today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન-ડે દરમિયાન શુભમન ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીઓમાં પાકિસ્તાનના ઇમામ ઉલ હક સાથે સંયુક્ત રુપથી બીજા નંબરે આવી ગયો છે. શુભમને 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ઇમામ ઉલ હક પણ 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ટોચના સ્થાને પાકિસ્તાનનો ફખર ઝમાન છે. ફખર ઝમાને 18 ઇનિંગ્સમાં 1000 વન-ડે રન પુરા કર્યા છે. શુભમન ભારત તરફથી વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન કરનાર પ્લેયર બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન 24 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.
Manpreet Badal Joins BJP: ભારત જોડો યાત્રા દરમિયાન પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસના નેતા મનપ્રીત સિંહ બાદલ બુધવારે ભાજપમાં સામેલ થયા છે. મનપ્રીત સિંહ બાદલ પંજાબની કોંગ્રેસ સરકારમાં વિત્ત મંત્રી રહી ચૂક્યા છે.

યૂક્રેનની રાજધાની કીવમાં એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો છે. બિલ્ડિંગ સાથે ટકરાતા હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું જેમાં ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા છે. આ ક્રેશમાં યુક્રેનના હોમ મિનિસ્ટર ડેનિસ મોનાસ્ટિરસ્કીનું પણ મોત થયું છે.
તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ ચોથો મોરચો બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ સંબંધમાં, સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની પ્રથમ જાહેર સભા બુધવારે ખમ્મમ શહેરમાં યોજાશે. આ જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા નેતા અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ ભાગ લેવાના છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમનું એમ પણ માનવું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ અને બંને દેશો વચ્ચેના મુદ્દાઓ ઉકેલવા જોઈએ. મંગળવારે (17 જાન્યુઆરી, 2023), તેમણે કહ્યું કે ભારત G20 બહુપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, તેથી તેમને આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પાકિસ્તાન સાથે આ મુદ્દાઓ પર ધ્યાન આપશે.
અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલા અટલ બ્રીજ પરથી યુવકે નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ શરૂ કરી.
રાજકોટમાં પોલીસ કમિશ્નરની કચેરી પાસેથી દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી, પોલીસ લખેલી અમદાવાદ પાસિંગની કાર મળી
અમદાવાદમાં આવેલા ગોમતીપુરમાં હત્યાનો બનાવ બન્યો હતો. મીલ કમ્પાઉન્ડમાં કિશોર નામના યુવકની હત્યા કરીને આરોપીઓએ હત્યા કરી બધાને મેં હત્યા કરી છે તેવું કહ્યું. ધર્મેશ ઉર્ફે લાલો પટણી અને સન્ની ઉર્ફે કકડી સામે પોલીસે તપાસ હાથ ધરી