Lifestyle Desk : હાસ્યને ‘વિશ્વની શ્રેષ્ઠ દવા’ માનવામાં આવે છે, પણ શું ક્યારેય તમે નોટિસ કર્યું છે કે, “તમે આજ કેટલું હસ્યાં”? ન્યુટ્રિશનલ મનોચિકિત્સક ડૉ. ઉમા નાયડુના જણાવ્યા મુજબ, હાસ્ય,લોકોને જોડવા અને તમને નવજીવન આપવા ઉપરાંત, હાસ્ય માનસિક સમસ્યાઓના સંપૂર્ણ હળવી કરવાનું કામ કરે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, “હાસ્ય એક પોઝીટીવ સેન્સેશન” છે અને તણાવને દૂર કરવા માટે તે ઉપયોગી અને સ્વસ્થ રીત છે.
લાફ્ટર થેરાપી એ તણાવ અને ડિપ્રેશન માટેની શ્રેષ્ઠ વૈકલ્પિક સારવાર છે, કેટલાક કેસો કે જે માનસિક સ્વાસ્થ્ય (mental health) પર નકારાત્મક અસર કરે છે.” જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે “એક વ્યાયામ કાર્યક્રમમાં સિમ્યુલેટેડ હાસ્ય (કારણ વગર હસવું)નો સમાવેશ કરવાથી વયસ્કોના માનસિક સ્વાસ્થ્ય તેમજ તેમની એરોબિક (વર્ક આઉટ,યોગા વગેરે ફીટનેસ સંબંધી) સહનશક્તિમાં સુધારો કરવામાં મદદ મળી છે”.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
જેમ કે, હાસ્યના માનસિક સ્વાસ્થ્ય લાભો પ્રચંડ છે. “તે તમને સજાગ, ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરી શકે છે. હાસ્ય તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય (emotional health)ને સુધારમાં ખુબજ ઉપયોગી છે, ”ડૉ નાયડુએ એક Instagram પોસ્ટમાં માનસિક સ્વાસ્થ્ય પર હસવાના આવા પાંચ ફાયદાઓ શેર કરતા લખ્યું હતું કે,
- હસવું તમારી એનર્જી વધારવામાં અને તમને એકટીવ રાખવામાં મદદ કરે છે.
- હસવું તમારી લવચિકતા વધારવામાં પણ મદદ કરે છે.
- તણાવગ્રસ્ત હોવ તો ?, હસતા રહો,કરો કારણ કે તે એક પરફેક્ટ સ્ટ્રેસ-બર્સ્ટર છે.
- તે એન્ડોર્ફિન્સ પ્રોડ્યુસ કરે છે અને તેમાં વધારો કરે છે જે પીડા અથવા સ્ટ્રેસનો સામનો કરવા માટે નર્વસ સિસ્ટમ દ્વારા કુદરતી રીતે ઉત્પાદિત થતું આ એક કેમિકલ છે.
- તે સેરોટોનિન પણ ઉત્પન્ન કરે છે, જે ચિંતા, ખુશી અને મૂડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
નિષ્ણાતે તારણ કાઢ્યું હતું કે,”દરરોજ મજા અને રમૂજ કરવાનો માટે સમય કાઢવાનું યાદ રાખો”,
હૈદરાબાદની યશોદા હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર અને ચિકિત્સક ડૉ. દિલીપ ગુડે તેના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “લાફ્ટર થેરાપી વ્યક્તિના તણાવ, હતાશા અને ચિંતાને ઘટાડવામાં મદદ કરે છે તે સાબિત થયું છે. તે આત્મસન્માન પણ સુધારી શકે છે. જ્યારે લોકો હસે છે ત્યારે શરીરના પોતાના ફીલ-ગુડ હોર્મોન્સ, એન્ડોર્ફિન્સ, મુક્ત થાય છે. એન્ડોર્ફિન્સ સુખાકારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને પ્રોબ્લમને દૂર કરી શકે છે.
હસવાથી આપણા લોહીના પ્રવાહમાં કોર્ટિસોલ, એપિનેફ્રાઇન, ગ્રોથ હોર્મોન અને 3,4-ડાઇહાઇડ્રો-ફેનીલેસેટિક એસિડ (એક મુખ્ય ડોપામાઇન કેટાબોલાઇટ) જેવા સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને મગજમાં ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ વગેરે જેવા કેમિકલની ખૂબ માંગમાં વધારો થાય છે.
આ પણ વાંચો: શું સફરજનનો જ્યુસ તમારા પેટની ચરબી ઘટાડી શકે છે ખરા? જાણો વિવિધ અભ્યાસ શું કહે છે
તેમણે ઉમેર્યું હતું કે,“આ ફીલ-ગુડ ચેતાપ્રેષકો (neurotransmitters) શીખવા, પ્રેરણા અને ધ્યાન વધારવા માટે જાણીતા છે, તેથી ઘણી માનસિક બીમારીઓ સામે લડે છે. હાસ્ય ચિકિત્સા એ એક પ્રકારની જ્ઞાનાત્મક-વર્તણૂકીય ઉપચાર (cognitive-behavioural therapy) છે જે શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સંબંધોને સ્વસ્થ બનાવી શકે છે. તે માનસિક અને કાર્ડિયાક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે. લાફ્ટર થેરાપીને યોગ્ય કોઈ સાધનો જેવી વિશેષ તૈયારીઓની જરૂર હોતી નથી, અને તે તણાવ, ડિપ્રેશન વગેરેને સરળતાથી દૂર કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.”