Yoga : દરરોજ માત્ર 5 મિનિટ આ યોગ કરવાથી તણાવમાંથી છુટકારો મળશે

International yoga day 2024 : શવાસન (Shavasana) એ સરળ પ્રેક્ટિસ છે જે શરીરમાં ઓક્સિજન લેવલ વધારે છે અને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

International yoga day 2024 : શવાસન (Shavasana) એ સરળ પ્રેક્ટિસ છે જે શરીરમાં ઓક્સિજન લેવલ વધારે છે અને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

author-image
shivani chauhan
New Update
Yoga Shavasana

Yoga Shavasana : દરરોજ માત્ર 5 મિનિટ આ યોગ કરવાથી તણાવમાંથી છુટકારો મળશે

Yoga : ખરાબ લાઇફસ્ટાઇલ, બેઠાડુ જીવન, ડેસ્ક જોબ વગેરેના લીધે લોકોના જીવનમાં સ્ટ્રેસ કાયમી થઇ ગયો છે. પરંતુ ટેંશન લેવું શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે તે વિશે આપણે ઘણું સાંભળ્યું છે, તમે કેટલાક યોગ (yoga) દ્વારા ટેંશન અથવા તણાવ માંથી મુક્તિ મેળવી શકો છો, આ યોગની સૌથી સારી વાત એ છે કે આમાં માત્ર પાંચ મિનિટની જરૂર પડે છે, જે તમારા ફિટનેસ માટે પણ આવશ્યક છે. ફક્ત ખાતરી કરો કે તમે યોગ જમ્યાના ત્રણ કલાક પછી કરો છો.

Advertisment
International yoga day 2024
Yoga Shavasana : દરરોજ માત્ર 5 મિનિટ આ યોગ કરવાથી તણાવમાંથી છુટકારો મળશે

શવાસન (Shavasana) એ સરળ પ્રેક્ટિસ છે જે શરીરમાં ઓક્સિજન લેવલ વધારે છે અને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પેટનો શ્વાસ અને શવાસન પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એકટીવ કરે છે જે આરામને પ્રોત્સાહન આપે છે અને શરીરમાં ફીલ-ગુડ એન્ડોર્ફિન રિલીઝ કરે છે. એકસાથે, તેઓ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને દબાવી દે છે જે તણાવ માટે જવાબદાર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે, જે તમારા બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પર અસર કરે છે.

આ પણ વાંચો: 2 ગુલાબ જામુન ખાધા પછી કેલરી બર્ન કરવા કેટલું ચાલવું જોઈએ?

શવાસન:

  • આ પ્રેક્ટિસ કાં તો નીચે સૂઈને અથવા સોફા પર પગ લંબાવીને અથવા ખુરશી પર બેસીને પણ કરી શકાય છે.
  • તમારા માથા ફ્લોર પર અડાડી સીધા સુઈ જાઓ, તમારી આંખો બંધ કરો.
  • પછી અનુભવો કે તમારું શરીરના દરેક ભાગ પર ફોક્સ કરો ધીમે ધીમે મટરુ ફોક્સ વધે છે.
  • શવાસન કરતી વખતે જો તમારું શરીરમાં જકડાઈ, તાણ કે જડતા અનુભવાય થાય તો તમારા શરીરના તે ભાગને આરામ આપો.
  • જમણી બાજુથી શરીરને અવેર કરવાનું શરૂ કરો અને પછી ડાબી બાજુ જાઓ.
  • છેલ્લે, તમારી કરોડરજ્જુ અને શરીરને આરામ આપો.
Advertisment

યોગિક શ્વાસ (Yogic breathing)

યોગિક શ્વાસ નીચે આપેલા પ્રમાણે બે ભાગમાં વહેંચાયેલું છે.
પેટના શ્વાસ માટે, આ પગલાં અનુસરો

  • તમારા જમણા હાથને નાભિ પર અને ડાબા હાથને છાતીના ભાગ પર રાખો.
  • પાંચ રાઉન્ડ માટે તમારા શ્વાસને ઓબ્ઝર્વ કરો.
  • પછી તમારા પેટના વિસ્તાર પર સંપૂર્ણ ધ્યાન આપો. ઊંડા અને લાંબા શ્વાસ લો જેથી તમારું પેટ ફુલેલું અનુભવશો.
  • પછી ધીમે ધીમે સંપૂર્ણ શ્વાસ બહાર કાઢો અને અનુભવો કે તમારું પેટ સંપૂર્ણપણે ફૂલી ગયું છે.
  • આ પ્રેક્ટિસ 5-10 રાઉન્ડ સુધી કરો.

આ પણ વાંચો: Yoga Day: તમને ગરમી વધારે લાગે છે? કુદરતી રીતે શરીરને ઠંડુ રાખશે આ 2 યોગાસન

બીજું સરળ સ્ટેપ

  • ઊંડો અને લાંબો શ્વાસ લો અને પેટને બદલે, ફક્ત તમારી છાતીના ભાગને સંપૂર્ણ રીતે ફુલાવો.
  • પછી થોડો વધુ શ્વાસ લો જેથી ફેફસાંનો ઉપરનો ભાગ ભરાઈ જાય, જેથી ખભા અને કોલર બોન તરફ આગળ વધે.
  • ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો, સૌપ્રથમ તમારી ગરદનને આરામ આપો અને નીચે કરો અને પછી કરોડરજ્જુના ભાગને નીચે અને અંદરની તરફ ખસેડો.
  • આ પ્રેક્ટિસ પાંચ થી 10 રાઉન્ડ સુધી કરો.
  • પછી નેચરલ બ્રિથિંગ પર સ્વિચ કરો.

જો સમય વધારે હોય તો તમે આ પ્રેક્ટિસ વધારે સમય કરી શકો છો. શ્વાસ દ્વારા પહેલા પેટનો ભાગ ફુલાવો પછી છાતીના ભાગ માટે કરો. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો, ત્યારે પહેલા છાતીના ભાગને ડિફ્લેટ કરો, આ પ્રેકટીસ પાંચ થી 10 રાઉન્ડ સુધી કરવાની ભલામણ કરવામાં આવે છે. તમારી આંખો ખોલો, ધીમે ધીમે ઉભા થાઓ અને તમારી પ્રેક્ટિસ સમાપ્ત કરો.

યોગ ફિટનેસ આજના દિવસનો ઇતિહાસ જીવનશૈલી health tips