શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે. આ ઋતુમાં ઇમ્યુનીટી નબળી થઇ જાય છે અને બીમાર થવાના ચાન્સીસ વધી જાય છે. આ ઋતુમાં મોસમી બીમારીઓ જેવી કે શરદી, તાવ અને ખાંસી ખુબજ હેરાન કરે છે. આ ઋતુમાં બીમારીઓથી બચવા માટે ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવી ખુબજ જરૂરી છે. શિયાળામાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે દૂધ સાથે હળદર મિક્ષ કરી તેનું સેવન કરવાથી ખુબજ અસરકારક સાબિત થાય છે, આ શિયાળાનો ખુબજ અસરકાક નુસખો છે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદર એવા મસાલા માનો એક છે જે એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર છે.
તેનું સેવન કરવાથી ઇમ્યુનીટી મજબૂત થાય છે અને બોડી હેલ્થી રહે છે. હળદરનો ઉપયોગ દૂધની સાથે કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક એક્સપર્ટ અને યોગ ગુરુ બાબા રામદેવના મત મુજબ દુધમાં હળદર મિક્ષ કરી તેનું સેવન કરવાને ઘણીવાર “હળદર વાળું દૂધ” તરીકે ઓળખાય છે. ઘણા રિસર્ચમાં પરથી જાણવા મળ્યું છે કે હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર થી જે સોજો આવવો (swelling) જેવી પ્રોબ્લેમને મટાડવામાં મદદ કરે છે, વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આવો જાણીએ શિયાળામાં દૂધમાં હળદર મિક્ષ કરીને કેમ પીવું જોઈએ,
આ પણ વાંચો: Pneumonia Symptoms: વધારે તાવ અને શરદી તે ક્યાંક ન્યુમોનિયાના લક્ષણો તો નથીને? અહીં જાણો
હળદરના ફાયદા:
- હળદરમાં ઔષધીય ગુણો સાથે બાયોએક્ટિવ સંયોજનો હોય છે હાર્ટની બીમારીઓ, કૅન્સર, મેટાબોલિઝ્મ લેવલ વધારવામાં,અલ્ઝાઈમરની બીમારીમાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
- મગજમાંથી મેળવેલા ન્યુરોટ્રોફિક પરિબળને પ્રોત્સાહન આપે છે.
દૂધ પીવાના ફાયદા:
- દૂધ પોષક તત્વોથી ભરેલું છે. દૂધ કેલરી,પ્રોટીન,ચરબી,કેલ્શિયમ,વિટામિન ડી,રિબોફ્લેવિન (B2), વિટામિન B12, પોટેશિયમ,ફોસ્ફરસ, સેલેનિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.
- તે ગુણવત્તાયુક્ત પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
- વજન વધતું અટકાવવામાં મદદ કરે છે.
- દૂધ હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: શિયાળામાં આવતું આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે છે સુપરફૂડ, સુગરની સાથે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં અસરકારક
ઇમ્યુનીટી (immunity booster) બુસ્ટર હળદર વાળું દૂધ :
શિયાળામાં હળદરનું સેવન ખુબજ ફાયદાકારક છે. સામાન્ય રીતે શિયાળામાં તાવ અને શરદીથી બચવા માટે હળદર અને દૂધ મિક્ષ કરી તેનું કરવાથી તે ખુબજ ફાયદો કરે છે. તમે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્ષ કરીને તેનું સેવન કરી શકો છો. હળદર વાળું દૂધ પાચન તંત્ર હેલ્થી રાખે છે. બપોરે એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવાથી તમને ગેસ સામે લાડવા,હાર્ટ બર્ન અને ગેસ્ટ્રોઓફેગલ રિફ્લક્સ રોગ સામે પણ રાહત આપે છે.