મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી? ઇન્ટરનેશનલ યોગા ડે પહેલા જાણો આ જરૂરી વાતો

Meditation tips : ધ્યાન એટલે મેડિટેશન જેમાં વ્યક્તિ આવતા-જતા શ્વાસો પર ધ્યાન આપીને મનને સ્થિર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ, મનને સ્થિર રાખવું એ સરળ કાર્ય નથી કારણ કે મનમાં આવતા અને જતા વિચારો આપણને વિચલિત કરે છે. આવી સ્થિતિમાં તમે આ ટીપ્સની મદદથી ધ્યાન શરૂ કરી શકો છો

Written by Ashish Goyal
June 18, 2024 22:03 IST
મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી? ઇન્ટરનેશનલ યોગા ડે પહેલા જાણો આ જરૂરી વાતો
ધ્યાન એટલે મેડિટેશન જેમાં વ્યક્તિ આવતા-જતા શ્વાસો પર ધ્યાન આપીને મનને સ્થિર કરવાનો પ્રયાસ કરે છે (તસવીર - કેનવા)

Morning Mantra: 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દિવસે વિશ્વભરના લોકો સાથે મળીને યોગ કરે છે અને વિશ્વભરમાં શરીર અને મન બંનેથી સ્વસ્થ રહેવા માટે યોગને પ્રોત્સાહિત કરે છે. પણ યોગ કરતા પહેલા તમારે સૌથી પહેલા જાણી લેવું જોઈએ કે ધ્યાન કેવી રીતે કરવું.

ધ્યાન એટલે મેડિટેશન જેમાં વ્યક્તિ આવતા-જતા શ્વાસો પર ધ્યાન આપીને મનને સ્થિર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ, મનને સ્થિર રાખવું એ સરળ કાર્ય નથી કારણ કે મનમાં આવતા અને જતા વિચારો આપણને વિચલિત કરે છે. આવી સ્થિતિમાં તમે આ ટીપ્સની મદદથી ધ્યાન શરૂ કરી શકો છો.

મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી

  • મેડિટેશન શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે આખા દિવસમાં 20 મિનિટ ફિક્સ કરવી પડશે. ધ્યાન રાખો કે દરરોજ તે જ સમયે મેડિટેષન માટે બેસો.
  • આ પછી કોઈ શાંત સ્થળ પસંદ કરો જ્યાં તમે મેડિટેશન કરતી વખતે એકદમ આરામદાયક હોવ.
  • એકવાર તમે આરામદાયક થઈ જાઓ પછી તમારી આંખો બંધ કરો અને પછી તમારી દરેક ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • તમારી નીચે કાર્પેટ, મેટ અથવા રજાઇ કેવી દેખાય છે તેના પર ધ્યાન આપો. તમે શું સાંભળી શકો છો? તમને શેની ગંધ આવે છે? શું તમારા મોંમાં કોઈ ખાસ સ્વાદ છે?
  • આમ કરવાથી તમે તમારા શરીર સાથે વધુ જોડાયેલા અનુભવો છો અને તમારા મનમાં ફરતા વિચારોથી ઓછી બેચેની અનુભવશો.
  • હવે જ્યારે 10 દિવસ પસાર થઇ જાય અને તમે આ જગ્યાથી આદત થઇ જાય તો પછી તમારા શ્વાસ પર ધ્યાન આપવાનું શરૂ કરો.
  • પોતાની આંખો બંધ કરીને, ફક્ત શ્વાસ લો અને પછી શ્વાસ છોડો.
  • લગભગ 20 મિનિટ સુધી મનમાં આ શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરતા રહો અને આ પ્રવૃત્તિ કરો.
  • આ કામ 10 દિવસ સુધી કરો તો હવે તમને લાગશે કે તમારું ફોકસ શરૂ થઇ ગયું છે.
  • હવે તમે શાંતિથી 20 મિનિટ સુધી સંપૂર્ણ મેડિટેશન કરી શકશો.

આ પણ વાંચો – આ ડ્રિંક્સ તમને આકરા તાપ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, નોંધી લો રેસિપી અને સવારે સૌથી પહેલા બનાવીને પીવો

મેડિટેશન કરતી વખતે શું વિચારવું જોઈએ

  • મેડિટેશન કરતી વખતે તમારે ફક્ત 3 કામ કરવાના છે.
  • સૌથી પહેલાં તો આંખો બંધ કરી દો અને બંને ભમરની મધ્યમાં કેન્દ્રિત કરવાની પ્રેક્ટિસ કરવાની છે.
  • તમે શું સાંભળી રહ્યા છો તે જોવા માટે બીજા કાન પર ધ્યાન આપો.
  • આ પછી તમારા આવતા અને જતા શ્વાસ પર ધ્યાન આપતા રહો.

આ બધી બાબતો પર ધ્યાન આપીને તમે મેડિટેશન કરી શકો છો. તો જો તમે હજુ સુધી મેડિટેશન કરવાનું શરૂ ન કર્યું હોય તો શરૂ કરી દો અને આ ટિપ્સ પર ખાસ ધ્યાન આપો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ