દર વર્ષે, 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે, થેલેસેમિયા, એક ક્રોનિક બ્લડ ડિસઓર્ડર છે, આ દિવસ માનવાનો હેતુ જાહેર જનતા અને નીતિ નિર્માતાઓમાં જાગૃતિ લાવવા માટે છે. થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા શરૂ કરાયેલ, આ દિવસનો ઉદ્દેશ્ય વર્ષોથી જીવલેણ રોગ સામે લડી રહેલા લોકોના મનોબળને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવાનો પણ છે.
થેલેસેમિયા શું છે?
મુંબઈની ભાટિયા હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. પ્રીતમ જૈને સમજાવ્યું હતું કે, ”થેલેસેમિયા એ વારસાગત આનુવંશિક હિમોગ્લોબિનની ઉણપની બિમારી છે, જે શરીરમાં હિમોગ્લોબિન સંશ્લેષણના ખામીયુક્ત ઉત્પાદન તરફ દોરી જાય છે. આના પરિણામે લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન ઓછું થાય છે અને શરીરના ભાગોમાં ઓક્સિજનયુક્ત બ્લડ સપ્લાયની અછત થાય છે.”
થેલેસેમિયા એ વારસાગત લોહીને લગતી બીમારી છે , એટલે કે માતાપિતામાંથી ઓછામાં ઓછું એક તેનું વાહક હોવું આવશ્યક છે તે ઉમેરતા, નિષ્ણાતે જણાવ્યું હતું કે તે તેમણે indianexpress.com ને કહ્યું હતું કે, “આનુવંશિક પરિવર્તન અથવા ચોક્કસ કી જનીન ટુકડાઓ ( certain key gene fragments) ને કાઢી નાખવાથી” થાય છે . “ગ્લોબિન ચેઇન પ્રોડકશન ઓછું અથવા ગેરહાજર છે. આ ઈમ્બેલેન્સ ગ્લોબિન ચેઇન પ્રોડકશનમાં પરિણમે છે, જે ટેટ્રામર્સ અને ક્રોનિક હેમોલિસિસ (અકાળે વિનાશ અને લાલ રક્તકણોનું આયુષ્ય ટૂંકું) તરફ દોરી જાય છે.”
આ પણ વાંચો: Health Tips : એક્સપર્ટે આપેલી આ ટિપ્સ દ્વારા ફાટેલી હીલ્સને કહો અલવિદા
જ્યારે કેટલાક સામાન્ય લક્ષણોમાં એનિમિયા , થાક, મોટું યકૃત અને બરોળ, વૃદ્ધિની ક્ષતિ, હાડપિંજરની વિકૃતિ, પગના અલ્સર અને ચેપ, હેમોલિટીક ફેસીસ, વારંવાર રક્તસ્રાવ અને આયર્ન ઓવરલોડનો સમાવેશ થાય છે, નિષ્ણાતોએ ધ્યાન દોર્યું કે આ અલગ અલગ હોઈ શકે છે. “વધુમાં, કોઈપણ વ્યક્તિ આ આનુવંશિક રોગ વિકસાવી શકે છે, પરંતુ થેલેસેમિયાનો કુટુંબનો ઇતિહાસ ધરાવતા લોકોમાં વધુ જોખમ હોય છે. તે આફ્રિકા, ભૂમધ્ય પ્રદેશ, મધ્ય પૂર્વ અને એશિયાના ભાગોમાં વધારે જોવા મળે છે. તે મેલેરિયા-સ્થાનિક વિસ્તારોમાં પણ જોવા મળે છે.”
થેલેસેમિયાના વિવિધ પ્રકારો
થેલેસેમિયાને મુખ્યત્વે બે પ્રકાર છે: આલ્ફા-થેલેસેમિયા અને બીટા-થેલેસેમિયા. ડો ચેઇનને સ્પષ્ટ કર્યું હતું કે, “આ બે વચ્ચેનો મુખ્ય તફાવત અનુક્રમે આલ્ફા ચેઇન અને બીટા ચેઇન પ્રોડક્શન (હિમોગ્લોબિનનું) અને ક્લિનિકલ પ્રેઝન્ટેશનની સંડોવણી છે. તમને જે થેલેસેમિયા છે તે તમારી આલ્ફા કે બીટા ચેઇનમાં આનુવંશિક ખામી છે કે કેમ તેના પર આધાર રાખે છે.”
આલ્ફા થેલેસેમિયા
આલ્ફા થેલેસેમિયામાં, હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં આલ્ફા પ્રોટીન ઉત્પન્ન કરતું નથી. ગંભીરતા કેટલા જનીનો પરિવર્તિત થાય છે તેના પર આધાર રાખે છે.
એક પરિવર્તિત જનીન: આલ્ફા થેલેસેમિયા મિનિમા એ છે જ્યારે વ્યક્તિમાં કોઈ લક્ષણો ન હોય.
બે પરિવર્તિત જનીનો: આલ્ફા થેલેસેમિયા માઇનોર એ છે જ્યારે વ્યક્તિને હળવો એનિમિયા હોય.
ત્રણ પરિવર્તિત જનીનો: હિમોગ્લોબિન એચ રોગ એ ક્રોનિક એનિમિયાનો એક પ્રકાર છે.
ચાર પરિવર્તિત જનીનો: આલ્ફા થેલેસેમિયા મેજર એ આલ્ફા થેલેસેમિયાનું સૌથી ગંભીર સ્વરૂપ છે.
આ પણ વાંચો: Summer Special : શું તમે કાચી કેરીને પકવાની સાચી રીત અંગે મુંઝવણમાં છો? તો આ સરળ ટિપ્સ થશે મદદગાર
બીટા થેલેસેમિયા
- બીટા-ગ્લોબિન સાંકળો બનાવવા માટે વ્યક્તિને બે ગ્લોબિન જનીનોની જરૂર હોય છે – દરેક માતાપિતામાંથી એક,
- બીટા થેલેસેમિયા માઈનોર (બીટા થેલેસેમિયા લક્ષણ)માં એક ગુમ થયેલ અથવા ખામીયુક્ત બીટા-ગ્લોબિન જનીનનો સમાવેશ થાય છે. બીટા થેલેસેમિયા માઇનોર ધરાવતા કેટલાક લોકોમાં બિલકુલ લક્ષણો હોતા નથી.
- બીટા થેલેસેમિયા ઇન્ટરમીડિયા હળવાથી મધ્યમ એનિમિયાના લક્ષણોનું કારણ બની શકે છે. તેમાં બે ગુમ થયેલ અથવા ખામીયુક્ત બીટા-ગ્લોબિન જનીનોનો સમાવેશ થાય છે.
- બીટા થેલેસેમિયા મેજર (કુલીની એનિમિયા) બીટા થેલેસેમિયાનો સૌથી ગંભીર પ્રકાર છે. તેમાં બે ગુમ થયેલ અથવા ખામીયુક્ત બીટા-ગ્લોબિન જનીનોનો સમાવેશ થાય છે. તેને “ટ્રાન્સફ્યુઝન-આશ્રિત થેલેસેમિયા” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ સ્થિતિ ધરાવતા લોકોને આજીવન રક્ત ચઢાવવાની જરૂર પડે છે.
થેલેસેમિયાના પ્રકાર પર આધાર રાખીને, સ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે સતત તબીબી સંભાળની જરૂર પડી શકે છે. ડૉ જૈને તારણ કાઢ્યું હતું કે, “તેની સારવાર ટ્રાન્સફ્યુઝન સપોર્ટ , ફોલેટ સપ્લીમેન્ટ્સ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આયર્ન ઓવરલોડ મેનેજમેન્ટ માટે ચેલેટીંગ એજન્ટ્સ, પોષણ સપોર્ટ અને પરિવારના સભ્યોની આનુવંશિક કાઉન્સેલિંગ અને સ્ક્રીનીંગ દ્વારા થઈ શકે છે.”
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો,