/indian-express-gujarati/media/media_files/2026/02/19/how-to-use-sour-milk-2026-02-19-16-36-01.jpg)
How To Use Sour Milk : દૂધ થોડું ખાટું થઈ જાય છે તો તેને ફેંકી દેવાને બદલે તમે તેનો કેટલીક રીતે ઉપયોગ કરી શકો છો Photograph: (ફ્રીપિક)
How To Use Sour Milk : દૂધમાં કેલ્શિયમ ઉપરાંત ઘણા પ્રકારના પોષક તત્વો ભરપૂર હોય છે. ઠંડા હવામાનમાં દૂધ ઝડપથી બગડતું નથી. જોકે હવે ઋતુ બદલાઈ રહી છે અને ગરમીની શરૂઆત થઇ રહી છે. જો દૂધ ઉકાળવામાં મોડું થાય છે અથવા દૂધને ગરમ જગ્યાએ છોડી દેવામાં આવે છે તો તે ખાટું થઇ જાય છે અથવા ફાટી પણ જાય છે.
ઘણી વખત અન્ય કારણોસર દૂધનો સ્વાદ સહેજ ખાટો થઇ જાય છે. આવી સ્થિતિમાં જો દૂધ થોડું ખાટું થઈ જાય છે તો તેને ફેંકી દેવાને બદલે તમે તેનો કેટલીક રીતે ઉપયોગ કરી શકો છો. ચાલો તેના વિશે જાણીએ છીએ.
દૂધ ખાટું કેમ થઇ જાય છે?
દૂધમાં કોઈ પણ કારણસર તેની મીઠાશ ખતમ થવા લાગે છે અને દૂધ ખાટું બનવા લાગે છે. દૂધમાં હાજર ફાયદાકારક બેક્ટેરિયા (પ્રોબાયોટિક્સ) દૂધમાં હાજર ખાંડ (લેક્ટોઝ)નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આને કારણે તેની મીઠાશ ગાયબ થવા લાગે છે. જો દૂધ થોડું ખાટું હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. ફક્ત એ ધ્યાનમાં રાખવું પડે કે તેમાં કોઈ ફફૂંદી અથવા અજીબ પરત દેખાઇ રહી નથીને.
છાશ બનાવો
જો દૂધ ખાટું થઇ જાય છે તો તમે તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરીને છાશ બનાવી શકો છો.
પેનકેક
ખાટો દૂધનો ઉપયોગ તમે પેનકેકનું બેટર બનાવવા માટે કરી શકો છો. સારા સ્પંજ માટે બેકિંગ સોડા અવશ્ય ઉમેરો.
મેરિનેશન
ખાટા દૂધનો ઉપયોગ તમે ડિશની મેરિનેશનમાં કરી શકો છો. તેનાથી ખોરાકનો સ્વાદ અકબંધ રહેશે.
લોટમાં મિક્સ કરો
નરમ અને સ્વાદિષ્ટ પુરી બનાવવા માટે તમે લોટમાં ખાટું દૂધ ઉમેરી શકો છો. તેનાથી પ્રોટીનની માત્રા પણ વધશે.
આ પણ વાંચો - તમે ભેળસેળવાળી ખજૂર તો ખાતા નથીને, આ રીતે અસલી ખજૂરની ઓળખ કરો
વેજીટેબલ ગ્રેવી
જો દૂધ ખાટું થઈ જાય છે તો તમે તેને શાકભાજીની ગ્રેવીમાં ઉમેરી શકો છો. આ જાડી ગ્રેવી બનાવે છે.
સૂપમાં ઉમેરો
ખાટું દૂધ ઉમેરીને તમે ક્રીમી ટેક્સચર અને સહેજ ખટાશ વાળો સૂપ તૈયાર કરી શકો છો.
પનીર
જો દૂધ વધુ પડતું ખાટું થાય તો તેમાં લીંબુ ઉમેરી તેને મલમલ અથવા પાતળા સુતરાઉ કપડામાં લપેટી પનીર બનાવી શકો છો.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us