/indian-express-gujarati/media/media_files/2026/02/12/chapati-2026-02-12-18-06-39.jpg)
ખાસ કિસન ટિપ્સને ફોલો કરીને તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો Photograph: (Pinterest)
Kitchen Hacks : સવારે મોટાભાગના લોકો તાજી રોટલી બનાવે છે. જોકે લંચ સુધીમાં આ રોટલીઓ ઘણી વખત સખત અને સૂકી થઈ જાય છે. કેટલીકવાર આ રોટલી ખાવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો કેટલીક ખાસ કિસન ટિપ્સને ફોલો કરીને તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો.
રોટલી બનાવતી વખતે યોગ્ય રીતે શેકો
રોટલી સ્ટોર કરતા પહેલા સૌથી અગત્યની બાબત એ છે કે તેને યોગ્ય રીતે શેકવી. ઘણી વખત વધારે શેકવાના કારણે રોટલીનો ભેજ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે, જેના કારણે રોટલી તરત જ સખત થઈ જાય છે. આવામાં મધ્યમ તાપ પર ફુલેલી અને હળવી નરમ રોટલી તૈયાર કરો.
ખુલ્લી હવામાં ન રાખો
ઘણા લોકો રોટલી બનાવતી વખતે તવામાંથી રોટલી કાઢીને ખુલ્લી હવામાં છોડી દે છે. આને કારણે રોટલીમાંથી વરાળ નીકળી જાય છે, જેનાથી રોટલી કઠણ થઇ જાય છે. રોટલીને નરમ રાખવા માટે તરત જ તેને ચોખ્ખા સુતરાઉ કપડા અથવા રસોડાના ટુવાલમાં લપેટી લો.
હોટ કેસનો ઉપયોગ કરો
તમે રોટલીને હોટ કેસ અથવા એરટાઇટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો. રોટલી સ્ટોર કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રહેલી રોટલી લાંબા સમય સુધી ગરમ અને નરમ રહે છે. જો તમારી પાસે હોટ કેસ નથી, તો તમે રોટલીને એરટાઇટ ડબ્બામાં પણ સ્ટોર કરી શકો છો. જોકે ધ્યાનમાં રાખો કે એરટાઇટ ડબ્બાનું ઢાંકણ સારી રીતે બંધ થાય.
આ પણ વાંચો - નારંગીની છાલ કચરો નથી, કામની વસ્તુ છે, છોડ માટે ઘરે આવી રીતે બનાવો કુદરતી ખાતર
રોટલી પર ઘી અથવા માખણ લગાવો
તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખવા માટે થોડું ઘી અથવા માખણ લગાવી શકો છો. આથી રોટલી સૂકાતી નથી અને લાંબા સમય સુધી નરમ રહે છે. જો તમે બાળકો માટે ટિફિન કે ઓફિસ માટે લંચ બોક્સ પેક કરી રહ્યા છો તો રોટલી પર ઘી અથવા માખણ અવશ્ય લગાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us