સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

Mahashivratri 2026 : બજારમાં ક્યાંક નકલી સાબુદાણા પણ હોય છે. સાબુદાણાને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

Mahashivratri 2026 : બજારમાં ક્યાંક નકલી સાબુદાણા પણ હોય છે. સાબુદાણાને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

author-image
Ashish Goyal
New Update
Sabudana

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? જાણો અ Photograph: (સોશિયલ મીડિયા)

Fake Sabudana : મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવશે. શિવરાત્રીના દિવસે લોકો ઉપવાસ કરે છે. જે લોકો ઉપવાસ કરે છે તે આ દિવસોમાં ફળોની સાથે સાબુદાણાની ખીચડી પણ ખાય છે. જોકે ક્યાંક નકલી સાબુદાણા પણ હોય છે. સાબુદાણાને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

Advertisment

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા?

  • તમે તેને પાણીમાં નાખી શકો છો. તેને પાણીમાં નાખ્યા બાદ તેમાં સ્ટાર્ચ દેખાવા લાગશે અને તે લીસ્સા થઈ જશે. બીજી તરફ જો સાબુદાણા નકલી હશે તો તે પાણીમાં તેવા ને તેવા જ રહેશે. જેમાં પાણીમાં નાખ્યા પહેલા હતા. 

  • અસલી સાબુદાણાને ઓળખવા માટે તમે તેને ચાવી શકો છો. જ્યારે ચાખો ત્યારે તેનો સ્વાદ તમને ચોખા જેવો લાગશે અને તે તમારા દાંત પર ચીકણું હોય તેવું લાગી શકે છે. જો સાબુદાણા નકલી હોય તો તે કિરકિરા જેવા લાગશે.

  • સાબુદાણા અસલી છે કે નકલી તે જોવા તમે તેને સળગાવીને પણ જોઇ શકો છો. જો સળગાવવા પર તે મોટા થઇ જા તો તે અસલી છે. જ્યારે નકલી સાબુદાણા સળગાવ્યા બાદ તે બળીને રાખ બની જશે.
Advertisment

આ પણ વાંચો - શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને? જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે

નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો

ઘણી વખત બજારમાં યોગ્ય સાબુદાણા મળતા નથી અને લોકો નકલી સાબુદાણાને પોતાના ઘરે લાવે છે. તમને જણાવી દઇએ કે નકલી સાબુદાણા બનાવવામાં કેલ્શિયમ સલફ્યુરિક એસિડ, સોડિયમ હાયપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ સહિતના ઘણા કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાઇને તમે બીમાર પણ થઇ શકો છો.

જીવનશૈલી