વેલેન્ટાઇન વીકમાં આવતો દરેક દિવસ ખાસ હોય છે. આ દિવસોને લોકોમાં લઇને અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. આ સિલસિલાામં 12 ફેબ્રુઆરીએ હગ ડે (Hug Day 2023) મનાવવામાં આવે છે. એકબીજાને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. એક જાદૂની ઝપ્પી ખરેખર જાદૂ કરી શકે છે. હગ ડે (Hug Day) કપલ્સની વચ્ચે પ્રેમના એ પરિમાણને સ્પર્શ કરે છે, જે તેમના બૉન્ડને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ રોમાન્સને જાળવી રાખે છે. કોઈને ગળે લગાવવાના સાયન્ટિફિકલી પણ એટલા જ ફાયદા છે, એટલે જ હગ ડે સ્પેશિયલ છે. જો તમે એકવાર હગ કરવાના ફાયદા જાણી લેશો તો પાર્ટનરને રોજ હગ કરશો.

જ્યારે આપણે કોઈને આલિંગન કરીએ છીએ તો આપણા શરીરમાં અનેક હૉર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જેને ગુડ હોર્મોન્સ કહેવામાં આવે છે. આવા હોર્મોન્સથી આપણને ખુશી મળે છે. સાથે જ તમારા પ્રિય પાત્ર સુધી તમારા દિલની ધડકન અને વાત પહોંચી જાય છે. સાથે જે ઉષ્મા મળે છે તે સંબંધોને મજબૂત બનાવે છે.
સાયન્સ અનુસાર, જાદૂની જપ્પી આપવાથી તણાવ પણ ઓછો થાય છે. જો કોઈની સાથે મતભેદ હોય તો, તમે ગળે મળીને ફરિયાદો દૂર કરી શકો છો. એટલું જ નહીં જ્યારે પણ આપણે કોઈ યાર-દોસ્તને લાંબા સમય બાદ મળીએ છીએ ત્યારે પણ આપણે તેને ગળે લગાવીએ છીએ. કોઈને ગળે લગાવવાથી વધુ સુખદાયક અને સંતોષજનક કાંઈ જ નથી. કોઈને 20 સેકંડથી વધુ સમય સુધી ગળે લગાવવાથી મગજ અને શરીરમાં ફિલ ગુડ ફેક્ટર પ્રભાવ પડે છે અને તમે ખુશીની સાથે સ્વસ્થ મહેસૂસ કરો છે.
જો તમે તમારા પ્રેમી અને જીવનસાથી સાથે છો અને તમારી પાસે પ્રાઈવેટ સ્પેશ છે, તો કસીને તેમને ભેટી લો. થોડીક મિનિટો આ નિકટતાનો આનંદ લો. જો તમે સાર્વજનિક જગ્યા છે તો કેટલીક સેકંડ સુધી હગ કરીને તમારી ભાવનાને વ્યક્ત કરી શકો છો. જો તમે તમારા ખાસ મિત્રને હગ કરી રહ્યો છો તો, નાનકડી હળવી જપ્પી આપી શકો છો. મિત્રોને હગ કરવા ઈચ્છો છો, તો સાઈડ હગ કરો. જેથી તે વધુ આત્મીય નહીં લાગે પરંતુ તમારી મિત્રતાનો સંદેશ પહોંચી જશે. જો તમે તમારા દૂરના મિત્ર કે પરિવારના કેટલાક ખાસ લોકોને હગ કરવા માંગો છો તો એક ફૉર્મલ એવું સાઈડ હગ કરી શકો છો. જેમાં તમારા ખભા એકબીજાને ટચ થાય.

આ પણ વાંચો: Yoga darshan vajrasana : ‘વજ્રાસન’ કરવાની રીતે અને તેના ફાયદાઓ
જો તમારા સંબંધો નવા-નવા છે અને એકબીજા સાથે કમ્ફર્ટેબલ થવાનો પ્રયાસ કરી રહ્યો છો તો, ગળે મળવાથી તમે શરૂઆત કરી શકો છો. હગ ડે (Hug Day) એક સ્ટેપ છે પોતાના પ્રેમને ધીરે-ધીરે આગળ વધારવાનો. એવા કપલ જે રિલેશનશિપના શરૂઆતના તબક્કામાં છે તેમને ઘણીવાર ફિઝિકલ ઑક્વર્ડનેસ ફીલ થાય છે. પ્રેમાળ જપ્પી તમારા વચ્ચેના અંતરને ઓગાળવામાં મદદ કરશે. આમ, હગ એ એક ચેષ્ટા માત્ર નથી, સંવેદના વ્યક્ત કરવાનું સબળ માધ્યમ છે. તો આ હગ ડે (Hug Day) પર તમારા પાર્ટનરને આપો ટાઈટ હગ અને સંબંધોને આપો નવું બળ.