Yoga darshan : યોગ (yoga) એક રક્ષાકવચ સમાન છે, જે શારીરિક (physical disorder) અને માનસિક વિકારોને (mental disorder) દૂર કરીને તંદુરસ્તી બક્ષવાની સાથે સાથે આધ્યાત્મિક (spiritual) દ્રષ્ટિએ પણ માનવ જીવનને સભ્ય બનાવે છે. જાણો ‘તાડાસન’ (Mountain yoga) કરવાની રીત અને તેના ફાયદાઓ (Tadasana benefits) વિશે
આસન પરિયય – તાડાસન
આસન વર્ણન – ‘સ્થિરં સુખમ્ આસનમ્’
અર્થઃ એવી સ્થિતિ જેમા સુખ અને સ્થિરતા પ્રાપ્ત થાય
યોગ દર્શનમાં વિવિધ પ્રકારના આસનોનું વર્ણન જોવા મળે છે. આસન એ અષ્ટાંગ યોગનું ત્રીજુ પગથિયુ છે. કુલ મળીને 84,00,000 આસન છે.
સ્થિતિ પ્રમાણે આસનોનું વર્ગીકરણ
- બેસીને કરવાના આસનો
- ઉભા થઇને કરવાના આસનો
- હાથના બળે કરવાના આસનો
- પેટના બળે કરવાના આસનો
- પીઠના બળે કરવાના આસનો

યોગ અભ્યાસ કરતા કરતા આસનોની શ્રૈણી અને ક્રમ બદલવામાં આવતો હોય છે.
‘તાડાસન’ કરવાની રીતઃ-
- સૌથી પહેલા ઉભા રહીને બંને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવું
- બંને હાથ આકાશ તરફ લઇ જઇને આંગળીઓ પરસ્પર એકબીજામાં ફસાવવી
- કોઇ પણ એક કેન્દ્રબિંદુ પર નજર સામે સ્થિર કરવી
- ત્યારબાદ બંને પગની એડી જમીનથી આકાશ તરફ સપ્રમાણ ઉઠાવી ત્યાં રોકાવવું
શ્વસન પદ્ધતિઃ
- પગની એડીને ઉપરની તરફ ઉઠાવતા શ્વાસ ભરવો અને નીચ આવતા શ્વાસ બહાર કાઢવો
‘તાડાસન’ કેટલી વખત કરવું?
- તાડાસનનો અભ્યાસ ત્રણથી ચાર વાર કરી શકાય છે. જેમાં આ આસાનની સ્થિતિમાં 10 થી 20 સેકન્ડ રોકાઇ શકાય છે
- ‘તાડાસન’ના ફાયદાઃ-
- ‘તાડાસન’ના અભ્યાસથી હાથ, ખભા, ઢીંચણ તથા પગના પંજાના સાંધા મજબૂત થાય છે
- શરીરનો વાયુવિકાર સંતુલિત કરે છે
- પાચનક્રિયા મજબૂત બનાવે છે
- શારીરિક, માનસિક સંતુલનનો વિકાસ થાય છે
- કરોડરજ્જુમાં ખેંચાણ આવે છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ સુવ્યવસ્થિત બને છે
- ‘તાડાસન’ એ શંખપ્રક્ષાલણની ક્રિયાનું એક આસન છે
આ પણ વાંચોઃ યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ચાવી છે
‘તાડાસન’ કોણે કરવું નહીં?
- જે વ્યક્તિઓએ હાથ, પંગની નાની-મોટી સર્જરી કરાવી હોય તેમણે આ આસન કરવું નહીં
- ગર્ભધારણ અવસ્થામાં આ આસાનનો અભ્યાસ કરવો નહીં