Kiwi Benefits: કિવી કબજિયાતનો કુદરતી ઉપચાર, પાચનતંત્ર માટે લાભકારક, હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યા ફાયદા

Kiwi Benefits For Constipation : એવોર્ડ વિજેતા રજિસ્ટર્ડ ડાયેટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, યોગ-ફિટનેસ પ્રશિક્ષક અને માઇન્ડફુલનેસ નિષ્ણાત મેન્ડી એનરાઇટના જણાવ્યા અનુસાર, કિવી એક સુપરફૂડ છે જે, જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો, પાચનતંત્રમાં પણ સુધારો કરી શકે છે.

Kiwi Benefits For Constipation : એવોર્ડ વિજેતા રજિસ્ટર્ડ ડાયેટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, યોગ-ફિટનેસ પ્રશિક્ષક અને માઇન્ડફુલનેસ નિષ્ણાત મેન્ડી એનરાઇટના જણાવ્યા અનુસાર, કિવી એક સુપરફૂડ છે જે, જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો, પાચનતંત્રમાં પણ સુધારો કરી શકે છે.

author-image
Ajay Saroya
New Update
Kiwi Benefits For Constipation | Kiwi Benefits | Constipation Tips

Kiwi Benefits For Constipation : કિવી ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. Photograph: (Freepik)

Health Benefits Of Kiwi : નબળો આહાર અને બગડતી જીવનશૈલી પાચનતંત્ર પર અસર કરી રહી છે. આહારમાં તળેલું અને મસાલેદાર ભોજન, જંક ફૂડ અન પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી કબજિયાતની બીમારી થઈ શકે છે અને પાચનતંત્ર બગડી શકે છે. કેટલાક લોકો કબજિયાતની સારવાર માટે વિવિધ પ્રકારની દવાઓ લે છે, જ્યારે કેટલાક લોકો દેશી નુસ્ખાથી સારવાર કરે છે. પરંતુ તમે જાણો છો કે એક ફળ છે જે કબજિયાતની સારવાર કુદરતી રીતે કરે છે. હા, અમે કિવી વિશે વાત કરી રહ્યા છીએ જે કુદરતી રેચક તરીકે કામ કરે છે.

Advertisment

એવોર્ડ વિજેતા રજિસ્ટર્ડ ડાયેટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, યોગ-ફિટનેસ પ્રશિક્ષક અને માઇન્ડફુલનેસ નિષ્ણાત માંડી એનરાઇટના જણાવ્યા અનુસાર, કિવી એક સુપરફૂડ છે જે, જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો, પાચનતંત્રમાં પણ સુધારો કરી શકે છે. તેમાં હાજર વિટામિન સી અને ફાઇબર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદગાર છે. ચાલો નિષ્ણાતો પાસેથી વિગતવાર જાણીએ કે દરરોજ કિવી ખાવાના 4 મુખ્ય સ્વાસ્થ્ય લાભ અને તે ખાવાની યોગ્ય રીત શું છે.

કબજિયાતમાં રાહત માટે કિવી નંબર 1 ફળ કેમ છે? 

ફાઇબર અને પોલિફેનોલથી સમૃદ્ધ

કિવી ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. એક કપ કિવીમાં લગભગ 5 ગ્રામ ફાઇબર હોય છે, જે આંતરડાની હિલચાલને નિયમિત રાખવામાં મદદ કરે છે. આંતરડાના આરોગ્ય ડાયેટિશિયન અમાન્ડા સોસેડાના જણાવ્યા અનુસાર, દિવસમાં બે કિવીનું સેવન કબજિયાતમાં રાહત માટે સાયલિયમ જેવા લોકપ્રિય ફાઇબર સપ્લિમેન્ટ્સ જેટલું અસરકારક હોવાનું જણાયું હતું. ફાઇબર આંતરડાની હિલચાલને નિયમિત રાખે છે અને કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

 કિવીમાં હાજર પોલિફેનોલ્સ, જે છોડના સંયોજનો છે, આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે. સંશોધન બતાવે છે કે કિવી મળમાં ભેજ વધારીને અને આંતરડાની અનિયમિતતામાં સુધારો કરીને કબજિયાતથી રાહત આપી શકે છે. આ ફળ સારા આંતરડાના બેક્ટેરિયાને પણ પોષણ આપી શકે છે.

Advertisment

પાચક ઉત્સેચકો (Actinidin) ધરાવે છે

કિવીમાં એક્ટિનિડિન નામનું એક ખાસ એન્ઝાઇમ જોવા મળે છે, જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. ડાયેટિશિયન કેરી રિકરના જણાવ્યા અનુસાર, આ ઉત્સેચકો પાચન પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે અને આંતરડામાં ખોરાકને આગળ વધારવામાં મદદ કરી શકે છે, જે હળવી કુદરતી ગતિ જેવી અસર કરી શકે છે.

પાણીનો ઉત્તમ સ્ત્રોત

કબજિયાતથી રાહત મેળવવા માટે શરીરમાં પૂરતી માત્રામાં પાણી જરૂરી છે, ખાસ કરીને જ્યારે તમે વધુ ફાઇબર લઈ રહ્યા હોવ. એક કપ કિવીમાં લગભગ 5 ઔંસ એટલે કે 150 મિલી પાણી હોય છે. પૂરતું પાણી સ્ટૂલને નરમ બનાવે છે અને તેને સરળતાથી બહાર નીકળવામાં મદદ કરે છે.

કબજિયાતથી બચવાની અન્ય રીતો

આખો દિવસ શરીરને સક્રિય રાખો

શારીરિક પ્રવૃત્તિ આંતરડાની ગતિમાં સુધારો કરે છે. દરરોજ 30 થી 150 મિનિટની મધ્યમ-તીવ્રતાની પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું કબજિયાતનું જોખમ ઘટાડી શકે છે. જમ્યા પછી હળવા ચાલવું પણ ફાયદાકારક છે.

કબજિયાત રોકવા માટે મેગ્નેશિયમનો આગ્રહ રાખો

ડાયેટિશિયન ડેનિયલ ઝોલ્ડના જણાવ્યા અનુસાર, મેગ્નેશિયમ કબજિયાતથી રાહત મેળવવામાં અસરકારક હોઈ શકે છે. જો કે, કયા પ્રકારનું મેગ્નેશિયમ લેવું તે ડોક્ટર અથવા રજિસ્ટર્ડ ડાયેટિશિયનની સલાહથી લેવું જોઈએ.

સપ્લિમેન્ટ્સ થી સાવચેત રહો

ડૉક્ટરની સલાહ વિના લાંબા સમય સુધી જુલાબ અથવા સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઈએ નહીં. તેની હળવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે.

જો કબજિયાત લાંબા સમયથી ચાલુ રહી છે, તો મૂળ કારણ જાણવા માટે ડોક્ટર પાસે તપાસ કરાવો.

દરરોજ પૂરતા પ્રમાણમાં ફાઇબરનું સેવન કરો. સ્ત્રીઓ માટે દરરોજ ઓછામાં ઓછા 25 ગ્રામ ફાઇબર અને પુરુષો માટે 30 ગ્રામ ફાઇબર લેવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે આહારમાં ફળો, શાકભાજી, કઠોળ, આખા અનાજ, બદામ અને બીજનો સમાવેશ કરો.

આ પણ વાંચો | ગોંદ કતીરા ઉનાળામાં શરીરને આપશે ઠંડક, જાણો સેવન કરવાની સાચી રીત અને સમય

ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં સમાવિષ્ટ માહિતી કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારા આહાર અથવા જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરતા પહેલા ડોક્ટર કે આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઇએ.

health tips Health જીવનશૈલી