આ આસન કરવાથી દૂર રહેશો 10 બીમારીઓથી, જાણો યોગ ગુરુ શું કહે છે

surya mudra benefits: સૌથી પહેલા આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ, જમીન પર મેટ કે આસાન પાથરીને બેસવું જોઈએ. પોતાના બંનેવ હાથને જાંઘ કે પછી ઘૂંટણ પર રાખવા જોઈએ. હથેળીઓને ઉપરની બાજુએ રાખવી. આંખો બંધ કરવી અને ઊંડા શ્વાસ લેવા.

Written by shivani chauhan
December 05, 2022 10:10 IST
આ આસન કરવાથી દૂર રહેશો 10 બીમારીઓથી, જાણો યોગ ગુરુ શું કહે છે
પ્રતિકાત્મક છબી

ભારતીય શાસ્ત્રોમાં યોગને ખુબજ મહત્વ આપેલું છે. પુરાણોમાં પણ યોગનું મહત્વ જોવા મળે છે. યોગ ઘણી બીમારીઓમાંથી મુક્તિ આપાવે છે. જાણો યોગ કરવાથી કઈ કઈ બીમારીઓમાંથી છુટકારો મળી શકે છે.

Surya Mudra Benefit : શરીરને ફિટ રાખવા માટે ઘણા પ્રકારની મુદ્રા છે જેના અલગ અલગ ફાયદા પણ છે. સૂર્ય મુદ્રાહાથની એ મુદ્રા છે જે અગ્નિ તત્વોનો વિસ્તાર કરે છે અને શરીરથી પૃથ્વી તત્વનો નાશ કરે છે. આ મુદ્રાને ‘અગ્નિ મુદ્રા’ ના નામે પણ ઓળખ છે.

સૂર્ય મુદ્રા બને હાથની અનામિકાને વાળીને અંગુઠા પર રખાય છે. અનામિકાની ટોચ પર અંગુઠાનું હળવું દબાણ અગ્નિ તત્વ દ્વારા પુરથી તત્વનો પણ વિનાશ કરે છે. આ આસન તમને સ્વાસ્થ્ય રાખે છે. આવો જાણીએ બાબ રામદેવ પાસેથી યોગના અદભુત સ્વાસ્થ્ય લાભો વિષે

આ પણ વાંચો: શિયાળામાં જોઈન્ટ પેઈનથી છુટકારો મેળવવા ઈચ્છો છો ? જાણો ઘરેલુ ઉપાયો

સૂર્યમુદ્રાના લાભ

આ મુદ્રા કરવાથી વજન ઘટે, ડાયાબિટીસને કંટ્રોલ કરે, થાઇરોઇડમાં સુધાર, ચયાપચય, કબજિયાત, ખાંસી, PCOS, તાવ, શરીરમાં દુખાવો, સોજો આવવો અને ગેસ્ટ્રીક સમસ્યાઓમાં મદદ કરે છે. એટલે કે કફથી થતી મોટાભાગની બીમારીઓમાં પીટીત લોકો માટે આ એક મહત્વનું આસાન છે. આ મુદ્રાને કર વાથી તમારું ફોક્સ, આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા પણ સ્વસ્થ રહે છે, અને તણાવમુક્ત અને ડિપ્રેશનથી પણ મુક્ત કરે છે.

સૂર્ય મુદ્રા કેવી રીતે કરવી:

પ્રથમ ચરણ: સૌથી પહેલા આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ, જમીન પર મેટ કે આસન પાથરીને બેસવું જોઈએ. પોતાના બંનેવ હાથને જાંઘ કે પછી ઘૂંટણ પર રાખવા જોઈએ. હથેળીઓને ઉપરની બાજુએ રાખવી. આંખો બંધ કરવી અને ઊંડા શ્વાસ લેવા.

આ પણ વાંચો: શિયાળામાં નબળી ઈમ્યુનીટીના લીધે બીમારીઓનું જોખમ વધે છે, જાણો તેના અસરદારક ઉપાયો વિષે

બીજું ચરણ:

ત્યારબાદ બને હાથની અનામિકા આંગળીને વાળીને અંગુઠાથી હળવું દબાણ આપવું, જો તમે પહેલી વાર યોગ કરો છો તો યોગ કરતી વખતે તમને દુખાવો કે બેચેની થવી સામાન્ય છે. પોતાની અનામિકાને એ રીતે રાખવી જેથી ઉપરની બાજુએ તમારા અંગુઠાના આધારને સ્પર્શ કરે. બાકી આંગળીઓને ફેલાવીને ટાઈટ રાખવી જોઈએ.

ત્રીજું ચરણ:

પોતાના અંગૂઠાનો ઉપયોગ કરીને અનામિકા પર જેટલું દબાણ સહન કરી શકો તેટલું દબાણ આપવું જોઈએ. તમે જેટલું દબાણ આપશો, એટલું તમારું અગ્નિ તત્વ વધશે. પરંતુ વધારે દબાણ આપવું નહિ, આ પ્રક્રિયા બીજી આંગળીઓ સાથે પણ કરો.

સૂર્ય મુદ્રા કરતી વખતે આ વાતોનું ધ્યાન રખવું જોઈએ:

આ મુદ્રાનો અભ્યાસ રોજિંદા લગભગ 30 થી 45 મિનિટ સુધી કરવાની સલાહ અપાય અપાય છે. જો તેને એકવારમાં 10 થી 15 મિનિટ માટે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો. તેનો ખુબજ વધારે અભ્યાસ ન કરવો જોઈએ કેમ કે તેનાથી શરીરમાં અત્યંત ગરમી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ