યોગ દર્શનમાં આજે આપણે ‘વૃક્ષાસન’ આસન (Vrikshasana yoga) વિશે જાણકારી મેળવીશું. ‘વૃક્ષાસન’ (Tree pose yoga) એ ધ્યાનાત્મક શ્રૈણીનું આસન છે અને તેનો અભ્યાસ કરવાથી હાથ-પગના હાડકાં અને માંશપેશીઓ મજબૂત બને છે. શારીરિત – માનસિક સંતુલન પ્રાપ્ત થાય છે અને સ્મરણ શક્તિમાં વધારો થાયો છે. તો ચાણો જાણીયે ‘વૃક્ષાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – ‘વૃક્ષાસન’
આસન કરવાની રીતઃ-
- સર્વ પ્રથમ સીધા ઉભા રહેવું તથા બંને પગ વચ્ચે સમાન અંતર રાખવું. ત્યારબાદ જમણાં પગને ઉપરની તરફ વાળી ડાબા પગની જાંગની બાજુ પર એડી ઉપરની તરફ રહે તેવી રીતે મુકો.
- ત્યારબાદ બંને હાથ ઉપર આકાશ તરફ લઇ જઇને નમસ્કાર મુદ્રા બનાવવી.
- આ પ્રકારના આસનનું બીજા પગથી પુનરાવર્તન કરવું.
આસન ક્યારે અને કેટલી વખત કરવું?
- આ આસન સવારે કે સાંજે ખાલી પેટ ત્રણથી ચાર વાર કરવું. જેમાં એક પગ પર 10થી 15 સેકન્ડ સુધી રોકાવવું.
શ્વસન ક્રિયાઃ-
- બંને હાથ ઉપરની તરફ ઉઠાવતી વખતે શ્વાસ લેવો.
- આસનની મધ્ય સ્થિતિમાં શ્વાસ સામાન્ય રાખવો.
- આ આસન અભ્યાસ પૂર્વ કે ઉત્તર દિશામાં કરી શકાય.
આ પણ વાંચોઃ Yoga darshan : ‘તાડાસન’ કરવાની રીત અને તેના ફાયદાઓ
‘વૃક્ષાસન’ આસન કરવાના ફાયદાઃ-
- આસન કરતી વખતે આજ્ઞાચક્ર પર ધ્યાન આપવું
- આ આસન ધ્યાનાત્મક શ્રૈણીનું છે.
- આ આસનનો અભ્યાસ કરવાથી યાદ શક્તિ વધે છે.
- આ આસનનો અભ્યાસ કરવાથી હાથ, પગ તથા માંશપેશીઓ મજબૂત બને છે.
- આ આસન કરવાથી શારીરિક, માનસિક સંતુલન પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચોઃ Yoga Darshan : યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ચાવી છે
આ આસનની મર્યાદાઓઃ-
- હાથ-પગના સાંધામાં નાની મોટી સર્જરી કરાવેલી હોય તથા હાથ-પગમાં અસહ્ય દુખાવો હોય તેવા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો નહીં.
- હાથ પગના હાડકાં કે સાંધા નબળાં હોય તેવા વ્યક્તિઓએ યોગ શિક્ષકની દેખરેખ હેઠળ જ યોગાસનનો અભ્યાસ કરવો.