વધેલી બ્રેડની કિનારીઓ ફેંકશો નહીં, આ રીતે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો

Leftover bread crust recipes : સેન્ડવિચ અથવા બ્રેડ રોલ્સ બનાવતી વખતે બ્રેડની કિનારીઓ કાપી નાખીએ છીએ અને પછી તેને ફેંકી દઇએ છીએ. પરંતુ બાકી રહેલી બ્રેડની કિનારીઓ (ક્રસ્ટ)થી તમે ઘણા ક્રિસ્પી ફુડ્સ બનાવી શકો છો

Leftover bread crust recipes : સેન્ડવિચ અથવા બ્રેડ રોલ્સ બનાવતી વખતે બ્રેડની કિનારીઓ કાપી નાખીએ છીએ અને પછી તેને ફેંકી દઇએ છીએ. પરંતુ બાકી રહેલી બ્રેડની કિનારીઓ (ક્રસ્ટ)થી તમે ઘણા ક્રિસ્પી ફુડ્સ બનાવી શકો છો

author-image
Ashish Goyal
New Update
Delicious recipes using leftover bread edges | Creative ways to reuse bread crusts at home | વધેલી બ્રેડની કિનારીઓનો ઉપયોગ કરવાની રીત | બ્રેડ ક્રમ્સ અને નાસ્તાની રેસિપી

બ્રેડની કિનારીઓમાંથી બનાવો સ્વાદિષ્ટ નાસ્તો. Photograph: (ફ્રીપિક)

Leftover bread crust recipes : ખાણીપીણીની ઘણી એવી વસ્તુઓ છે જે આપણે ફેંકી દઈએ છીએ. જોકે તેમાં ઘણી એવી હોય છે જેનો આપણે અન્ય વસ્તુઓમાં ઉપયોગ કરી શકીએ નહીં. આમાંથી એક બ્રેડની કિનારીઓ છે. સેન્ડવિચ અથવા બ્રેડ રોલ્સ બનાવતી વખતે બ્રેડની કિનારીઓ કાપી નાખીએ છીએ અને પછી તેને ફેંકી દઇએ છીએ. પરંતુ બાકી રહેલી બ્રેડની કિનારીઓ (ક્રસ્ટ)થી તમે ઘણા ક્રિસ્પી ફુડ્સ બનાવી શકો છો જે પુખ્ત વયના લોકોથી લઈને બાળકો સુધીના દરેકને પસંદ આવી શકે છે.

Advertisment

ઘણા એવા ફૂડ્સ છે જે બ્રેડની કિનારીઓથી બનાવવામાં આવે છે. તે ક્રિસ્પી તેમજ સ્વાદિષ્ટ છે. ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

ભુક્કો બનાવીને રાખો

બ્રેડની બચેલી કિનારીનો ઉપયોગ મોટાભાગે બ્રેડ ક્રમ્બ્સ બનાવવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખોરાકને ક્રિસ્પી બનાવવા માટે થાય છે. આ માટે બ્રેડની કિનારીઓ લો અને તેને સૂકવી લો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો અને તેને એરટાઇટ કન્ટેનરમાં રાખો. તેનો ઉપયોગ કબાબ, ટિક્કી, કટલેટ્સ અને અન્ય ઘણા નાસ્તા માટે થઈ શકે છે.

ક્રિસ્પી બ્રેડ ક્રૂટોન્સ

ક્રિસ્પી બ્રેડ ક્રૂટોન્સ બનાવવા માટે બ્રેડની ધારને નાના ટુકડાઓમાં કાપી લો. તેમાં માખણ, મીઠું, મરી અને મિક્સ હર્બ્સ મેળવીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. તેને ફ્રાય અથવા ઓવનમાં બેક કરી શકાય છે.

Advertisment

ઉપમા અથવા ચેવડો

બ્રેડની કિનારીનો ઉપયોગ ઉપમા અથવા ચેવડો બનાવવા માટે પણ થઈ શકે છે. આ માટે નાના નાના ટુકડા કરીને ફ્રાય કરી લો. ત્યારબાદ તમે રાઇ કડી પત્તા, ડુંગળી અને હળવા મસાલાથી ઉપમા અથવા ચેવડો બનાવી શકો છો. તેને નાસ્તામાં સર્વ કરી શકાય છે.

આ પણ વાંચો - પંખા પર જામેલી ધૂળ અને ચિકાસને દૂર કરવા માટે આ રીત અપનાવો, પંખાને ચમકાવવામાં મદદ કરશે

વેજ કટલેટ્સ અને કોફ્તામાં ઉપયોગ

વેજ કટલેટ્સ ક્રિસ્પી હોય છે જેમાં બ્રેડની કિનારીનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કોફ્તા બનાવવા માટે પણ થઈ શકે છે. બ્રેડની કિનારીઓને પાણી અથવા દૂધમાં પલાળી સારી રીતે નિચોવી લો. તેને બાફેલા બટાકા, શાકભાજી અને મસાલા સાથે મિક્સ કરો. તેનાથી કટલેટ્સ નરમ બને છે.

બ્રેડ પુડિંગ

બ્રેડપુડિંગ બનાવવા માટે બ્રેડની કિનારીઓને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. હવે એક કઢાઇમાં દૂધ ઉકાળો અને તેમાં પીસેલી કિનારીઓ ઉમેરો. તેમાં ખાંડ, એલચી અને ફ્રાયફુટ્સ ઉમેરો અને સારી રીતે રાંધો. રંધાઇ ગયા પછી તેને ઠંડા અથવા ગરમ પીરસી શકાય છે.

ભોજન રેસીપી જીવનશૈલી