/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-colour-remove-tips-2026-02-27-12-17-06.jpg)
Holi Colour Remove Tips : હોળીના રંગ સાફ કરવાની રીત. Photograph: (Freepik)
How To Remove Holi Colors Form Face And Boay : હોળી ધુળેટી રંગોને તહેવાર છે. હોલીકા દહન બાદ બીજા દિવસે ધુળેટી પર પ્રિયજનોને રંગ લગાવી તહેવારની ઉજવણી કરવામાં આવી છે. હોળી ધુળેટી રમવાની પહેલા અને પછી ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. ઘણી વખત હોળીના રંગ ચહેરા, ગરદન અને હાથ અને નખ માંથી સાફ કરવા મુશ્કેલ હોય છે. રંગ સાફ કરવા માટે જો વધારે ઘસવામાં આવે તો ચામડી ઘસાઇ જવાની અને બળતર થવાની શક્યતા રહે છે. અહીં હોળીના રંગ સાફ કરવા માટે સરળ ઘરેલુ નુસ્ખા આપ્યા છે, જે તમારી ત્વાચને પણ સુરક્ષિત રાખશે.
10 મિનિટ આ ઉબટન વડે સ્ક્રબ કરો
હોળી પર રંગો વડે રમ્યા બાદ, લાલ પીળા કલર શરીર પરથી સાફ કરવા જરૂરી હોય છે. આ રંગોને સાફ કરવા માટે, તમે ચણાનો લોટ, હળદર અને દહીંની પેસ્ટ બનાવી આખા શરીર પર ઘસો અને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ પાણી વડે ધોઇ લો.
નખ માંથી રંગ કેવી રીતે સાફ કરવા
હોળી રમ્યા બાદ નખ પર પણ રંગ લાગી જાય છે. જો હોળીનો રંગ તમારા હાથના નખ પર લાગ્યો હોય તો તો તમારે એલોવેરા જેલ અને લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું જોઈએ અને તેને કોટન વડે નખ પર લગાવવું જોઈએ. આમ કરવાથી નખમાં લાગેલો રંગ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.
નારંગીની છાલનો ઉપયોગ કરો
હોળીના રંગ સાફ કરવા માટે તમે નારંગીની છાલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે નારંગીની છાલને સૂકવી પાઉડર બનાવો. પછી દહીં સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ હાથની ડેડ સ્કીન દૂર કરશે, ત્વચા નરમ અને ચમકદાર થશે. જો તમે હોળી રમ્યા પછી આ સ્ક્રબનો ઉપયોગ કરો છો, તો તમારા હાથમાંથી રંગ સાફ થઇ જશે.
આ મિશ્રણમાં તમારા હાથ ડુબાડો
હાલ હોળીના રંગોમાં કેમિકલ હોય છે, જેના કારણે હાથની ત્વચા ઘસાઇ જાય છે. આવી સ્થિતિમાં, ભૂલથી સ્ક્રબનો ઉપયોગ ન કરો અને હાથ પર દેશી ઘી લગાવો. તમે પાણીમાં દૂધ ઉમેરી તેની અંદર હાથ બોળી શકો છો. જો તમે આ નિયમિતપણે કરો છો, તો તમને ઘણા ફાયદા મળશે.
હાથ પર મધ લગાવો
આખો દિવસ હોળી રમ્યા બાદ રંગને કારણે હાથ ખરબચડા થઈ જાય છે. આવા કિસ્સામાં, તમારે મધ લગાવવું જોઈએ. તમે મધમાં થોડી હળદર પણ મિક્સ કરી શકો છો. તે એન્ટિસેપ્ટિક છે અને બળતરા ઘટાડે છે. .
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-skin-and-hair-care-tips-2026-02-27-12-18-17.jpg)
એલોવેરા જેલથી મસાજ કરો
એલોવેરા સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. જો હોળી રમ્યા બાદ તમારા હાથ રંગોના કારણે શુષ્ક થઇ જાયતો, તો એલોવેરા જેલથી હાથની માલિશ કરવી જોઈએ. તમે એલોવેરા જેલમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આ તમારા હાથની ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરશે.
મધ અને કોફી પણ અસરકારક
હોળી રંગ રમ્યા બાદ ઘણીવાર હાથ ખરબચડા થઈ જાય છે. આવી સ્થિતિમાં, થોડા સમય માટે મીઠાના પાણીમાં હાથ ડૂબાડો અને પછી હાથ પર કોફી વડે સ્ક્રબ કરો. આ માટે કોફી પાવડરમાં મધ મિક્સ કરીને તમારા હાથમાં લગાવો. તેનાથી હાથની ડેડ સ્કીન દૂર થઈ જશે, તેમજ તમારા હાથની ત્વચા સુંદર દેખાવા લાગશે.
આ પણ વાંચો | હોળી ધુળેટી રમવા માટે ઘરે બનાવો કેમિકલ ફ્રી હર્બલ કલર, કોઇ આડઅસર નહીં
ગરમ પાણી ટાળો : શરીર પરથી રંગ સાફ કરવા માટે હૂંફાળું અથવા ઠંડુ પાણી વાપરો. હકીકતમાં ગરમ પાણી શરીરના છિદ્રોમાં રંગને જામ કરી શકે છે.
ભારપૂરવક ઘસવં નહીં: જો હોળીના રંગ એક જ વારમાં ન ઉતરે, તો તેને રહેવા દો. રંગ સાફ કરવા માટે ચામડીને ભારપૂર્વક ઘસવી નહીં. દરરોજ સ્નાન કરવાથી તે 2-3 દિવસમાં કુદરતી રીતે રંગ સાફ થઈ જશે.
મોઇશ્ચરાઇઝ લગાવો : હોળીનો રંગ સાફ કર્યા બાદ ચહેરા, ગરદન, હાથ અને પગ પર પુષ્કળ મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાવો. તેનાથી ત્વચા નરમ રહેશે અને બળતરા પણ નહીં થાય.
આ પણ વાંચો | હોળી ધુળેટી રમતા પહેલા અને પછી કરો આ 8 કામ, ત્વચા અને વાળ રહેશે સલામત
વાળ માંથી રંગ કેવી સાફ કરવો?
વાળ માંથી હોળીના રંગ સાફ કરવાથી મુશ્કેલી હોય છે. આથી હોળી રમવાની પહેલા વાળમાં નારિયેળ તેલ કે સરસવનું તેલ લગાવો. જેથી રંગ વાળ અને માથાની ચામડીમાં ચોંટશે.
હોળી રમ્યા બાદ વાળ માંથી રંગ સાફ કરવો જરૂરી છે, નહીંત્તર વાળને નુકસાન થઇ શકે છે. તેની માટે સાદા પાણી વડે વાળ સાફ કરો. પછી શેમ્પૂ લગાવીને વાળને સારી રીતે ધોઇ લો. છેલ્લે કન્ડિશનર લગાવી ફરી વાળને ધોવો. આમ કરવાથી વાળ માંથી રંગ નીકળી જશે. વાળ ધોયા બાદ સારી રીતે સુકવવા દો.
હોળી ધુળેટી રંગ અને પ્રેમનો તહેવાર છે. આ તહેવાર પર પ્રિયજનોને રંગ લગાવવાની પરંપરા છે. જો કે હાલ બજારમાં વેચાતા કલરમાં કેમિકલ, હેવી મેટલ તત્વો હોય છે, જે ત્વચા અને આંખ માટે હાનિકારક હોય છે. આવા કેમિકલવાળા કલરથી સ્કીન એલર્જી, આંખોમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં હોળી ધુળેટી પર કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો જોઇએ. વધુ વાંચવા અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us