/indian-express-gujarati/media/media_files/2026/03/07/international-womens-day-2026-date-2026-03-07-23-16-46.jpg)
International Women’s Day 2026 Date : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે
International Women’s Day 2026 Date : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. શક્તિ માટે દેવી દુર્ગા, સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે.આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ શું છે?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ વર્ષ 1908નો છે. તે વર્ષે ન્યૂયોર્કમાં 15,000 થી વધુ મહિલાઓએ એક સાથે કૂચ કરી હતી અને તમામ કાર્યકારી મહિલાઓએ સાથે મળીને કામના કલાકોમાં ઘટાડો, વધુ સારા પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.
યુનાઇટેડ નેશન્સથી ક્યારે માન્યતા મળી?
જર્મન સામાજિક કાર્યકર ક્લેરા જેટકીને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પછી 1911માં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચે મહિલા દિવસની ઉજવણીને માન્યતા આપી હતી.
આ પણ વાંચો - અમેરિકાને મોટો ફટકો, ઇરાને 2500 કરોડ રૂપિયાની THAAD રડાર સિસ્ટમને નષ્ટ કરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની થીમ શું છે?
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ હોય છે. 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી માન્યતા મળ્યા બાદ સૌપ્રથમ વર્ષ 1996માં એક થીમ રાખવામાં આવી હતી. આ પછી દર વર્ષે એક થીમ રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ની થીમ "અધિકારો અને ન્યાય સાથે-સાથે દરેક મહિલા અને બાલિકાના સશક્તિકરણ માટે વાસ્તવિક કાર્યવાહી" પર કેન્દ્રિત છે. આ થીમ માત્ર એક વિચાર નથી, પરંતુ એક દ્રઢ સંકલ્પ છે. તે આપણને યાદ અપાવે છે કે હવે પ્રતીકોથી ઉપર ઉઠવાનો અને મહિલાઓના અધિકારોને સશક્ત બનાવવાનો અને ન્યાયને તેમની પહોંચમાં લાવવાનો સમય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહત્વ
સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. આ મહિલા દિવસ ખાસ કરીને આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને અધિકારો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમ કે રાજકારણમાં ભાગીદારી, સરકારી અને વહીવટી હોદ્દાઓ પર વધુ મહિલાઓનું આવવું, આર્થિક અધિકારો આપવા, મહિલાઓને સમાન પગાર અને વધુ સારી રોજગારની તકો આપવી જેથી તેઓ દરેક જગ્યાએ પોતાની છાપ છોડી શકે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us