ક્યારેક અચાનક આપણી જમણી કે ડાબી આંખ ફરકવા લાગે છે. ક્યારેક તે જાતે ફરકવાનું બંધ કરી દે છે. પરંતુ ક્યારેક આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. લોકોમાં આંખ ફરકવા વિશે ઘણી માન્યતાઓ છે. કેટલાક માટે તે શુભ માનવામાં આવે છે અને કેટલાક માટે તે અશુભ માનવામાં આવે છે.
ત્યાં જ વૈજ્ઞાનિક રીતે માયોકિમિયાને આંખ ફરકવા માટે જવાબદાર કહેવામાં આવે છે. જ્યારે આંખ ફરકવા લાગે છે, ત્યારે આંખોની આસપાસના સ્નાયુઓ અનિયંત્રિત રીતે સંકોચન અને વિસ્તરણ કરવાનું શરૂ કરે છે. કારણ ગમે તે હોય, જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં અમે તમને જણાવીશું કે જો આંખ સતત ફરકતી રહે તો શું કરવું. આ પદ્ધતિઓ અપનાવવાથી તમને તેનાથી રાહત મળી શકે છે.
આંખ ફરકવાનું કેવી રીતે બંધ કરવું?
જો તમારી આંખ સતત ફરકતી રહે છે, તો તમારે અસરગ્રસ્ત વિસ્તારમાં હળવું ગરમ કોમ્પ્રેસ લગાવવું જોઈએ. આનાથી સ્નાયુઓને રાહત મળશે. આ સાથે સ્નાયુઓમાં ખેંચાણ પણ ઓછી થશે.
પૂરતી ઊંઘ લો
કેટલીકવાર આંખ અથવા પાંપણ ફરકવાની સમસ્યા ઊંઘના અભાવે પણ થઈ શકે છે. તેથી જ્યારે પણ તમને આવી સમસ્યા હોય ત્યારે તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આમ કરવાથી તમને રાહત મળશે.
વધુ પડતી ચિંતા કરશો નહીં
વધારે પડતો તણાવ પણ આંખ ફરકવાનું કારણ બની શકે છે. માટે જ્યારે પણ પાપણ અથવા આંખ સતત ફરકવા લાગે તો તેને રોકવા માટે તમે તણાવ દૂર કરનારી રીતો અપનાવવી જોઈએ. કસરત પણ કરી શકો છો.
આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ત્રણ પ્રકારની રોટલી, ખાનારા થઈ જશે ખુશ
કેફીનનું સેવન ના કરો
જો તમને આંખ ફરકવાની તકલીફ વારંવાર થઈ રહી છે તો તમારે કેફીનનું સેવન બંધ કરી દેવું જોઈએ. આ સાથે જ તમારે ડોક્ટકની સલાહ પર હાઈડ્રેટિંગ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ.
ધ્યાન આપવા જેવી બાબત: ઘણી વત આંખ અથવા પાંપણો ફરકવું આપમેળે જ ઠીક થઈ જાય છે. તમે ઉપર આપવામાં આવેલી રીતોને ફોલો કરી શકો છો. પરંતુ તે છતા લાંબા સમય સુધી તમારી આંખ ફરકે છે અથવા તમારો ચહેરો અસામાન્ય રીતે હલતો હોય તેવું અનુભવાય અથવા તમે આંખો ખોલી શક્તા નથી તો તમારે આંખના સર્જનની સલાહ લેવી જોઈએ.
Disclaimer: આ આર્ટિકલમાં લખવામાં આવેલી સલાહ માત્ર સામાન્ય જાણકારી છે. કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા સલાહ માટે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.