Yoga darshan : યોગ દર્શનમાં આજે આપણે ‘ત્રિકોણાસન’ આસન (trikonasana yoga) વિશે જાણકારી મેળવીશું. ‘ત્રિકોણાસન’ (trikonasana pose yoga)નો અભ્યાસ કરવાથી ખભા – હાથના સાંધા અને માંસપેશીઓ મજબૂત બને છે. કબજીયાત પણ દૂર થાય છે. તો ચાલો જાણીયે ‘વૃક્ષાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – ‘ત્રિકોણાસન’
આસન કરવાની રીતઃ-
સર્વ પ્રથમ સીધા ઉભા રહેવું. બંને પગ વચ્ચે એક મીટર જેટલું અંતર રાખવું.જમણો હાથને જમણા કાનની નજીક ઉપરની તરફ સીધા રાખવો. ત્યારબાદ ડાબી બાજુ ધીમે ધીમે શરીરને નીચેની તરફ નમાવવું. શરીરને નરમાવતી વખતે આગળ કે પાછળની બાજુ શરીર નમવું જોઇએ નહીં. આવી જ રીતે શરીરને ડાબા કાનની પાસે ડાબા હાથને ઉપરની તરફ સીધા રાખીને જમણી બાજુ નમવું.
આસન ક્યારે અને કેટલી વખત કરવું?
આ આસનનો સવારે કે સાંજે ખાલી પેટ અભ્યાસ કરી શકાય. અભ્યાસની શરૂઆતમાં મધ્યગતિથી આવવું અને જવું. લાંબા ગાળાના અભ્યાસ દરમિયાન 15 કે 20 સેકન્ડ સુધી રોકાઇ શકાય છે. ગવ્યાત્મક કુલ 12 કરી શકાય છે.
શ્વસન ક્રિયાઃ-
- શરીરન મૂળ સ્થિતિમાં શ્વાસ લેવો અને શરીરને નમાવતી વખતે શ્વાસ બહાર છોડવો.
‘વૃક્ષાસન’ આસન કરવાના ફાયદાઃ-
- હાથ અને ખભાના સાંધા તેમજ માંસપેશીઓ મજબૂત બને છે
- કમરની ચરબી (બને બાજુની) ઓછી કરે છે.
- પાચનક્રિયા મજબૂત બનાવે છે તથા કબજીયાત દૂર કરે છે.
- કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે. તેમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.
- શ્વસનતંત્ર માટે તતા હૃદયની તંદુરસ્તી માટે લાભદાયી છે.
આ પણ વાંચોઃ ‘વૃક્ષાસન’થી તન-મન વચ્ચે સંતુલન સધાય છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ
આ આસનની મર્યાદાઓઃ-
- કમરનો દુખાવો તથા કમરના મણકાની તકલીફ ધરાવતા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો જોઇએ નહીં.
- શરીરના હાથ, ખભા કે કરોડરજ્જુમાં નાની મોટી સર્જરી કરાવી હોય તો યોગ શિક્ષકની નિગરાનીમાં આ આસનનો અભ્યાસ કરવો.