શિયાળામાં ઘરે બનાવો લીલી મેથી લસણના ટીકડી વડા, ગરમા ગરમ કઢી સાથે ખાવાની મોજ પડી જશે

lili methi lasan tikdi vada recipe: શિયાળાની ઠંડીમં ગરમા ગરમ કઢી સાથે આ ટીકડી વડા ખાવાની મજ્જા પડી જશે. આ ટીકડી વડા બનાવવા પણ સરળ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી.

lili methi lasan tikdi vada recipe: શિયાળાની ઠંડીમં ગરમા ગરમ કઢી સાથે આ ટીકડી વડા ખાવાની મજ્જા પડી જશે. આ ટીકડી વડા બનાવવા પણ સરળ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી.

author-image
Ankit Patel
New Update
lili methi lasan tikdi vada

લીલી મેથી લસણ ટીકડી વડા Photograph: (Instagram)

lili methi lasan tikdi vada recipe: શિયાળામાં લોકોના ઘરે અલગ અલગ પ્રકારના ભજીયા બનતા હોય છે. જોકે, તમે લીલી મેથી અને લીલા લસણના ટીકડી વડા ટ્રાય કરા છે. જો ના તો તમારે એકવાર તો ચોક્કસ ટ્રાય કરવા જોઈએ. શિયાળાની ઠંડીમં ગરમા ગરમ કઢી સાથે આ ટીકડી વડા ખાવાની મજ્જા પડી જશે. આ ટીકડી વડા બનાવવા પણ સરળ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી

Advertisment

સામગ્રી

  • ત્રણ કપ લીલી મેથી ઝીણી સમારેલી
  • અડધો કપ કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • ત્રણ ચમચી તીખા રમચા કાપેલા
  • એક ચમચી મરી પાઉડર
  • એક ટુકડો આદુ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક કપ બેસન
  • પાણી
  • તેલ- તળવા માટે

બેટર તૈયાર કરીશું

સૌ પહેલા એક બાઉલમાં ત્રણ કપ ઝીણી કાપેલી મેથી લઈશું. તેમાં અડધો કપ ઝીણું કાપેલું લીલું લસણ લઈશું. ત્રણ ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં લઈશું. એક ચમચી મરી પાઉડર અને આદુનો એક ટુકડો લઈને ખમણીને ઉમેરીશું.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ બેસન ઉમેરીશું. અહીં તમે ઘરે દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. ત્યારબાદ એક કપ પાણી ઉમેરીશું. અહીં માત્ર એક જ કપ પાણી ઉમેરવાનું છે. અને હવે હાથ વડે સારી રીતે મીક્સ કરીને બેટર તૈયાર કરીશું.

Advertisment

વડા તળીશું

હવે એક કઢાઈ તેલ લઈને ગરમ કરીશું હવે તેમાં પાણીના છાંટા નાંખીને તેલનું ટેમ્પરેચર ચેક કરીશું. ત્યારબાદ હથ વડે બેટરમાંથી વડા કઢાઈ પાડીને તળીશું. કાચા પાકા થઈ જાય ત્યારે બહાર કાઢીને ઠંડા થવા દઈશું.

ટીકડીનો આકાર આપી ફરી તળીશું

વડા ઠંડા થઈ જાય ત્યારે તેને પાથરીને વાટકી વડે દબાવીને ટીકડીનો આકાર આપીશું. અને હવે હાઈફ્લેમ પર તેલ ગરમ કરીને ફરીથી તળીશું. સારી રીતે તળાઈ જાય ત્યારે ટીકડીને બહાર કાઢી લઈશું.

આ પણ વાંચોઃ- આયર્ન અને વિટામીન્સથી ભરપૂર 'ગ્રીન' ખીચડી ચોક્કસ બનાવો, શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડી જશે

ગરમા ગરમ કઢી સાથે આનંદ મ્હાણો

આ ટીકડી વડાને કાંદા, ચટણી, લીલી ચટણી, તળેલા મરચાં સાથે ખાવાની મજા પડે છે. જોકે, ગરમા ગરમ કઢી સાથે આ ટીકડી વડા ખાવાની મજા ડબલ થઈ જાય છે. 

શિયાળો ભોજન રેસીપી