છે,જાણો ફાયદા

ડૉ. જાંગડાએ કહ્યું કે, “લાલ ચટણી ટમેટામાંથી બનાવવામાં આવે છે જે વિટામિન સી અને સાઇટ્રિક એસિડનો સારો સ્ત્રોત છે. જ્યારે, સફેદ ચટણી ડેરી પ્રોડક્ટમાંથી બને છે જેમાં લેક્ટિક એસિડ હોય છે. જ્યારે આ બે એસિડ મળે છે, ત્યારે તે અપાચિત મેટાબોલિક કચરો પેદા કરે છે જે કલાકો સુધી પેટ અને આંતરડામાં રહે છે કારણ કે શરીર તેમાંથી પોષક તત્વોને શોષી શકતું નથી અથવા તેને દૂર કરી શકતું નથી. “એક સમયે એક ચટણી પસંદ કરો અને તેનો સંપૂર્ણ સ્વાદ લો. અને જો તમે ઈટાલિયન ફૂડ ખાવો છો તો તેને ઈટાલિયનની જેમ ખાઓ. ઠંડા ઓલિવ તેલનો ઉપયોગ કરો, જે તમારા જઠરાંત્રિય માર્ગને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે અને પચેલા ખોરાકને સરળતાથી ખસેડવામાં મદદ કરે છે, આમ, પાસ્તાને તમારા આંતરડામાં કલાકો સુધી રાખતા અટકાવે છે. અને સરળતાથી પછી જાય છે.”

Web Title: How to make pasta healthy add veggies whole grain or millet avoid red and white sauce health tips ayurvedic life style

Best of Express