Cooking Tips: આદુ લણસની પેસ્ટ સ્ટોર કરવાની 3 સરળ રીત, લાંબા સમય સુધી ફ્રેશ રહેશે

Ginger Garlic Paste Storage Tips At Home: આદુ લસણની પેસ્ટ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારે છે. આદુ લસણની પેસ્ટ ઝડપથી બગડી જાય છે અને જ્યારે દરરોજ ફ્રેશ બનાવવી મુશ્કેલ હોય છે. અહીં આદુ લસણી પેસ્ટ સ્ટોર કરવાની 3 સરળ રીત આપી છે, જે પેસ્ટને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

Ginger Garlic Paste Storage Tips At Home: આદુ લસણની પેસ્ટ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારે છે. આદુ લસણની પેસ્ટ ઝડપથી બગડી જાય છે અને જ્યારે દરરોજ ફ્રેશ બનાવવી મુશ્કેલ હોય છે. અહીં આદુ લસણી પેસ્ટ સ્ટોર કરવાની 3 સરળ રીત આપી છે, જે પેસ્ટને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

author-image
Ajay Saroya
New Update
Ginger Garlic Paste preserve tips | Ginger Garlic Paste Storage Tips | Cooking Tips

Ginger Garlic Paste Preserve Tips : આદુ લસણ પેસ્ટ સ્ટોર કરવાની રીત. Photograph: (Freepik)

Ginger Garlic Paste Storage Tips At Home: આદુ લસણની પેસ્ટ ભોજનનો સ્વાદ અને સુગંધ બંને વધારેછે. આમ તો તેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજી બનાવવામાં થાય છે. જો કે, દરરોજ આદુ લસણની પેસ્ટ બનાવવી બહુ જ મુશ્કેલ હોય છે. આથી ઘણી વખત લોકો વધારે પેસ્ટ બનાવી લે છે, પરંતુ યોગ્ય રીતે સ્ટોર ન કરવાના કારણે ઝડપથી બગડી જાય છે.  

Advertisment

જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરો છો, આ લેખ તમને મદદરૂપ થશે. અહીં આદુ લસણની પેસ્ટ સ્ટોર કરવાની સાચી જણાવી છે, જેનાથી તે ઝડપથી બગડશે નહીં અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો

આદુ લસણની પેસ્ટને સ્ટોર કરવા માટે તમે એર ટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. જો કે, કન્ટેનરમાં સ્ટોર કરતી વખતે તેમા પાણી ન હોય તેની કાળજી લો. હકીકતમાં, પાણીના કારણે પેસ્ટ ઝડપથી બગડે છે. એરટાઇટ કન્ટેનરમાં ભર્યા પછી પેસ્ટ ફ્રીજમાં મૂકી રાખો.

આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે

તેલનું પાતળું સ્તર ઉમેરો

તમે આદુ લસણની પેસ્ટની સપાટી ઉપર સરસવ અથવા રિફાઇન્ડ તેલનું પાતળું સ્તર કરી શકો છો. તેલ પેસ્ટની ટોચ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે, જે તેને લાંબા સમય સુધી બગડતા અટકાવે છે. તેલને કારણે, પેસ્ટ ઓક્સિજનના સીધા સંપર્કમાં આવતી નથી, જે બેક્ટેરિયા અને ફૂગ ઉત્પન્ન થવાની પ્રક્રિયા ધીમી કરે છે.

Advertisment

આ પણ વાંચો | સૂજી ચીલા સવારના નાસ્તા માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી, 10 મિનિટમાં બની જશે

આઇસ ટ્રેમાં ફ્રીઝ કરો

જો તમે આદુ લસણની પેસ્ટને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હો, તો તમે તેને આઇસ ક્યુબ ટ્રેમાં મૂકી તેને ફ્રીઝરમાં ફ્રીઝ કરી શકાય છે. આ પેસ્ટના ક્યૂબ જમ્યા બાદ તેને ટ્રે માંથી કાઢી લો અને ઝિપ લોક બેગમાં સ્ટોર કરી શકાય છે. હવે જ્યારે શાક બનાવો ત્યારે ઝિપ લોક બેગ માંથી 1 - 2 ક્યૂબ કાઢીને વાપરો. બાકીના બચેલા ક્યૂબને ફરી ફ્રિજરમાં મૂકી દો.

ભોજન રેસીપી જીવનશૈલી