કિડની સ્ટોન એક એવી પ્રોબ્લેમ છે જે કિડની કે યુરીનરી ટ્રેકટમાં કોઈ પણ જગ્યાએ થઇ શકે છે. કિડની સ્ટોન થવાના ઘણા કારણ જવાબદાર છે. જેમકે પાણી ઓછું પીવું, યુરિનમાં કેમિકલની માત્રા વધવી, શરીરમાં મિનરલ્સની અછત, ડીહાઇડ્રેશન, વિટામિન ડીની માત્રા વધારે હોય અને જંક ફૂડનું સેવન વધારે કરતા હોઈ તે લોકોને કિડની સ્ટોન થવાની શક્યતા વધી શકે છે. કિડની સ્ટોનની સાઈઝ 5 એમએમથી ઓછી હોય તો સરળતાથી યુરિન દ્વારા શરીરમાંથી નિકાલ થાય છે.
સ્ટોનની સાઈઝ 5 એમએમથી વધારે હોય તો તે યુરીનરી ટ્રેકટમાં અવરોધનું કારણ બને છે જેનાથી કમરનો દુખાવો, ઉલ્ટી જેવી પ્રોબ્લેમ થાય છે. જો ડાયટનું સેવન યોગ્ય રીતે થાય તો કિડની સ્ટોનનો સરળતાથી ઉપચાર થઇ શકે છે. પતંજલિના સંસ્થાપક અને જાણીતા આયુર્વેદ આચાર્ય બાલકૃષ્ણ અનુસાર કિડની સ્ટોન સંબંધી પ્રોબ્લેમથી બચવા માટે ડાયટમાં કેટલાક ફૂડ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.આવો જાણીએ,
તુલસીનું સેવન કરવું:
તુલસીનું સેવન કરવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે અને બોડી હેલ્થી રહે છે. જે લોકોને કિડની સ્ટોનની પ્રોબ્લેમ હોઈ તે લોકોએ તુલસીનું સેવન કરવું જોઈએ. રોજના 5-10 તુલસીના પાનનું સેવન કરવું કિડની સ્ટોનના લક્ષણો સામે રાહત આપે છે. તુલસીમાં એસિટિક એસિડ અને ઘણા પ્રકારના તેલ જે પથરીને તોડીને યુરિન દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. તુલસી દુખાવાને ઓછો કરવામાં ખુબજ અસરદાર સાબિત થાય છે.
દાડમના જ્યૂસનું સેવન કરવું:
રોજ દાડમના જ્યૂસનું સેવન કરવાથી કિડની સ્ટોનથી બચી શકાય છે.દાડમમાં હાજર પોટેશિયમ તે મિનરલ્સ ક્રિસ્ટલ્સને બનવાથી રોકે છે જેના લીધે પથરી બને છે. દાડમમાં હાજર ક્ષારીય ગુણ પથરીને બનતા રોકે છે. તેનું સેવન કરવાથી યુરિનમાં એસિડનું સ્તર સારું થાય છે. જે લોકોને કિડનીની પ્રોબ્લેમ છે તે લોકો ડાયટમાં દાડમના જ્યૂસનું સેવન કરવું જોઈએ.
પાણી વધારે પીવું:
કિડની સ્ટોન થાય તો શરીરને હાઈડ્રેટ રાખવી જોઈએ. રોજ પાણી વધારે પીવું જોઈએ જેથી કિડની સ્ટોનનો દુખાવો અને પ્રોબ્લેમમાં રાહત થાય છે. પાણીનું વધારે પીવાથી કિડનીને શરીરમાંથી ટોક્ષિનનો નિકાલ કરવા માટે વધારે મહેનત કરવી પડતી નથી.
આ પણ વાંચો: Fenugreek Seed: મેથી દાણાનું સેવન આ બીમારીમાં નુકશાનકારક, અહીં જાણો
ખજૂરનું વધારે સેવન કરવું:
ખજૂરનું વધારે સેવન કિડની સ્ટોનમાં રાહત આપે છે. ફાઇબરથી ભરપૂર ખજૂરનું સેવન રાત્રે પાણીમાં પલાળીને કરવું જોઈએ જેથી કિડની સ્ટોનમાં રાહત થાય છે.
આ પણ વાંચો: ખરાબ કોલેસ્ટ્રોલને યુરિન મારફતે શરીરમાંથી બહાર કાઢશે આ 3 શાકભાજી, જાણો
કાકડીનુ સેવન કરવું:
કાકડી એક એવું ફળ છે તેનું સેવન કરવાથી બોડી હાઈડ્રેટ રહે છે અને પાણીની ઉણપ પુરી કરે છે. જે લોકોને પથરીની ફરિયાદ હોઈ તે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ. જો પથરીની સાઈઝ 5 એમએમથી ઓછી હોઈ તો ડાયટમાં તેને સરળતાથી યુરિન દ્વારા શરીરમાંથી નિકાલ કરી શકાય છે.