scorecardresearch

Yoga darshan vajrasana : ‘વજ્રાસન’ કરવાની રીતે અને તેના ફાયદાઓ

Yoga darshan vajrasana benefits : ‘વજ્રાસન’ vajrasana yoga Steps)આસનનો અભ્યાસ કરવાથી સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો થાય છે અને પેટ સંબંધિત વિકારો મટે (vajrasana yoga benefits) છે.

Yoga darshan vajrasana yoga
યોગ દર્શન | વજ્રાસન યોગ અને તેના ફાયદાઓ

Yoga darshan vajrasana benefits: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘વજ્રાસન’ આસન (vajrasana yoga Steps) વિશે જાણકારી મેળવીશું. ‘વજ્રાસન’ (vajrasana pose yoga)નો અભ્યાસ કરવાથી સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો થાય છે તેમજ પાચન ક્રિયા સુદ્રઢ બનવાની સાથે ગેસ સહિત પેટના વિકારોની સમસ્યા મટે છે. તો ચાલો જાણીયે ‘વજ્રાસન’ કરવાની રીત (vajrasana yoga tips) અને તેના ફાયદાઓ (vajrasana yoga benefits) વિશે…

આસન પરિયય – ‘વજ્રાસન’

‘વજ્રાસન’ કરવાની રીતઃ-

સર્વ પ્રથમ જમીન પર બેસવું. (નીચે આસન કે મેટ રાખીને બેસવું) બંને પગને ઘુંટણમાંથી વાળીને કમર તરફ લઇ જવા. એડી તળીયા પજા કમરના ભાગ સાથે ઉપરની બાજુએ રહે તેવી રીતે બેસવું. બંને પગના ઘુંટણ એક લાઇનમાં રાખવા તથા પાછળની એડી અને પંજાનો ભાગ ભેગો રાખવો. બંને હાથ સાથળ પર મુકવા અથવા મુદ્રામાં રાખવા.

‘વજ્રાસન’ ક્યારે અને કેટલી વખત કરવું?

‘વજ્રાસન’ આસન કોઇ પણ સમયે કરી શકાય છે. ખાસ કરીને જમ્યા પછી ખુબ જ લાભદાયી રહે છે. (4થી 5 મિનિટ કરવું)

શ્વસન ક્રિયાઃ-

‘વજ્રાસન’ આસનમાં શ્વસનક્રિયા સામાન્ય રાખવી. શ્વાસ અંદર લેવાની અને બહાર છોડવાની સામાન્ય ક્રિયા કરવી.

‘વૃક્ષાસન’ આસન કરવાના ફાયદાઃ-

 • આ આસન બંને સાથળને મજબૂત બનાવે છે.
 • સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો કરે છે.
 • પાચન ક્રિયાને સુદ્રઢ બનાવે છે.
 • વાયુનિષ્કાસન (ગેસને શરીરની બહાર કાઢવા) માટે લાભદાયી છે.
 • પેટ સંબંધીત વિકારો દૂર થાય છે. શરીરના વિવિધ એસિડને નિયમન કરે છે.
 • સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવની અનિયમિતતાને નિયંત્રિત કરે છે.
 • સાઇટિકામાં આરામ આપે છે.

આ પણ વાંચોઃ ‘ત્રિકોણાસન’થી હાથ-ખભાની માંસપેશીઓ મજબૂત બને છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ

આ આસનની મર્યાદાઓઃ-

 • જેમને કમરનો દુખાવો હોય તેમણે આ આસન ન કરવું
 • વજ્રાસનમાં વધુ બેસવાથી દુખાવો વધતો હોય તો આ આસન ન કરવું
 • ઘુંટણ નબળાં હોય તેવી વ્યક્તિએ યોગશિક્ષકની દેખરેખમાં આ આસનનો અભ્યાસ કરવો
 • પગના કોઇ ભાગમાં નજીકના સમયમાં કોઇ નાની મોટી સર્જરી કરાવી હોય તેવા વ્યક્તિઓએ પણ આ આસન કરવું જોઇએ નહીં.

Web Title: Yoga darshan vajrasana yoga steps and benefits know yoga exercise

Best of Express