ભારતીમાં ઉનાળની ઋતુમાં રસદાર લીચીનો સ્વાદ માણ્યા વિના અધૂરો ઉનાળો લાગે છે. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી બનાવતો પણ સાથે સાથે વિવિધ સ્વાસ્થ્ય લાભો પણ ધરાવે છે. લીચી એ એન્ટિઓક્સિડન્ટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને બ્લડ પ્રેશર ઓછું કરે છે . indianexpress.com સાથે વાત કરતા, જી સુષ્મા ક્લિનિકલ ડાયેટિશિયન કેર હોસ્પિટલ્સ બંજારા હિલ્સ હૈદરાબાદએ જણાવ્યું હતું કે લીચી એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફળ છે જે સંતુલિત આહારના ભાગ રૂપે મધ્યમ માત્રામાં ખાવાથી અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે.
લીચીના એક કપમાં પોષકતત્વો:
એક કપ લીચીસમાં પોષકતત્વો લગભગ 190 ગ્રામ છે,
125 કેલરી,
1.6 ગ્રામ પ્રોટીન,
0.5 ગ્રામ ચરબી અને
31.6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, જેમાં
2.5 ગ્રામ ફાઇબર અને
29.3 ગ્રામ ખાંડનો સમાવેશ થાય છે.
લીચીમાં વિટામિન સી, કોપર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
આ પણ વાંચો: World Thalassemia Day : થેલેસેમિયા બીમારી, તેના વિવિધ પ્રકારો, લક્ષણો અને સારવારના વિકલ્પો વિષે જાણો
લીચીના સ્વાસ્થ્ય લાભો
એક્સપર્ટ સુષ્માએ લીચીના વિવિધ સ્વાસ્થ્ય લાભો આ રીતે શેર કર્યા:
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર:
લીચીમાં ઉચ્ચ સ્તરના પોલિફેનોલિક સંયોજનો હોય છે , જે એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે અને મુક્ત રેડિકલ નુકસાન સામે શરીરને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે:
લીચીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
પાચન માટે સારું:
લીચી ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપવામાં અને કબજિયાતને રોકવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર ઘટાડે છે:
લીચીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે તંદુરસ્ત બ્લડ પ્રેશરના સ્તરને જાળવવા માટે જરૂરી છે.
સ્વસ્થ ત્વચાને પ્રોત્સાહન આપે છે:
લીચીસ વિટામિન સીથી સમૃદ્ધ છે , જે કોલેજન સંશ્લેષણ માટે મહત્વપૂર્ણ છે, એક પ્રોટીન જે ત્વચાને જુવાન અને સ્વસ્થ દેખાડવામાં મદદ કરે છે.
પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ પણ લીચીનું સેવન કરી શકે છે?
ડાયાબિટીસના દર્દીઓ લીચીનું સેવન કરી શકે છે, પરંતુ માત્ર મધ્યમ માત્રામાં. સુષ્માએ જણાવ્યું હતું કે, “લીચીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરવું અને તે મુજબ તેમના સેવનને મર્યાદિત કરવું મહત્વપૂર્ણ છે, જો કે, આનો અર્થ એ નથી કે ડાયાબિટીસના દર્દીઓએ લીચીનું સેવન સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ.”
એક્સપર્ટે જણાવ્યું હતું કે, ” દર્દીઓએ ધ્યાન રાખવું જોઈએ અને સંતુલિત આહારના ભાગ રૂપે ખાવું જોઈએ. વ્યક્તિગત કેસો માટે યોગ્ય ડાયટ પ્લાન નક્કી કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ સાથે સંપર્ક કરવો હંમેશા શ્રેષ્ઠ છે,”
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
લીચીનું સેવન કરતી વખતે, એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે કેટલાક લોકોને ફળની એલર્જી હોઈ શકે છે. વધુમાં, લીચીનું તેમના તાજા સ્વરૂપમાં સેવન કરવું જોઈએ અને વપરાશ પહેલાં તેને સારી રીતે વૉશ કરવું જોઈએ.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,